ETV Bharat / state

કોરોનાના સંક્રમણમાં વધારોઃ જૂનાગઢ જિલ્લા પોલીસે શરૂ કર્યો કોરોના જન જાગૃતિ રથ

author img

By

Published : Nov 27, 2020, 11:03 PM IST

સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ પોલીસે નવતર અભિગમની શરૂઆત કરી છે. વિભાગીય પોલીસ અધિક્ષકની હાજરીમાં કોરોના જનજાગૃતિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફરીને લોકોને કોરોનાથી સાવચેતી અને જનજાગૃતિ ફેલાય તે અંગે માર્ગદર્શન આપશે.

corona
corona

  • જૂનાગઢ જિલ્લા પોલીસે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને શરૂ કર્યો નવતર અભિગમ
  • કોરોના જન જાગૃતિ રથનુ વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું
  • જનજાગૃતિ રથ શહેરમાં ફરીને લોકોને સાવચેતી અને સલામતી અંગે માર્ગદર્શન આપશે


જૂનાગઢઃ જૂનાગઢ પોલીસે નવતર અભિગમની શરૂઆત કરી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આજ શુક્રવારથી જનજાગૃતિ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ રથ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફરીને કોરોના સંક્રમણથી સાવચેતી અને સલામતી અંગે લોકોને માર્ગદર્શન પૂરું પાડશે. આ રથ જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં સતત 24 કલાક ફરીને લોકોને કોરોના સંક્રમણના ફેલાવવાથી દૂર રહેવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડશે.

જૂનાગઢ જિલ્લા પોલીસે શરૂ કર્યો કોરોના જન જાગૃતિ રથ
સતત વધી રહેલા કોરોનાને ધ્યાને રાખીને શરૂ કર્યો જન જાગૃતિ રથજૂનાગઢ પોલીસે શરૂ કરેલા કોરોના જન જાગૃતિ રથનો મુખ્ય ઉદ્દેશ લોકો કોરોના સંક્રમણથી સંક્રમિત ન થાય તેમજ મહામારીના સમયમાં કેવા પ્રકારની સલામતી અને સાવચેતી રાખવી જોઈએ તે અંગે ઓડિયો અને બેનરોના માધ્યમથી જૂનાગઢના લોકોને માર્ગદર્શિત કરશે. આ રથમાં મહામારીના સમયમાં કેવા પ્રકારની તકેદારીઓ અને સાવચેતી રાખવી જોઈએ તે અંગેનું તમામ સાહિત્ય સ્પષ્ટ રીતે લોકો જોઈ શકે તેવી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તેમજ જે લોકો વાંચી શકતા નથી તેવા લોકોને અવાજના માધ્યમથી પણ કોરોના સંક્રમણથી કઈ રીતે દૂર રહી શકાય તે અંગેની સચોટ અને પૂરતી માહિતી આ કોરોના જન જાગૃતિ રથ દ્વારા જૂનાગઢના લોકોને જિલ્લા પોલીસ દ્વારા આજથી પૂરું પાડવાની શરૂઆત કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.