ETV Bharat / state

Junagadh News હૃદયને રક્ષણ આપતી મગફળીનું સંશોધન, જાણો કોણે કર્યું અને ક્યારે મળશે બિયારણરૂપે

author img

By

Published : May 12, 2023, 5:20 PM IST

જૂનાગઢના ભારતીય મગફળી અનુસંધાન કેન્દ્ર દ્વારા મગફળીની નવી ગિરનાર 4 અને 5 નામની મગફળી વિકસાવવામાં આવી છે. આનું બિયારણ આવતા વર્ષે મગફળીના ખેડૂતોને ઉપલબ્ધ થશે. ત્યારે ભારેમાત્રામાં ઓલિક એસિડ ધરાવતી મગફળી ખૂબ લાભદાયક માનવામાં છે.

Junagadh News  હૃદયને રક્ષણ આપતી મગફળીનું સંશોધન, જાણો કોણે કર્યું અને ક્યારે મળશે બિયારણરૂપે
Junagadh News હૃદયને રક્ષણ આપતી મગફળીનું સંશોધન, જાણો કોણે કર્યું અને ક્યારે મળશે બિયારણરૂપે

ભારેમાત્રામાં ઓલિક એસિડ ધરાવતી મગફળી

જૂનાગઢ: ભારતીય મગફળી અનુસંધાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા હૃદયને રક્ષણ આપતી અને ઓલીક એસિડની સર્વોત્તમ માત્રા ધરાવતી ગિરનાર ચાર અને પાંચ નામની મગફળીનું સંશોધન કરાયું છે. આગામી વર્ષે સંશોધિત કરેલી મગફળી ગુજરાતના ખેડૂતોને બિયારણ રૂપે મળતી થશે. ગુજરાતમાં ઉત્પાદિત થતાં અન્ય મગફળી બિયારણમાં ઓલિક એસિડનું પ્રમાણ 50 થી 60 ટકા જેટલું હોય છે ત્યારે ગિરનાર ચાર અને પાંચ નામની નવી સંશોધિત મગફળી ઓલિક એસિડના ભંડારરૂપે તૈયાર કરાઈ છે.

હૃદયને મગફળીથી મળશે રક્ષણ : જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા ચાર વર્ષના સંશોધન બાદ ગિરનાર ચાર અને પાંચ નામની સંશોધિત મગફળીનું બિયારણ રજૂ થયું છે. આ મગફળી વિશેષ રીતે તૈયાર કરાઈ છે. જેમાં 78 ટાક કરતાં પણ વધુ ઓલિક એસિડનું પ્રમાણ જોવા મળે છે. હૃદયને નુકસાન કરતા ખરાબ કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવા માટે ઓલિક એસિડ ખૂબ જ ઉપયોગી મનાય છે.

  1. Groundnut Cultivation Declined in Junagadh : ખરીફ સીઝનમાં મગફળીનું વાવેતર ઘટ્યું, ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યાં
  2. શરીર માટે ફાયદાકારક અને ગુણવત્તા યુક્ત મગફળીનું તેલ જૂનાગઢમાં નીકળી રહ્યું છે દેશી ઘાણીથી
  3. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિકસાવામાં આવી રહ્યા છે નાળીયેરીના હાઈબ્રિડ બિયારણ

આગામી વર્ષે રાજ્યમાં બનશે ઉપલબ્ધ : ભારતીય મગફળી અનુસંધાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા તૈયાર કરાયેલ ગિરનાર ચાર અને પાંચ મગફળીનું બિયારણ આવતા વર્ષે ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને ખરીફ પાક તરીકે ચોમાસાના વાવેતર માટે ઉપલબ્ધ થઈ શકે તેમ છે. સંશોધિત મગફળીનું બિયારણ ગુજરાત સહિત રાજસ્થાન આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ અને કર્ણાટક જેવા મગફળીનું વાવેતર કરતાં છ મહત્વના રાજ્યો માટે તૈયાર કરાયું છે. હાલ પ્રાથમિક તબક્કે ગુજરાત સિવાય અન્ય રાજ્યના સરકારી બીજ નિગમોમાં ગિરનાર ચાર અને પાંચ મગફળીનું બિયારણ વાવેતર માટે ઉપલબ્ધ કરાવાયું છે.

માગ જોઇ લેભાગુઓ સક્રિય : ભારતીય મગફળી અનુસંધાન કેન્દ્રના રાષ્ટ્રીય નિયામક દ્વારા જણાવાયું હતું કે આગામી વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારોના ખેડૂતોને ગિરનાર ચાર અને પાંચ સંશોધિત મગફળીનું બિયારણ મળશે તેને લઈને કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ખેડૂતોને ગેરમાર્ગે દોરવા અને લેભાગુ એગ્રો કંપની દ્વારા આ પ્રકારનું હલકી ગુણવત્તાનું બિયારણ તૈયાર કરીને ચોમાસા દરમિયાન ખેડૂતોને વાવેતર માટે કારસ્તાન થતા હોય છે. તેનાથી ખેડૂતોએ સાવધ રહીને ગિરનાર ચાર અને પાંચ સંશોધિત મગફળીનું બિયારણ વાવેતર માટે ખરીદી કરતા પૂર્વે પ્રયોગશાળામાં તેની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ વાવેતર કરવું જોઈએ.

મગફળીની ગુણવત્તાને ધ્યાને લઈને હાલ તેની ખૂબ જ ડિમાન્ડ જોવા મળે છે. પરંતુ રાજસ્થાન તેલંગાણા કર્ણાટક તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સાથે ગુજરાતના ખેડૂતોને બિયારણરૂપે આપી શકાય તે પ્રકારનું ઉત્પાદન હજુ સુધી થયું નથી. ગિરનાર ચાર અને પાંચ સંશોધિત મગફળીનું બિયારણ મળશે તેને લઈને કામ કરવામાં આવી રહ્યું છે. ડો. સંદીપકુમાર બેરા (ભારતીય મગફળી અનુસંધાન કેન્દ્રના રાષ્ટ્રીય નિયામક)


મગફળી અને તેની બનાવટોની સંગ્રહ ક્ષમતા વધુ : ડોક્ટર બેરાએ વધુમાં જણાવ્યું કે ગિરનાર ચાર અને પાંચ મગફળીની સંગ્રહ ક્ષમતા અન્ય મગફળી કરતાં દસ ગણી વધારે જોવા મળે છે. જેને કારણે આ પ્રકારની મગફળી પ્રોસેસિંગ હાઉસ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેનું બિયારણ હાલ છ રાજ્યોના સરકારી બીજ નિગમની સાથે રાષ્ટ્રીય બીજ નિગમને આપવામાં આવ્યું છે. વર્ષ 2024 બાદ ગિરનાર ચાર અને પાંચ સંશોધિત મગફળીનું બિયારણ ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ ઉપલબ્ધ બનશે.

આ મગફળી ખાદ્ય પદાર્થો માટે પણ ઉત્તમ : મગફળીમાં ઓલિક એસિડનું પ્રમાણ 78 ટકા કરતાં પણ વધારે જોવા મળે છે, જે ઓલીવ ઓઇલ કરતાં પણ વધુ માનવામાં આવે છે. આ પ્રકારની હાયોલિક મગફળીની માંગ ભારતની બહાર વિદેશના અનેક દેશોમાં પણ જોવા મળે છે. મગફળીમાંથી બનાવવામાં આવેલી ખાદ્ય ચીજવસ્તુઓ સાચવવાનું પ્રમાણ પણ અન્ય મગફળીમાંથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ કરતા 10ગણું વધી જાય છે. આ મગફળીમાંથી ખારી સિંગ બિસ્કીટ ચોકલેટ અને અન્ય નાસ્તાઓ પણ બનાવવા માટે સૂચવવામાં આવ્યું છે. જેમાંથી બનેલો નાસ્તો સામાન્ય મગફળી કરતા 10 ગણો વધારે સુરક્ષિત અને તેને સાચવવા માટે સરળ માનવામાં આવે છે. જેને કારણે પણ ગિરનાર ચાર અને પાંચ મગફળીની માંગ આવનારા વર્ષોમાં વિશ્વના દેશોમાં પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.