National Farmers Day 2022 બમણી આવકની વાત કરતી સરકારના રાજમાં જ ખેડૂતો થયા દેવાદાર
Published: Dec 23, 2022, 12:56 PM


National Farmers Day 2022 બમણી આવકની વાત કરતી સરકારના રાજમાં જ ખેડૂતો થયા દેવાદાર
Published: Dec 23, 2022, 12:56 PM

સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી (National Farmers Day 2022) થઈ રહી છે. તેવામાં હવે જૂનાગઢના ખેડૂતો પોતાને લાચાર માની રહ્યા છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી (Farmers Double Income) કરવાની વાત કરી રહી છે. પરંતુ તેની વચ્ચે ખેડૂતો અત્યારે દેવાદાર અને પાયમાલ બની રહ્યા છે. તો ખેડૂતોની સ્થિતિ (Farmers Situation in Junagadh) અત્યારે કેવી છે તેની પર કરીએ એક નજર.
જૂનાગઢ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના (Former PM Charanjit Singh Chaudhary) જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે આપણે વાત કરીએ જૂનાગઢના ખેડૂતોની. અત્યારે અહીંના ખેડૂતો કેન્દ્ર સરકારની યોજનાથી ખુશ નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે, એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી (Farmers Double Income) કરવાની વાત કરી રહ્યા છે. ને બીજી તરફ સરકારની કૃષિ નીતિની (Agricultural Policy of Central Government) ઉણપના કારણે ખેડૂત આજે દેવાદાર બની રહ્યો છે.
ખેડૂતોએ વર્ણવી વ્યથા સરકાર ખેતી કરવા આવે તો ખબર પડે આ શબ્દો છે જૂનાગઢ જિલ્લાના ધરતીપુત્રોના. આજે ખેડૂત દિવસ (National Farmers Day 2022) મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતો પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. આઝાદીથી લઈ અત્યાર સુધી ખેડૂતોની આર્થિક ક્ષમતામાં સતત ઘટાડો (Farmers Situation in Junagadh) થઈ રહ્યો છે. તેની પાછળ રાજ્ય અને કેન્દ્રની સરકારની ખેતીલક્ષી નીતિઓની (Agricultural Policy of Central Government) ઉણપ હોવાનું ખેડૂતો માની રહ્યા છે.
જગતનો તાત ખેતી દિનપ્રતિદિન વિકટ અને મોંઘી બની રહી છે. આ બંને વિપરીત પરિસ્થિતિમાં આજે જગતનો તાત પોતાનું પેટ ભરવા માટે પણ ખુબ મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર (Farmers Situation in Junagadh) થઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વના લોકોનું પેટ ભરાય તે માટે અનાજ અને કૃષિ પેદાશોનું ઉત્પાદન કરતો ખેડૂ આજે ખેડૂત દિવસે ખૂબ નિરાશ જોવા મળ્યો હતો
આવક બમણી થવાના વચન ની વચ્ચે જાવકમાં 3 ગણો વધારો ખેડૂત દિવસે (National Farmers Day 2022) નિરાશા વ્યક્ત કરતા જૂનાગઢ જિલ્લાના ધરતીપુત્રો જણાવી રહ્યા છે કે, આજે સતત વધી રહેલી મોંઘવારી ખેતીને વધુ દુષ્કર બનાવી રહી છે. ખાતર બિયારણ જંતુનાશક દવાઓ અને મજૂરીના ભાવોમાં દર વર્ષે કમરતોડ વધારો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની આવક (Income of farmers in India) વધવાને બદલે ખર્ચની જાવક ખૂબ વધી ગઈ છે.
