ETV Bharat / state

Junagadh dipdo attack: બૃહદ ગીરમાં વન્ય પ્રાણીનો વધુ એક હિંસક હુમલો, 2વર્ષના બાળકને ઉતાર્યો મોતને ઘાટ

author img

By

Published : May 14, 2023, 9:10 AM IST

બૃહદ ગીરના હિંસક પ્રાણીઓ જાણે કે બાળકો માટે પ્રાણ ઘાતક બની રહ્યા હોય એક જ અઠવાડિયામાં તે પ્રકારનો ચોકાવનારો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. રાજુલા તાલુકાના કાતર ગામમાં બે વર્ષના બાળકનુ દીપડાના હુમલામાં મોત થતા જિલ્લામાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

Junagadh dipdo attack: બૃહદ ગીરમાં વન્ય પ્રાણીનો વધુ એક હિંસક હુમલો, 2વર્ષના બાળકને ઉતાર્યો મોતને ઘાટ
Junagadh dipdo attack: બૃહદ ગીરમાં વન્ય પ્રાણીનો વધુ એક હિંસક હુમલો, 2વર્ષના બાળકને ઉતાર્યો મોતને ઘાટ

જૂનાગઢ: બૃહદગીર વિસ્તારમાં હિંસક પ્રાણીઓનો હાહાકાર રોકાવાનુ નામ લેતુ જોવા મળતુ નથી. આજે દિપડાના હુમલામા વધુ એક માસુમ બાળકનુ મોત થયું છે. બૃહદ ગીર તરીકે જાણીતા રાજુલા તાલુકાના કાતર ગામમાં બે વર્ષના બાળકનુ દીપડાના હુમલામાં મોત થયું છે. પાછલા એક અઠવાડિયા દરમિયાન હિંસક પ્રાણીઓના હુમલાની આ ત્રીજી ઘટના છે. જેમાં ત્રણેય બાળકોના મોત થયા છે. બાળક રાત્રિના સમયે તેના ઘરમાં હતો એવા સમયે દીપડાએ ઘાત લગાવીને હુમલો કરીને બાળકને મોતને ઘાટ ઉતાર્યો છે.

સારવાર મળે તે પહેલા જ થયું મોત: રાત્રિના સમયે માલધારી પરિવારના બે વર્ષના માનવ નામના પુત્રનું દીપડો શિકાર કરવાને ઇરાદે ઘરમાંથી ઉઠાવી જતા પરિવારજનોએ ભારે કોલાહલ કર્યો હતો. જેની વચ્ચે દીપડાનો પ્રતિકાર કરતા થોડી દૂર દિપડો માનવને છોડીને જતો રહ્યો હતો. ગંભીર હાલતમાં ઘાયલ બાળકને પ્રથમ રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને ગંભીર ઈજા થઈ હોવાનું જણાવીને મહુવા સરકારી હોસ્પિટલ રીફર કર્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ જતા સમગ્ર ગીર વિસ્તારમાં ભારે ગમગીનીનું મોજું ફરી વળ્યું છે

એક જ અઠવાડિયામાં ત્રીજી ઘટના: બૃહદ ગીર વિસ્તારમાં એક અઠવાડિયામાં હિંસક પ્રાણીઓ દ્વારા બાળક પર હુમલો કરવાની આ ત્રીજી ઘટના છે ત્રણેય ઘટનામાં બે માસના બાળકથી લઈને ત્રણ વર્ષના બાળકનુ મોત થયું છે સાવરકુંડલા નજીક દીપડાના હુમલામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. લીલીયા નજીક ખારા ગામમાં બે માસના બાળકનુ મોત થયું હતું ત્યારે આજે આ બે ઘટનાના એક અઠવાડિયા બાદ ફરી એક વખત રાજુલાના કાતર ગામમાં દીપડાના હુમલામાં બે વર્ષ ના માનવ નામના માલધારી બાળકનુ મોત થયું છે

હુમલાની ત્રણેય ઘટના અલગ અલગ: સાવરકુંડલા નજીક દીપડાના હુમલા માં ત્રણ વર્ષના બાળક નુ મોત થયુ હતું આ બાળક ખેતરમાં ખુલ્લામાં સુઈ રહ્યો હતો તેનો દીપડાએ શિકાર કર્યો હતો લીલીયા તાલુકાના ખારા ગામમાં બકરાના શિકાર માટે આવેલી સિંહણે શિકાર નહીં મળતા માત્ર બે માસના બાળકને ફાડી ખાધું હતું ત્યારે આજે ફરી એક વખત કાતર ગામમાં દીપડાએ ઘરમાં ઘૂસીને બાળકનો શિકાર કર્યો છે ત્રણેય કિસ્સામાં હિંસક પ્રાણીઓની શિકારની વૃત્તિ અલગ અલગ જોવા મળે છે જે ખૂબ જ ચિંતાજનક માનવામાં આવે છે.

વન વિભાગે દીપડાને પકડવા હાથ ધરી કવાયત: વન વિભાગે બાળક પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારનાર દીપડાને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે ઘટના સ્થળ નજીક પાંજરા ગોઠવીને દિપડા ને પકડી પાડવા માટે વન વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે સાવરકુંડલા અને લીલીયા પંથકમાં હુમલામાં સામેલ સિંહણ અને દીપડાને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે ત્યારે વધુ એક હિંસક બનેલા દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા શરૂ કરાય છે.

આ પણ વાંચો:

Surat ransom case: લો બોલો, ડુપ્લિકેટ બોમ્બ બનાવી આખી શોપ ઉડાવી દેવાની ધમકી, જ્વેલર્સ પાસે સોનાની ખંડણી માંગી

Ahmedabad Crime: મિત્ર સાથે મળી આંગડિયા કર્મીએ કરાવી 50 લાખની ચિલઝડપ, આ રીતે ઉકેલાયો ભેદ..

Ahmedabad Crime: જો લાઈટબીલ બાકીનો કોલ આવે તો ચેતજો, નિવૃત આચાર્ય સાથે 68 લાખની ઠગાઈમાં 3 ભેજાબાજની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.