ETV Bharat / state

Holi 2023 : ઘણા વર્ષો બાદ હોળી અને ધૂળેટીના તહેવાર વચ્ચે દિવસનું અંતર

author img

By

Published : Mar 2, 2023, 4:07 PM IST

ઘણા વર્ષો બાદ હિન્દુ કેલેન્ડર, પંચાંગ મુજબ હોળી અને ધૂળેટીના તહેવાર વચ્ચે દિવસનું અંતર જોવા મળે છે. હોલિકાનો તહેવાર સોમવારને સાંજે 06 કલાક 54 મિનિટે પૂનમથી શરૂઆત થાય છે. ત્યારે બીજી બાજુ મંગળવાર સવારે નહીં પરતું સાંજે સાત વાગ્યા બાદ વિધિવત રીતે ધુળેટીનો તહેવાર શરૂ થાય છે.

Holi 2023 : ઘણા વર્ષો બાદ હોળી અને ધૂળેટીના તહેવાર વચ્ચે દિવસનું અંતર
Holi 2023 : ઘણા વર્ષો બાદ હોળી અને ધૂળેટીના તહેવાર વચ્ચે દિવસનું અંતર

તીથી અને નક્ષત્રની વચ્ચે સોમવારે મનાવાશે હોળીનો તહેવાર

જૂનાગઢ : સનાતન ધર્મ સંસ્કૃતિમાં ફાગણ મહિનાના સુદ પક્ષમાં આવતી પૂનમના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે હિન્દુ તિથિ અને પંચાંગ મુજબ 6 તારીખ અને સોમવારના દિવસે સાંજના 6 કલાક અને 54 મિનિટ બાદ પુનમ આવે છે. જેને કારણે પૂનમનો તહેવાર સોમવાર સાંજના સાત કલાકની આસપાસથી શરૂ થઈને મંગળવાર સાંજના સાત કલાક સુધી જોવા મળશે. આ સમય દરમિયાન એટલે કે સોમવારના સાંજે સાત કલાક બાદ કોઈપણ સમયે શુભ ચોઘડિયામાં હોળીનો તહેવાર મનાવવામાં આવશે. સાંજના સાત વાગ્યા બાદ ધાર્મિક વિધિ વિધાન સાથે હોલિકાને પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે. તે મુજબ આ વર્ષે હોલિકાની ધાર્મિક ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો : Holi 2023: હોળી માટે ગોબરની સ્ટીક તૈયાર કરવામાં આવી, નથી ફેલાતું કોઈ પ્રદુષણ

બુધવારે ઉજવાશે ધુળેટીનો તહેવાર : સનાતન ધર્મ સંસ્કૃતિ અને હિંદુ તિથિ પંચાંગ મુજબ હોલિકાના બીજા દિવસે ધુળેટીનો તહેવાર મનાવવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે તિથિ અને નક્ષત્રમાં થયેલા ફેરફારને કારણે હોલિકાનો તહેવાર સોમવાર સાંજે સાત કલાકથી શરૂ થાય છે. જેને કારણે મંગળવારે સવારે ધુળેટીનો તહેવાર મનાવવામાં નહીં આવે. મંગળવાર સાંજે સાત વાગ્યા બાદ વિધિવત રીતે ધુળેટીનો તહેવાર શરૂ થાય છે. જે રીતે હોળીના તહેવારનું મહત્વ સંધ્યાકાળ પછી હોય છે. તે રીતે ધુળેટીનું મહત્વ પણ સવારના સમય દરમિયાન હોય છે એટલે મંગળવારે સાંજના સાત વાગ્યા બાદ ધુળેટીનો તહેવાર શરૂ થશે તેની ઉજવણી બુધવારે સવારે કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat ST Bus: સુરતમાં ST વિભાગ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે

ઘણા વર્ષો બાદ હોળી અને ધૂળેટીના તહેવાર વચ્ચે દિવસનું અંતર : હિન્દુ તિથિ પંચાંગ અને ધાર્મિક લોક વાયકા તેમજ પરંપરા મુજબ પુનમના દિવસે હોળીને પ્રગટાવ્યા બાદ બીજા દિવસે સવારે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે સોમવારના સાંજના સાત કલાક બાદ વિધિવત રીતે પૂનમ બેસતી હોય છે. જેથી મંગળવારે સવારે ધુળેટીનો તહેવાર મનાવવામાં આવશે નહીં, પરંતુ ધુળેટીનો તહેવાર તિથિ અને નક્ષત્ર તેમજ પંચાંગ મુજબ બુધવારે સવારે ધાર્મિક આસ્થા અનુસાર મનાવવાની આ વર્ષે પરંપરા જોવા મળશે. સામાન્ય રીતે દિવાળી અને નવા વર્ષની વચ્ચે કેટલાક વર્ષો બાદ એક દિવસનું અંતર જોવા મળે છે. તે જ પ્રકારનું અંતર આ વર્ષે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ઘણા વર્ષો બાદ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.