ETV Bharat / state

NDRFની ટીમ પણ કેશોદના સરોડ ગામે ન પહોંચી શકી, સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત

author img

By

Published : Sep 2, 2020, 10:15 AM IST

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઘેડપંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. મોટા ભાગના ઘેડ પંથકનો વાહનવ્યવહાર ખોરવાયો છે. લોકોની સલામતીની વ્યવસ્થા કરવાવાળુ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.

જૂનાગઢમાં વરસાદ
જૂનાગઢમાં વરસાદ

જૂનાગઢ: જિલ્લાના ઘેડપંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. મોટા ભાગના ઘેડ પંથકનો વાહનવ્યવહાર ખોરવાયો છે. લોકોની સલામતીની વ્યવસ્થા કરવાવાળુ તંત્ર નિષ્ફળ સાબિત થયું હોવાનો બનાવ સરોડ ગામે જોવા મળ્યો છે. ગામમાં ફરતે પાણી હોય, વાહન વ્યવહાર બંધ હોય, પગપાળા કરીને પણ ગામ બહાર નીકળી શકાય એમ ન હોય તેવા સમયે સરોડ ગામે એક વ્યક્તિ બિમાર થતા તે બેભાન અવસ્થામાં હોવાથી સારવાર અર્થે દવાખાને લઇ જઇ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી સરોડ ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ દ્વારા કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી.

તેમણે સમગ્ર વિગત કન્ટ્રોલ રૂમમાં આપી હતી અને તે બાદ NDRFની ટીમ સરોડ ગામે જવા રવાના થઇ હતી. NDRFની ટીમ પાડોદરથી સરોડ જવા આગળ વધી હતી પરતું સરોડ સુધી પહોંચી શકાય તેવી પરિસ્થિતિ ન હતી. જેથી NDRFની ટીમ પાડોદરથી પરત કેશોદ ગઇ હતી તો ગામજનોને સમયસર મદદ ન મળી શકી.

જૂનાગઢમાં વરસાદ
બીજા દિવસે સવારે ગ્રામજનો દ્વારા જીવના જોખમે દર્દીને ટ્રેક્ટરમાં સારવાર અર્થે કેશોદ લઇ જવામાં આવ્યો હતો. જોકે સમયસર સારવાર ન મળતા રસ્તામાં જ દર્દીનું મોત નિપજ્યું હોવાની આશંકા હતી. પરિવારજનોએ ખાનગી હોસ્પિટલ સુધી દર્દીને લઇ ગયા હતા. જોકે હોસ્પિટલમાં તબીબે પણ દર્દીને મૃત જાહેર કર્યો હતો. જે બાદ દર્દીના મોતથી તંત્ર સામે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાલ મૃતકના મૃતદેહને કેશોદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.