ETV Bharat / state

જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપ લાઇનથી સમગ્ર વિસ્તાર સજ્જ કરવાની કામગીરી શરૂ

author img

By

Published : Sep 12, 2020, 1:40 PM IST

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભગીરથ વિકાસનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 500 કરોડ કરતાં વધુના કામોની જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી રાજ્યમાં આવેલી તમામ મહાનગરપાલિકાઓમાં એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાઓ ધરાવતી ન હતી. જેને લઇને રાજ્ય સરકાર અને મનપા દ્વારા અંદાજિત 300 કરોડ કરતાં વધુના ખર્ચે ભૂગર્ભ ગટર અને અંદાજિત 200 કરોડ જેટલા ખર્ચે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

etv bharat
જુનાગઢ કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપ લાઇનથી સમગ્ર વિસ્તાર સજ્જ કરવાની કામગીરી શરૂ

જૂનાગઢ: કોર્પોરેશન વિસ્તારમાં વિકાસના કામોની ભરમાર જોવા મળી રહી છે. શહેરમાં ગટર અને પીવાના પાણીને નવીનીકરણ અને તેની પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અંદાજીત 500 કરોડ કરતા વધુના ખર્ચે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારને ભુગર્ભ ગટર વ્યવસ્થા અને નિયમિત રીતે પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. જેને લઇને આગામી દિવસોમાં જૂનાગઢવાસીઓનું નવાબી કાળથી ચાલી રહેલા ગટરના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમજ પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર કરેલું પાણી નિયમિત રીતે મળી શકે તે માટેની વ્યવસ્થાઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

જુનાગઢ કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપ લાઇનથી સમગ્ર વિસ્તાર સજ્જ કરવાની કામગીરી શરૂ
થોડા દિવસો અગાઉ મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ગાંધીનગરથી જૂનાગઢ મહાનગરને ગટર વ્યવસ્થા આપવાની જાહેરાત કરી હતી. તે મુજબ જુનાગઢ કોર્પોરેશન વિસ્તારને આઠ જેટલા ઝોન ત્રણ ટીપી અને આઠ પંપીંગ સ્ટેશન સહિત કોર્પોરેશન વિસ્તારમાં 110 કિલોમીટર જેટલી લંબાઇની ગટરની પાઈપ લાઈન નાખવાનું આયોજન થઈ રહ્યું છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારને નવાબી કાળની ગટરમાંથી મુક્તિ મળી જશે.તો બીજી તરફ જુનાગઢ કોર્પોરેશન વિસ્તારને આનંદપુર વેલિંગ્ટન ડેમમાંથી તેમજ પાદરીયા નજીક બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ત્રણેય સ્થળોને પીવાના પાણીની પાઈપ લાઈન સાથે જોડીને આગામી દિવસોમાં જૂનાગઢના લોકોને પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર કરેલું પાણી મળી રહે તે દિશામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહી છે. જેને કારણે આગામી કેટલાક મહિનાઓમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા સાકાર બનતી જોવા મળશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.