ETV Bharat / state

આ ટોલ બુથ મારામારીને લઈને કુખ્યાત! ફરી એકવાર મારામારીને વિડીયો આવ્યો સામે

author img

By

Published : Oct 25, 2022, 10:03 AM IST

સોમનાથ હાઇવે પર ડારી ટોલ બુથના કર્મચારી (Somnath Highway toll booth) સાથે કોઈ કારણસર મારામારીનો વિડીયો સામે આવ્યો છે. જેને લઈને પોલીસ ફરીયાદ કરતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ટોલ બુથ પર અગાઉ પણ કેટલાક કિસ્સાઓમાં મારામારી તેમજ ફાયરિંગ જેવી ઘટનાઓ બની ચૂકેલી છે. (Dari toll booth fight with employee)

આ ટોલ બુથ મારામારીને લઈને કુખ્યાત! ફરી એકવાર મારામારીને વિડીયો આવ્યો સામે
આ ટોલ બુથ મારામારીને લઈને કુખ્યાત! ફરી એકવાર મારામારીને વિડીયો આવ્યો સામે

જુનાગઢ સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ડારી ગામ નજીક અચાનક કેટલાક (Somnath Highway toll booth) શખ્સોએ ટોલ બુથના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. જેના CCTV સામે આવ્યા છે. આ ઘટના ગઈકાલે બપોરના ચાર વાગ્યા બાદ બની હોવાનું સામે આવ્યું છે. કર્મચારીઓ સાથે મારામારી કરી રહેલા અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. (Dari toll booth fight with employee)

જુનાગઢ સોમનાથ હાઇવે પર ડારી ટોલબુથના કર્મચારી સાથે મારામારી

ડારી ટોલ બુથના કર્મચારીઓ સાથે થઈ મારામારી જુનાગઢ સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડારી ગામ (Dari Toll Booth) નજીક ટોલ નાકાના કર્મચારીને કેટલાક અજાણ્યા શખ્સોએ માર મારતા હોય તે પ્રકારનો CCTV વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઓફિસમાં બેઠેલા કર્મચારી પર અચાનક ઘસી આવેલા ટોળાએ મારામારી કરી હતી. જેમાં ટોલ બુથના એક કર્મચારીને ઇજાઓ થઈ હતી. જેને લઈને વેરાવળ તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટોલ બુથના કર્મચારીને અજાણ્યા શખ્સોએ ક્યા કારણોસર માર મારેલો હતો તેની સંપૂર્ણ વિગતો હજુ સુધી બહાર આવી નથી. (Fight with Somnath toll booth employee)

ડારી ટોલ બુથ મારામારીને લઈને છે કુખ્યાત જુનાગઢ સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું ડારી ટોલ બૂથ મારામારીને લઈને કુખ્યાત બન્યું છે, અગાઉ પણ વાહનચાલકો અને ટોલબુથના કર્મચારીઓ સાથે મારામારી થઈ હોય અને ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હોય તેવી ઘટના પણ બનવા પામી છે. કેટલાક વર્ષો પૂર્વે અહીં વાહનચાલકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી ઘટના પણ બની છે. તો વધુમાં ટોલ બુથ પર રાજકીય અગ્રણીઓ અને ધારાસભ્યોના સંતાનો અને તેમના કાર્યકરો તેમજ ટોલ બુથના કર્મચારી વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનવા પામ્યા છે, ત્યારે આ કયા કારણોસર અજાણ્યા શખ્સોએ ટોલ બુથના કર્મચારીને માર માર્યો છે. તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. (Somnath Highway Dari toll booth)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.