ETV Bharat / state

જંગલમાં પણ ‘મધર્સ ડે’, સિંહબાળને નદી પાર કરાવતી સિંહણની મમતા...

author img

By

Published : May 10, 2020, 5:07 PM IST

આજે સમગ્ર વિશ્વ મધર્સ ડે મનાવી રહ્યું છે, મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે સમગ્ર વિશ્વ તેની માતાની યાદમાં મધર્સ ડે મનાવે છે, પ્રાણી જગતમાં પણ મા અને સંતાનો વચ્ચે ગાઢ બંધન કાયમ માટે જોવા મળે છે, ત્યારે આજના દિવસે જંગલની માતા અને તેના સંતાનો વચ્ચે પ્રેમ કેવો હોય છે. માના પ્રેમ પર જુઓ ETV BHARATનો વિશેષ અહેવાલ...

વિશ્વ મધર દિવસ નિમિતે ગીરના જંગલોમાં પણ જોવા મળે છે સિંહણ માં ની મમતા
વિશ્વ મધર દિવસ નિમિતે ગીરના જંગલોમાં પણ જોવા મળે છે સિંહણ માં ની મમતા

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વ મધર્સ ડે મનાવી રહ્યું છે, વર્ષ 1908માં અમરિકામાં પ્રથમ વખત મધર્સ ડે મનાવવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારથી મધર્સ ડેની ઉજવણી સમગ્ર વિશ્વના દેશોમાં કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ અને પ્રાણી માટે મા શબ્દ એ કોઈ પણ સારી-નરસી પરિસ્થિતિમાં ઓસડિયા સમાન સાબિત થતો આવ્યો છે અને જ્યા સુધી જગતનું ચક્ર ચાલતું રહેશે ત્યાં સુધી માની મમતા અજર અને અમર બનતી જોવા મળશે.

વિશ્વ મધર્સ ડે નિમિતે ગીરના જંગલોમાં પણ જોવા મળે છે સિંહણ માની મમતા

આજે સમગ્ર વિશ્વ માને યાદ કરી રહ્યું છે, ત્યારે ગીરના જગલોમાં પણ અનેક મા આજે પણ તેમના સંતાનોને જંગલના નિયમોથી લઈને શિકારની તરકીબ લઈને માર્ગદર્શન આપતી આવી છે અને આપતી રહેશે જેની એક માત્ર ત્રાડ સાંભળતા જ ભલભલાના પરસેવા છૂટી જતા હોય છે. તેવી સિંહણ તેમના બચ્ચાંને કેવી કોમળતાથી સાચવી રહી છે, તેને જોઈને તેની હિંસકતા પણ એક વખત ભૂલવાનું મન થઇ જાય અને આપણા ગુજરાતમાં કહેવત પણ છે ને કે, "મા તે મા... બીજા વગડા ના વા..."

વિશ્વ મધર દિવસ નિમિતે ગીરના જંગલોમાં પણ જોવા મળે છે સિંહણ માં ની મમતા
વિશ્વ મધર્સ ડે નિમિતે ગીરના જંગલોમાં પણ જોવા મળે છે સિંહણ માની મમતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.