ETV Bharat / state

જૂનાગઢ કૃષિ હવામાન વિભાગની આગાહી, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ ખેંચાય તેવી શક્યતા

author img

By

Published : Jun 20, 2020, 3:25 PM IST

જૂનાગઢ સહિત સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં ચોમાસાની સાથે વરસાદ ખેંચાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસા માટે વધુ રાહ જોવી પડશે. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા આ બાબતે આગાહી કરવામાં આવી છે.

ચોમાસાની આગાહી
ચોમાસાની આગાહી

જૂનાગઢઃ હવાનું નીચું દબાણ હિમાલય તરફ સક્રિય હોવાને કારણે આગામી 23 અને 24મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હજૂ પણ વરસાદ રાહ જોવડાવી શકે છે.

ચોમાસાની આગાહી
હવાનું હળવું દબાણ દક્ષિણ તરફ આગળ વધીને સક્રિય થાય તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે

જૂનાગઢ કૃષિ હવામાન વિભાગની આગાહી

  • 23 અને 24મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે
  • હવાનું હળવું દબાણ હિમાલય તરફ સર્જાયું છે
  • હવાનું હળવું દબાણ દક્ષિણ તરફ આગળ વધીને સક્રિય થાય તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે
  • ખેડૂતોએ કરેલી વાવણી પર તોળાઇ રહ્યું છે સંકટ
  • વાવાઝોડાને કારણે વરસાદ પડતા મોટાભાગના ખેડૂતો ભોગવી ચૂક્યા છે નુકસાન
    ચોમાસાની આગાહી
    23 અને 24મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે

જૂનાગઢમાં આવેલા કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. જે પ્રકારે ચોમાસાના પ્રારંભના દિવસોમાં આવેલા વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડયો હતો પરંતુ ત્યાર બાદ અમરેલી જિલ્લાને બાદ કરતાં હજૂ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની ગેરહાજરીમાં ઉનાળા જેવું વાતાવરણ સર્જાયું છે.

ચોમાસાની આગાહી
હવાનું હળવું દબાણ હિમાલય તરફ સર્જાયું છે

અત્યાર સુધી જૂનાગઢ શહેરમાં જૂન મહિનામાં 6 ઈચ વરસાદ પડ્યો છે. આ વરસાદ ચોમાસાના પ્રારંભ પૂર્વે આવેલા વાવાઝોડાને કારણે હોવાનું જણાઈ આવે છે. હવાનું હળવું દબાણ હિમાલય તરફ સર્જાયું હોવાને કારણે ઉત્તરનાં રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ ખેંચાય તેવી શક્યતા

હવાનું હળવું દબાણ દક્ષિણ તરફ આગળ વધીને સક્રિય થાય તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ વધુ પ્રબળ બને.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.