ETV Bharat / state

Udan Service Keshod: વર્ષો બાદ કેશોદ એરપોર્ટ ધમધમતુ થશે, કેશોદથી મુંબઈ ઉડાન સેવાનો પ્રારંભ

author img

By

Published : Apr 16, 2022, 6:27 PM IST

વર્ષો પછી જૂનાગઢના કેશોદ વિમાન મથક પર વિમાન સેવાનો થયો (Keshod airport start)પ્રારંભ ઉડાન યોજના અંતર્ગત મુંબઈ કેશોદ વચ્ચે વિમાન સેવા શરુ થઈ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં કેશોદ મુંબઈ વચ્ચે ઉડાન સેવાનો પ્રારંભ થયો છે.

Keshod airport start: વર્ષો બાદ કેશોદ એરપોર્ટ ધમધમતુ થયું, કેશોદ થી મુંબઈ ઉડાન સેવાનો પ્રારંભ
Keshod airport start: વર્ષો બાદ કેશોદ એરપોર્ટ ધમધમતુ થયું, કેશોદ થી મુંબઈ ઉડાન સેવાનો પ્રારંભ

જૂનાગઢ: વર્ષો પછી જિલ્લાના કેશોદ એરપોર્ટ પર વિમાની સેવાનો પ્રારંભ થયો છે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની(Jyotiraditya Scindia) હાજરીમાં કેશોદ મુંબઈ વચ્ચે ઉડાન સેવાનો પ્રારંભ થયો છે. વર્ષો સુધી બંધ રહેલું કેશોદ એરપોર્ટ આજે ફરી( junagadh kesbod mumbai air service )એક વખત ઉડાન યોજના અંતર્ગત વિમાની સેવા થી ધમધમતું થયું છે. વિમાન સેવામાં જનાર યાત્રિકોને પણ ખૂબ ઉત્સાહ દર્શાવ્યો અને કેશોદ થી મુંબઈ તરફ જનાર પ્રથમ યાત્રાની તમામ ટિકિટ બુકિંગ પૂર્ણ થયું છે. આજે બપોરે 3:00 કલાકે કેશોદ મુંબઈ વચ્ચેની(Keshod Airport to Mumbai) વિમાની સેવા કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીની હાજરીમાં વિમાન સેવા પૂર્વવત બની છે.

ઉડાન યોજના

એક અઠવાડિયામાં ત્રણ વખત કેશોદ થી મુંબઈ તરફ વિમાન ભરશે ઉડાન - ઉડાન યોજના અંતર્ગત શરૂ થયેલી વિમાન(Keshod airport opening ) સેવા એક અઠવાડિયાના ત્રણ દિવસ માટે કેશોદ થી મુંબઈ તરફ ઉડાન ભરશે (udan yojana gujarat 2022)તેવી જ રીતે એક અઠવાડિયાના ત્રણ દિવસ મુંબઈ થી કેશોદ તરફ પણ ઉડાન ભરશે વર્ષો સુધી બંધ રહેલું કેશોદ વિમાન મથક આજે ફરી પૂર્વવત બન્યુ છે. ત્યારે વિમાની સેવા સાથે કેશોદ જોડાતા સૌરાષ્ટ્રની પર્યટન સર્કિટ છે તેમાં પણ વધારો થવાની શક્યતા વર્તાઈ રહી છે. કેશોદ થી સોમનાથ અને દીવ આ તરફ પર્યટન સ્થળ સાસણ અને ધાર્મિક સ્થળ જૂનાગઢ પણ નજીક છે આવા સંજોગોમાં ઉડાન સેવા અંતર્ગત વિમાન માર્ગે જોડાયેલું કેશોદ હવાઈ મથક પર્યટન કોરિડોર માટે પણ ખૂબ સારો સંકેત માનવામાં આવે છે. જેનું આજે ઉદ્ઘાટન ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.

ઉડાન યોજના
ઉડાન યોજના

આ પણ વાંચોઃ જૂનાગઢઃ કેશોદ એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટિલનું સ્વાગત કરાયું

અગાઉ કેશોદ વિમાન મથક પોરબંદર મુંબઇ સેવા સાથે સંકળાયેલું હતું - વર્ષોથી પોરબંદર, કેશોદ, દીવ અને મુંબઈ વિમાની સેવા સાથે જોડાયેલા હતા દૈનિક ધોરણે મુંબઈ થી દીવ, કેશોદ અને પોરબંદર અને ત્યાંથી સીધું મુંબઈ વિમાન માર્ગે દૈનિક ધોરણે જઈ શકાતું હતું. પરંતુ પાછલા પાંચેક વર્ષ પૂર્વે આ વિમાની સેવા બંધ કરી દેવામાં આવી છે જેને લઇને પોરબંદર કેશોદ અને દીવના યાત્રિકોને વિમાન માર્ગે મુંબઈ જવા માટે રાજકોટ સુધી જવાની ફરજ પડતી હતી. હવે ઉડાની યોજના અંતર્ગત કેશોદ ના વિમાન મથક થી મુંબઈ જવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ વિમાની સેવાઓ મળી રહે છે જેને લઈને ફરીથી આ વિસ્તાર ની પર્યટન સર્કિટને નવ જીવન મળવાના ઉજળા સંજોગો પણ સર્જાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ કેશોદ એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ, તમામ સુવિધાઓ પુર્ણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.