ETV Bharat / state

Picture Exhibition Junagadh:જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચિત્રકારો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રનું પ્રદર્શન યોજાયું

author img

By

Published : Dec 13, 2021, 7:00 AM IST

Picture Exhibition Junagadh:જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચિત્રકારો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રનું પ્રદર્શન યોજાયું
Picture Exhibition Junagadh:જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચિત્રકારો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રનું પ્રદર્શન યોજાયું

જૂનાગઢની ભવનાથ તળેટીમાં(Bhavnath Taleti Junagadh ) આવેલા પ્રેરણા ધામમાં ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્ર પ્રદર્શન આર્ટ સોસાયટી ઓફ જૂનાગઢના (Picture exhibition Junagadh )ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. જેમા બે દિવસ સુધી સ્થાનિક અને રાજ્યના કલાકારો દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ સ્થળોના પેન્ટિંગ (Painting of places of Junagadh )તૈયાર કરીને આજે તેને પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યું હતું.

  • આર્ટ સોસાયટી ઓફ જૂનાગઢ દ્વારા યોજાયુ ચિત્રોનું પ્રદર્શન
  • સમગ્ર રાજ્યમાંથી ચિત્રકારોએ પ્રદર્શનમાં લીધો ભાગ
  • બે દિવસ સુધી જૂનાગઢમાં વિવિધ સ્થળોએ ચિત્ર કર્યા તૈયાર

જૂનાગઢઃઆર્ટ સોસાયટી ઓફ જૂનાગઢ (Art Society of Junagadh)દ્વારા ભવનાથ તળેટીમાં (Bhavnath Taleti Junagadh ) આવેલા પ્રેરણા ધામમાં ચિત્ર પ્રદર્શનનું આયોજન (Picture Exhibition Junagadh)કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં સમગ્ર રાજ્ય બહારના સ્થાનિક કલાકારો અને ચિત્રકારોએ ભાગ લઈને પોતાની ચિત્રકલાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

જૂનાગઢના વિવિધ સ્થળોના ચિત્રો

સમગ્ર રાજ્યમાંથી આવેલા ચિત્રકારો અને કલાકાર જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને કલર અને પીંછીની મદદથી તેને કેનવાસ પર કંડારવાનો પ્રયાસ કર્યો હતો. ચિત્રકારો દ્વારા જૂનાગઢ શહેરના ઐતિહાસિક અને કુદરતી સ્થળ પર જઈને 48 કલાકની મહેનત બાદ આ ચિત્રને તૈયાર (Picture Exhibition Junagadh )કરવામાં આવ્યા હતા જેનુ આજે પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

ગુજરાતના ચિત્રકારોનો અનોખો પ્રયાસ

ગુજરાતની પ્રત્યેક કલાપ્રેમી વ્યક્તિ અને ખાસ કરીને ચિત્રકલા સાથે સંકળાયેલી વ્યક્તિ સુધી ચિત્રકલાની અદભુત કરામતને પહોંચાડવા માટે જૂનાગઢમાં પ્રથમ વખત આર્ટ સોસાયટી ઓફ જૂનાગઢ દ્વારા ચિત્ર પ્રદર્શનનું (Picture exhibition by Art Society of Junagadh )આયોજન કરાયું હતું જેમાં 48 કલાક દરમિયાન ચિત્રકારોએ તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ચિત્રકારોને આર્થિક સહયોગ પણ મળી રહે તે હેતુ માટે કોઈપણ વ્યક્તિ ચિત્ર પ્રદર્શનમાં રાખવામાં આવેલા ચિત્ર ખરીદી શકે છે અને પોતાની ચિત્ર કલા પ્રત્યેની ભાવના વ્યક્ત કરે જેના માધ્યમથી ચિત્રકારો અને ખાસ કરીને કલાક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક સહયોગ પણ મળી શકે અને આ પ્રાચીન કલા વારસો વધુ જનમાનસ સુધી પહોંચે તે માટે પ્રથમ વખત જૂનાગઢમાં ચિત્ર પ્રદર્શનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે

આ પણ વાંચોઃ શાળાઓ મોડી શરૂ થતા 2 લાખ શિક્ષકો અભ્યાસક્રમનું ભારણ ઘટાડવા આપશે સમયદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.