ETV Bharat / state

Ram Navami 2023: ત્રેતા યુગ બાદ આ વર્ષે રામ જન્મોત્સવ પર અમૃત સિદ્ધિ અને પુનર્વસુ નક્ષત્રનો સંગમ

author img

By

Published : Mar 30, 2023, 9:23 AM IST

સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્ર મહિનાની સુદ નોમના દિવસે પ્રભુ રામનો જન્મ થયો હોવાનું મનાઈ રહ્યું છે. આ વખતે રામ જન્મોત્સવ સાથે એક અનોખો યોગ બની રહ્યો છે. ત્રેતા યુગમાં રામના પ્રાગટ્ય દિવસે જે સિદ્ધિયોગ સર્જાયો હતો તે જ પ્રકારનો અમૃતસિધ્ધિ યોગની સાથે પુનર્વસુ નક્ષત્ર પણ આ વર્ષે આવી રહ્યું છે. ત્રેતા યુગ બાદ આ વખતેની રામનવમીને ખૂબ પવિત્ર અને ધર્મની દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી છે.

ત્રેતા યુગ બાદ આ વર્ષે રામ જન્મોત્સવ પર અમૃત સિદ્ધિ અને પુનર્વસુ નક્ષત્રનો સંગમ
ત્રેતા યુગ બાદ આ વર્ષે રામ જન્મોત્સવ પર અમૃત સિદ્ધિ અને પુનર્વસુ નક્ષત્રનો સંગમ

ત્રેતા યુગ બાદ આ વર્ષે રામ જન્મોત્સવ પર અમૃત સિદ્ધિ અને પુનર્વસુ નક્ષત્રનો સંગમ

જૂનાગઢ: આખા દેશમાં રામ જન્મોત્સવની આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. જે રીતે દરેક પ્રસંગમાં કોઈને કોઈ શુભ યોગ બનતા હોય છે. એ રીતે આ વર્ષે પણ પવિત્ર દિવસમાં શુભ યોગ બની રહ્યો છે. ત્રેતા યુગમાં રામના પ્રાગટ્ય દિવસે જે સિદ્ધિયોગ હતો એ જ યોગ દાયકાઓ બાદ આ વર્ષે બની રહ્યો છે. અમૃત સિદ્ધિ યોગની સાથે પુનર્વસુ નક્ષત્રચૈત્ર સુદ નોમના દિવસે ગ્રહો અને નક્ષત્રનો પણ સુંદર સંયોગ હોવાનું સાધુ સંતો જણાવી રહ્યા છે. શુભ શરૂઆત માટે અને નવા કાર્યના પ્રારંભ માટે આ દિવસને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પંડિતો પણ આ દિવસે શુભ કાર્યને શકન સમાન માને છે.

શ્રીરામનો જન્મોત્સવ: આજે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ મનાવવામાં આવશે. સનાતન ધર્મની પ્રાચીન પરંપરા મુજબ ભગવાન શ્રીરામના જન્મોત્સવને ચૈત્ર સુદ નોમ ના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મની ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે ભગવાન શ્રીરામનું પ્રાગટ્ય થયું હોવાની દંતકથા સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં પણ જોવા મળે છે. જેને લઈને ભગવાનની શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવશે. ત્રેતા યુગમાં ભગવાન રામના જન્મોત્સવ સમયે જે નક્ષત્રનો સંયોગ સર્જાયો હતો. તે જ પ્રકારનો સંયોગ જોગાનુંજોગ આજે સર્જવા જઈ રહ્યો છે. જેને લઈને ત્રેતા યુગ બાદ આ વર્ષની રામ જન્મોત્સવ તિથિ ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વની માનવામાં આવે છે.

આ પણ વાંચો Junagadh News : બહાઉદ્દીન કોલેજના 125 વર્ષ પૂર્ણ, મિસ્ત્રીની કળા નીચે તૈયાર થયેલું નિર્માણ એશિયામાં સર્વોત્તમ

સુંદર સંયોગ: અમૃત સિદ્ધિ યોગની સાથે પુનર્વસુ નક્ષત્રચૈત્ર સુદ નોમ ના દિવસે ગ્રહો અને નક્ષત્રનો પણ સુંદર સંયોગ સર્જાઈ રહ્યો છે. ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસે સ્વાર્જા અમૃતસિદ્ધિ યોગ તેમજ પુનર્વસુ નક્ષત્ર હતું. જોગાનુંજોગ આ વર્ષે રામ જન્મત્સવના દિવસે પણ ત્રેતા યુગમાં જોવા મળેલું ગ્રહો અને નક્ષત્ર નો સંયોગ બિલકુલ બંધબેસતો જોવા મળે છે. જેને લઈને પણ આ વર્ષનો રામ જન્મોત્સવ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યું છે. રામ જન્મોત્સવના દિવસે પૂજા અનુષ્ઠાન ખરીદારી જેવા શુભ પ્રસંગોને પણ ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. શ્રીરામના અનુષ્ઠાન અભિષેક અને પૂજા ની સાથે પરમ ભક્તો દ્વારા ખરીદારી કરવામાં આવે તો પણ તેને ખૂબ જ શુકનવંતુ માનવામાં આવે છે.

આ પણ વાંચો Junagadh Crime: જૂનાગઢમાં બેઠાબેઠા પાકિસ્તાનમાં ચાલતી ટી20 મેચ પર ઑનલાઈન સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ

જન્મોત્સવ યાત્રા: સનાતન ધર્મ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રી રામના જન્મોત્સવને શોભા યાત્રાના રૂપમાં પણ મનાવવામાં આવે છે. ત્યારે આવતીકાલે જૂનાગઢ ખાતે રામજી મંદિર થી ભવ્ય શોભા યાત્રાનુ આયોજન કરાયું છે. જે જૂનાગઢ શહેરના રાજમાર્ગો પર ફરીને જૂનાગઢ વાસીઓને દર્શન આપી પરત ગિરનાર નજીક મયારામ દાસ બાપુના આશ્રમમાં પૂર્ણ થશે. ત્યારે રામ જન્મોત્સવ જેવા પાવન પ્રસંગે લોકો શ્રી રામચંદ્રજીને પાલખીમાં બિરાજતા દર્શન કરીને પણ ધન્યતા મેળવશે. તો સાથે સાથે આજે જૂનાગઢના મોટાભાગના મંદિરોમાં પણ રામજન્મોત્સવ ને લઈને ઉજવણી કરવાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાઈને રામ જન્મોત્સવની ધાર્મિક ઉજવણી કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.