ETV Bharat / state

Maha Shivratri 2023 : સનાતન ધર્મથી પ્રભાવિત થઈને ઈટાલીનું યુગલ પહોંચ્યું ભવનાથના મહા શિવરાત્રી મેળામાં

author img

By

Published : Feb 9, 2023, 7:06 PM IST

Maha Shivratri 2023 : સનાતન ધર્મથી પ્રભાવિત થઈને ઈટાલીનું યુગલ પહોંચ્યું ભવનાથના મહા શિવરાત્રી મેળામાં
Maha Shivratri 2023 : સનાતન ધર્મથી પ્રભાવિત થઈને ઈટાલીનું યુગલ પહોંચ્યું ભવનાથના મહા શિવરાત્રી મેળામાં

ભવનાથમાં મહા શિવરાત્રી મેળામાં ઈટાલીનું એક યુગલ આવી પહોંચ્યું છે. સનાતન ધર્મનો પ્રભાવ અને તેની ધાર્મિકતા હવે દેશ અને દુનિયાના સીમાડાઓ ઓળંગી આ યુગલ સુધી પહોંચી હતી. સનાતન ધર્મનો અહેસાસ કરી મહા શિવરાત્રીના મેળાને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ મનાવવા માટે આ યુગલ ભવનાથ પહોંચ્યું છે.

મહા શિવરાત્રીના મેળાને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ મનાવવા માટે આ યુગલ ભવનાથ પહોંચ્યું

ભવનાથ : સનાતન ધર્મનો પ્રભાવ અને તેની ધાર્મિકતા હવે દેશ અને દુનિયાના સીમાડાઓ ઓળંગી રહી છે. જેનું ઉદાહરણ ભવનાથમાં આવેલું ઈટાલીનું એક યુગલ આપી રહ્યું છે. સનાતન ધર્મની પ્રભાવશાળી અસરો અને ધર્મ પ્રત્યેનો લગાવ ઈટાલીના આ યુગલને મહા શિવરાત્રીના મેળામાં ભવનાથ સુધી ખેંચી લાવ્યું છે. સનાતન ધર્મ સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત થયેલું આ યુગલ આજે ભગવા રંગે રંગાયેલું જોવા મળે છે.

સનાતન ધર્મ સંસ્કૃતિએ ઓળંગીયા વિશ્વના સીમાડાઓ : સનાતન ધર્મ સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ઈટાલીનું એક યુગલ ભારત પ્રવાસે આવ્યું છે. સનાતન ધર્મની અનુભૂતિ અને ખાસ શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓના શિવરાત્રીના મેળાનો ધાર્મિક અહેસાસ કરી શકે તે માટે ભવનાથ પહોંચ્યું છે. શિવરાત્રી સુધી ઈટાલીનું આ યુગલ ભવનાથમાં મુકામ કરી રહ્યું છે. સનાતન ધર્મને લઈને યુરોપિયન યુગલ આજે ખૂબ જ સ્વસ્થ અને આશાસ્પદ જોવા મળે છે. પાછલા વર્ષોના અનુભવ પછી સનાતન ધર્મને લઈને તેમનો જે અનુભવો છે. તે ખૂબ જ ધાર્મિક માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ હોવાને કારણે તેઓએ સનાતન ધર્મ પ્રત્યે પોતાનો લગાવ ધરાવે છે અને આજે એક સનાતની ધર્મના આસ્તિક તરીકે તેઓ ભવનાથમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો Mahashivratri 2022: મહાશિવરાત્રિમાં શિવલિંગની પૂજાનું છે વિશેષ મહત્વ, જાણો મહાશિવરાત્રિના પર્વ વિશે...

સનાતન ધર્મે માનસિક શાંતિનો કરાવ્યો અહેસાસ : ઇટાલીના યુગલની દિલ્હીથી સનાતન ધર્મની યાત્રા શરૂ થઈ હતી. જે હરિયાણા રાજસ્થાન પંજાબ હવે ગુજરાતમાં પ્રવેશી છે. ઇટાલીનું યુગલ સનાતન ધર્મ સંસ્કૃતિથી એટલું પ્રભાવિત થયું છે કે તેઓ સનાતન ધર્મને લઈને પોતાનો આધ્યાત્મિક અભ્યાસ ધાર્મિક યાત્રા થકી કરી રહ્યું છે. ભારતના સનાતન ધર્મથી પ્રભાવિત થઈને તેઓ આધ્યાત્મિક શાંતિનો અનુભવ પણ કરી રહ્યા છે. યુવાન વયે આત્માને ઓળખવાની જગ્યા પર અન્ય વિષયો પર પોતાની ક્ષમતાઓને વેડફી નાખી છે તેવો અનુભવ સનાતન ધર્મના આધ્યાત્મિકતાના વાતાવરણની વચ્ચે ઇટાલીનું આ યુગલ કરી રહ્યું છે. તેઓ ભારતની ધાર્મિક પરંપરાથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને આગામી મહાશિવરાત્રીના મેળામાં શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓની રવેડીને લઈને પણ તેઓ ખૂબ જ ઉત્સુકતાથી મહાપર્વની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો MahaShivaratri 2022 : આ 3 રાત છે ઘણી ખાસ, પહેલી છે મહાશિવરાત્રી, જાણો અન્ય બે વિશે

મહાશિવરાત્રીનો મેળો વિદેશીઓ માટે પણ ધાર્મિક અહેસાસનું માધ્યમ : મહાશિવરાત્રીના પાવનકારી મહાપર્વમાં પાછલા કેટલાક દસકાથી મોટી સંખ્યામાં વિદેશના પ્રવાસીઓ સનાતન ધર્મની આહલાદક અનુભૂતિ માટે આવી રહ્યા છે. ગત વર્ષે પણ યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં રશિયા, ફ્રાંસ, ઈટાલી, જર્મની અને ઇંગ્લેન્ડના પ્રવાસીઓ પણ સતત પાંચ દિવસ સુધી મેળામાં હાજર રહીને સનાતન ધર્મની આધ્યાત્મિકતાના ખૂબ જ નજીકથી દર્શન કરીને શિવની અનુભૂતિ સાથે ધર્મની મહત્તા અંગે આત્મસાધ થયા હતાં. ત્યારે આ વર્ષે ઈટાલીનું યુગલ સૌ પ્રથમ વખત સનાતન ધર્મનો અહેસાસ અને મહા શિવરાત્રીના મેળાને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ મનાવવા માટે ભવનાથ પહોંચ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.