ETV Bharat / state

Cyclone Biparjoy: માંગરોળનો દરિયાકાંઠો વાવાઝોડાની અસરને કારણે ભારે રૌદ્ર સ્વરૂપમાં

author img

By

Published : Jun 13, 2023, 2:43 PM IST

Updated : Jun 13, 2023, 3:47 PM IST

સંભવિત બિપોરજોય વાવાઝોડાનો ખતરો સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં દિવસ અને દિવસે વધી રહ્યો છે. 24 કલાક દરમિયાન વાવાઝોડાને કારણે દરિયા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં કરંટ જોવા મળશે. જેને કારણે લોકોને મુશ્કેલીમાં અનેક ગણો વધારો થાય તેવી શક્યતાઓ છે. આ પ્રકારના દ્રશ્યો 40 વર્ષ પછી જોવા મળી રહ્યા છે જે ચિંતા નું કારણ પણ બની શકે છે.

માંગરોળ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વાવાઝોડાની અસરને કારણે ભારે રૌદ્ર સ્વરૂપમાં
માંગરોળ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વાવાઝોડાની અસરને કારણે ભારે રૌદ્ર સ્વરૂપમાં

માંગરોળ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વાવાઝોડાની અસરને કારણે ભારે રૌદ્ર સ્વરૂપમાં

જૂનાગઢ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વાવાઝોડાનો ખતરોસૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં હવે બિપરજોય વાવાઝોડાનો ખતરો સતત વધીને આગળ આવી રહ્યો છે. પોરબંદર થી લઇને કચ્છ સુધી અરબી સમુદ્રનો આ સમગ્ર વિસ્તાર આજે વાવાઝોડા અને તેના કરંટને કારણે ખૂબ જ ભયજનક બની રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે પણ આગામી 48 કલાકમાં દરિયાઈ ચક્રાવાત બીપોરજોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને સ્પર્શ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આ શક્યતાઓ જાણે કે બિલકુલ સત્ય થી નજીક હોય તે પ્રકારે દરિયાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરિયામાં ભારે કરંટ પણ જોવા મળે છે. જે સંભવિત વાવાઝોડાનો ખતરો વધુ પ્રબળ કરી રહ્યો છે.

વાવાઝોડાની તારાજી: 40 વર્ષ બાદ આ પ્રકારના દ્રશ્યોવર્ષ 1982માં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાકકેલા વાવાઝોડાએ ખૂબ મોટી ખાના ખરાબી સર્જી હતી 40 વર્ષ પછી આ પ્રકારે ફરી એક વખત વાવાઝોડાને કારણે દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે. આ દ્રશ્યો ચિંતાજનક છે. 1982 માં આવેલી હોનારતને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના મોટાભાગના ગામો શહેરો અને લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા બિલકુલ 40 વર્ષ પૂર્વે ની યાદ આજે ફરી એક વખત તાજી થઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સમુદ્રમાં જોવા મળી રહ્યા છે.

વધુનો સમય નિર્ધારિત: સુસ્વાટા સાથે ફુકાઈ રહેલા તેજ પવનો સતત 48 કલાકથી વરસાદ અને દરિયા નું અતિ રૌદ્ર સ્વરૂપ વાવાઝોડાની કોઈ ગંભીર નિશાની આપી રહ્યું છે. હવામાન વિભાગે હજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું સ્પર્શ કરશે તેને લઈને 24 કલાક કરતાં વધુનો સમય નિર્ધારિત કર્યો છે. પરંતુ પાછલા 48 કલાક કરતાં વધુ સમયથી 40 વર્ષ પૂર્વેની વાવાઝોડાની તારાજી અને તેની ભયાનકતાના દર્શન સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠા વિસ્તારના લોકો કરી રહ્યા છે.

પ્રતિબંધાત્મક આદેશો: સંભવિત વાવાઝોડાને પગલે પોરબંદર દ્વારકા જામનગર સોમનાથ કચ્છ માંગરોળ સહિતના તમામ દરિયાકાંઠા વિસ્તારના બંદરો અને ગામના લોકોને દરિયાઈ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. કેટલીક જગ્યા પર ધારા 144 પણ લગાવીને લોકો અને માછીમારોને દરિયાથી દૂર રાખવામાં આવ્યા છે. જે બિલકુલ સ્પષ્ટ કરી આપે છે કે સંભવિત વાવાઝોડાનો ખતરો કેટલો મુશ્કેલ છે. આ પ્રકારના મુશ્કેલીના દ્રશ્યો અને સમય સૌરાષ્ટ્ર વાસીઓ માટે ભારે ચિંતાની સાથે ઉચ્ચાટના પણ જોવા મળે છે. પરંતુ કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી માત્ર નજર ફેરવી શકે તેમ છે. તેમ છતાં ગંભીર પરિસ્થિતિમાં આવી રહેલો વાવાઝોડું લોકોને ચોક્કસપણે મુશ્કેલીમાં મૂકશે.

  1. Biparjoy Cyclone: કચ્છના બંદરથી માત્ર 430 કિમી દૂર બિપરજોય, 7000 લોકોનું સ્થળાંતર
  2. Biparjoy Cyclone: પાટણ જિલ્લામાં સંભવિત ખતરા સામે વહીવટી તંત્ર એલર્ટ
Last Updated : Jun 13, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.