ETV Bharat / state

તેલંગાણા-આંધ્રપ્રદેશ સરકારની હિન્દુ વિરોધી નીતિઓને લઈને જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે આપ્યું આવેદન

author img

By

Published : Jan 23, 2020, 5:06 PM IST

તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકારો દ્વારા જે પ્રકારે હિન્દુ વિરોધી નીતિઓ અમલમાં મુકવામાં આવી છે. સાથે જ આ રાજ્યોમાં પાદરીઓ અને મૌલવીઓને રાજ્યના ખજાનામાંથી પગાર આપવામાં આવી રહ્યો હોવાનું જણાવી જૂનાગઢ જિલ્લા વિશ્વ દિન્દુ પરિષદે કલેકટરને આવેદન પત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.

Junagadh
જૂનાગઢ

જૂનાગઢ: તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે હિન્દુ વિરોધી નીતિઓ અમલમાં મુકવામાં આવી રહી છે તેમજ ધર્માંતરણ જેવી ગંભીર બાબતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ કરીને જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે આપ્યું આવેદન

સાથે જ આ બંને રાજ્ય સરકારો સામે આકરા પગલાં ભરવામાં આવે તેવું રાષ્ટ્રપતિને સંબોધીને રજૂ કરવામાં આવેલું આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકારો આવી ભેદભાવ ભરી નીતિ બંધ નહીં કરે તો વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.

Intro:જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્ય સરકારની નીતિઓની કાઢી ઝાટકણી


Body:તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકારો દ્વારા જે પ્રકારે હિંદુ વિરોધી નીતિનો અમલ કરીને સરકારો ચલાવવામાં આવી રહી છે તેમજ આ રાજ્યોમાં ધર્માંતરણ અને પાદરી તેમજ મોલવીઓને રાજ્યના ખજાનામાંથી પગાર આપવાનો વિરોધ કરતું આવેદનપત્ર આજે જૂનાગઢ જિલ્લા કલેકટરને આપીને વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ એ વિરોધ વ્યક્ત કર્યો હતો

વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ દ્વારા આજે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે હિન્દુ વિરોધી નીતિઓને આગળ ધપાવી રહી છે તેમજ ધર્માંતરણ જેવી ગંભીર બાબતોને પ્રોત્સાહન આપી રહી છે જેને લઈને આજે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ બંને રાજ્ય સરકારો સામે આકરા પગલાં ભરવામાં આવે તેવું રાષ્ટ્રપતિને સંબોધીને રજુ કરવામાં આવેલું આવેદનપત્ર આજે જૂનાગઢ જિલ્લા કલેકટરને આપીને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ વ્યક્ત કર્યો હતો

તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકારો મોલવી અને પાદરીઓને રાજ્યના ખજાના માંથી પગાર ચુકવી રહી છે તેનો પણ વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો રાજ્યના ખજાનામાંથી કોઈ ચોક્કસ ધર્મના લોકોને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે તેને પણ ગેર બંધારણીય ગણાવ્યો હતો અને આવી વ્યવસ્થા તાકીદે બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી જો આગામી દિવસોમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકારો આવી ભેદભાવ ભરી નીતિ બંધ નહીં કરે તો વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી








Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.