ETV Bharat / state

ભેસાણના તબીબ અને તેના સહાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ RTI કાર્યકર્તાએ વધુ તપાસની માગ કરી

author img

By

Published : May 16, 2020, 8:38 PM IST

ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને તેના સહાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સારવાર પછી હોમ કોરન્ટાઈન થયા હતા. પરંતુ આ મામલે આરટીઆઈ કાર્યકર્તાએ વધુ તપાસ કરવાની માગ જિલ્લા પોલીસ વડાને ઈમેલ મારફતે કરી હતી.

ભેસાણના તબીબ અને તેના સહાયકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ RTI કાર્યકર્તાએ વધુ તપાસની માગ કરી
ભેસાણના તબીબ અને તેના સહાયકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ RTI કાર્યકર્તાએ વધુ તપાસની માગ કરી

જૂનાગઢઃ જિલ્લાના ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને તેના સહાયકનો કોરોના સંક્રમણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હાલ તબીબ અને તેનો સહાયક બંને કોરોના મુક્ત બનીને હોમ કોરન્ટાઈનમાં છે, ત્યારે સમગ્ર મામલાને લઈને તાલુકાના તડકા પીપરીયા ગામના આર.ટી.આઈ કાર્યકર્તાએ સમગ્ર મામલાને લઈને તબીબ દ્વારા કેટલાક સત્યો છૂપાવવામાં આવ્યા છે, તેની હકીકત જિલ્લા પોલીસ વડાને ઈમેલ મારફત મોકલતા મામલો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે.

ભેસાણના તબીબ અને તેના સહાયકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ RTI કાર્યકર્તાએ વધુ તપાસની માગ કરી
આર.ટી.આઈ કાર્યકર્તા સંજય કાપડિયાએ જિલ્લા પોલીસ વડાને કરેલા ઈ-મેલમાં ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવી વિગતો બહાર આવી રહી છે. જે પ્રકારે લોકડાઉન ચાલી રહ્યું હતું. ત્યારે આ તબીબ દ્વારા તમામ નીતિ નિયમોને નેવે મૂકીને પાર્ટીઓનું આયોજન કર્યું હોવાનો ચોંકાવનારો અને સનસનાટીપૂર્ણ આક્ષેપ પણ કર્યો છે. વધુમાં આ તબીબ તાલુકાના અન્ય વિભાગના કર્મચારી અને અધિકારીઓને પણ તેની આ પાર્ટીમાં શામેલ કર્યા હોવાની વિગતો પણ ઈ-મેલમાં દર્શાવવામાં આવી છે. પ્રથમ તબક્કાના લોકડાઉન શરૂ થયા બાદ આ તબીબે ગેરકાયદેસર અને કાયદાનો ભંગ થાય તે પ્રકારે અનેક લોકોને ભેગા કરીને કેટલાક આયોજનો કર્યા. ત્યારબાદ આ તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જે પ્રકારે સરકારની સેવામાં રહેલા અને ખાસ કરીને તબીબી વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ જો વાઇરસ જેવી સંક્રમણ બિમારીના સમયમાં પણ તેમની જવાબદારીઓથી મુક્ત થઈને ગેરવ્યાજબી વર્તન અને આયોજન કરે તો તેને કેટલી હદે યોગ્ય માની શકાય તેને લઈને આરટીઆઈ કાર્યકર્તા સંજય કાપડિયાએ જિલ્લા પોલીસ વડાને ઈમેલ મારફત સમગ્ર ઘટનાની તપાસ થાય અને તમામ કસુરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.