ETV Bharat / state

World Lion Day 2022 સ્વામિનારાયણ ભગવાનને કરાયો સિંહનો શણગાર

author img

By

Published : Aug 10, 2022, 3:14 PM IST

Updated : Aug 14, 2022, 7:46 AM IST

World Lion Day 2022: સ્વામિનારાયણ ભગવાનને કરાયો સિંહનો શણગાર
World Lion Day 2022: સ્વામિનારાયણ ભગવાનને કરાયો સિંહનો શણગાર

આજે વિશ્વ સિંહ દિવસ(World Lion Day 2022 ) છે. ગિરના ઘરેણાં સમાન સિંહને જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ સિંહને ખાસ યાદ કરાયો છે. જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રાધા રમણ દેવજી અને સિદ્ધેશ્વર મહાદેવને સિંહની(lion of Gujarat)પ્રતિકૃતિનો શણગાર કરીને વિશેષ રૂપે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જૂનાગઢઃઆજે 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ (World Lion Day 2022 ) ત્યારે શાળાથી લઈને કોલેજો સામાજિક સંસ્થાઓથી લઈને સામાન્ય લોકોએ વિશ્વ સિંહ દિવસની (lion of Gujarat)ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ગીરના ઘરેણા સમાન સિંહને આજે વિશેષ રૂપે યાદ કરીને ગીર સિંહ પ્રત્યે કેટલી પ્રતિબધ્ધ છે તેનો અહેસાસ સમગ્ર વિશ્વને કરાવ્યો છે. જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (Junagadh Swaminarayan Temple)પણ વિશ્વ સિંહ દિવસની વિશેષ અને ખાસ પ્રકારે ઉજવણી કરાય છે.

વિશ્વ સિંહ દિવસ

વિશ્વ સિંહ દિવસની ઉજવણી - રાધા રમણ દેવજી અને સિદ્ધેશ્વર મહાદેવની સાથે ભગવાન સ્વામિનારાયણને સિંહનો શણગાર(Lion decoration to Swaminarayan) કરીને સિંહ દિવસની આગવી ઢબે ધાર્મિક ઉજવણી સંપન્ન કરાઈ છે. આજે સમગ્ર દિવસ દરમિયાન ભગવાન સ્વામિનારાયણની સાથે સિદ્ધેશ્વર મહાદેવ અને રાધા રમણ દેવજી સિંહના વિશેષ શણગાર સાથે દર્શન આપી રહ્યા છે જેનો લાભ હરિભક્તોને દિવસ દરમિયાન મળતો રહેશે.

આ પણ વાંચોઃ અંગ્રેજોએ તો સિંહોને પણ નહતા છોડ્યા, સામે આવી ચોંકાવનારી તસવીરો

નીલકંઠવર્ણી સાથે પણ સિંહનું જોડાણ - સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસ સ્વામીજી જણાવી રહ્યા છે કે સિંહનો સંબંધ ભગવાન સ્વામિનારાયણના નીલકંઠવર્ણીના રૂપમાં પણ જોડાયેલો છે. જ્યારે નીલકંઠ વર્ણી ગિરનારમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે દામોદર કુંડ નજીક આવેલ રાધા ડેરીની જગ્યામાં સિંહ સાથે તેમનો ખૂબ જ આત્મિતા ભર્યો સંબંધ હતો. આ સમયે પણ શ્રાવણ મહિનાના દિવસો હતા. આ વખતે પણ શ્રાવણ મહિનામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે.

આ પણ વાંચોઃ World lion Day 2022: સિંહોના સંરક્ષણ માટે નવાબથી લઈને વન વિભાગની દ્રઢતા આજે પણ અકબંધ

સિંહની પ્રતિકૃતિનો વિશેષ શણગાર - ભગવાન સ્વામિનારાયણ સિધેશ્વર મહાદેવ અને રાધા દામોદરજીને સિંહની પ્રતિકૃતિનો વિશેષ શણગાર કરીને આજના સિંહ દિવસની ભવ્યતા સાથે ધાર્મિક ઉજવણી કરવામાં આવી રહી છે જેની સાથે સમગ્ર દિવસ દરમિયાન હરિભક્તો રાધા દામોદરજી ભગવાન સ્વામિનારાયણ અને સિધેશ્વર મહાદેવના દર્શન સિંહના શણગાર રૂપે પણ કરી રહ્યા છે.

Last Updated :Aug 14, 2022, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.