ETV Bharat / state

સમાન નાગરિક સંહિતા માટે બનાવેલ કમિટીને ધારાશાસ્ત્રીએ આ કારણોસર ઠેરવી ગેરકાનૂની

author img

By

Published : Oct 31, 2022, 5:45 PM IST

ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા માટે બનાવી કમિટી, જે છે સંપૂર્ણ પણે ગેરકાનૂની
ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા માટે બનાવી કમિટી, જે છે સંપૂર્ણ પણે ગેરકાનૂની

ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતાના (Uniform Civil Code) અમલ અંગે જે કમિટી (Uniform Civil Code Committee) રચવાની જાહેરાત કરી છે. જ્યારે કોઈ પણ કેન્દ્રીય કૃત કાયદામાં સંશોધન કરવું કે નવો કાયદો બનાવવો તેની સંપૂર્ણ સત્તા દેશની સંસદની છે. તેમ છતા ગુજરાત સરકારે કમિટી બનાવવાની જાહેરાત કરી છે. જે ખરેખર સંસદ દ્વારા પારિત કરાયેલા કાયદાને રાષ્ટ્રપતિ મંજૂરી આપ્યા બાદ તેનો અમલ થતો હોય છે

જૂનાગઢ ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતાના (Uniform Civil Code Constitution) અમલ અંગે જે કમિટી રચવાની જાહેરાત કરી છે. તેને જૂનાગઢના ધારાશાસ્ત્રી (Lawmaker from Junagadh) કિરીટ સંઘવી ગેરકાનૂની ગણાવી રહ્યા છે. કોઈ પણ કેન્દ્રીય કૃત કાયદામાં (Research in Centralized Law) સંશોધન કરવું કે નવો કાયદો બનાવવો તેની સંપૂર્ણ સત્તા દેશની સંસદની છે. સંસદ દ્વારા પારિત કરાયેલા કાયદાને રાષ્ટ્રપતિ મંજૂરી આપ્યા બાદ તેનો અમલ થતો હોય છે, ત્યારે સમાન નાગરિક સંહિતા પર ગુજરાત સરકારે જે કમિટી બનાવવાની જાહેરાત કરી છે. તે બિલકુલ ગેરકાનૂની અને ચૂંટણીલક્ષી હોવાનું સિનિયર ધારાશાસ્ત્રી જણાવી રહ્યા છે.

કોઈ પણ કેન્દ્રીય કૃત કાયદામાં સંશોધન કરવું કે નવો કાયદો બનાવવો તેની સંપૂર્ણ સત્તા દેશની સંસદ ની છે સંસદ દ્વારા પારિત કરાયેલા કાયદાને રાષ્ટ્રપતિ મંજૂરી આપ્યા બાદ તેનો અમલ થતો હોય છે ત્યારે સમાન નાગરિક સંહિતા પર ગુજરાત સરકારે જે કમિટી બનાવવાની જાહેરાત કરી છે

રાજ્ય સરકારની કમિટી ગેરબંધારણીય ગુજરાત સરકારે બે દિવસ પૂર્વે સમાન નાગરિક સંહિતાના અમલને લઈને કમિટી રચવાની જાહેરાત કરી છે. સમાન નાગરિક સંહિતા પર દેશની કોઈ પણ રાજ્ય સરકાર કમિટી ન બનાવી શકે તેવો મત જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ વ્યક્ત કર્યો છે. ભારતીય બંધારણના ભાગ ચારના માર્ગદર્શક સિદ્ધાંતમાં આ પ્રકારના કાયદાને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ આવા કાયદામાં ફેરફાર કરવો કે કોઈ પણ કાયદો નવો બનાવવો તેની સંપૂર્ણ અને એક માત્ર સતા દેશની સંસદને છે. સંસદનું ઉપલું અને નીચલું ગૃહ પૂર્ણ બહુમતીના આધારે નવો કાયદો કે કાયદામાં સંશોધનના પ્રારુપને રાષ્ટ્રપતિ સમક્ષ અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવે છે.

કમિટી બનાવવાનો અધિકાર કોઈ પણ રાજ્ય સરકારને નથી રાષ્ટ્રપતિની સંબંધીત નવા કાયદા કે કાયદામાં કરવામાં આવેલા સંશોધનને અનુમતિ આપ્યા બાદ જેતે નવો કાયદો કે કાયદામાં થયેલું સંશોધન બંધારણીય રીતે અમલમાં આવે છે. ત્યારે ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા અંગે જે કમિટી બનાવી છે. તે બિલકુલ ગેરબંધારણીય છે. આવી કમિટી બનાવવાનો અધિકાર દેશની કોઈ પણ રાજ્ય સરકારને બંધારણીય રીતે પ્રાપ્ત થયો નથી. તે માટે રાજ્ય સરકારની આ પ્રકારની જાહેરાત ખૂબ જ ગેરકાનૂની મનાઈ રહી છે.

કમિટીની રચના સંપૂર્ણપણે ગેર બંધારણીય સમાન નાગરિક સંહિતાના અમલને લઈને જે કમિટીની ( Uniform Civil Code Committee) જાહેરાત રાજ્ય સરકારે કરી છે. તે સંપૂર્ણપણે ગેર બંધારણીય હોવાનું જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ કહ્યું છે કે, કોઈપણ કમિટી બનાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોતી જ નથી. કાયદો બનાવવાની સત્તા દેશની સંસદ પાસે છે. જેથી કાયદાને લઈને કોઈ કમિટી બનાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે કઈ રીતે આવી શકે તે હાસ્યાસ્પદ લાગે છે. રાજ્ય સરકારની કમિટી બનાવવા પાછળની મનસા આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને હિન્દુ મતોના એકત્રીકરણ કરવાથી વિશેષ નહીં હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.

કમિટીની જાહેરાત કરે તે ચૂંટણી લક્ષી છે વધુમાં સમગ્ર દેશમાં 12 કરતાં વધુ રાજ્યોમાં ભાજપની સરકાર છે. ત્યારે ચૂંટણીના સમયે એક માત્ર ગુજરાતમાં રાજ્ય સરકાર આવી કમિટીની જાહેરાત કરે તે ચૂંટણી લક્ષી છે. હિન્દુ મતોના ધ્રુવીકરણ કરવા સિવાય આ કમિટીનો કોઈ ઉદ્દેશ નહીં હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. વધુમાં તેઓ કહી રહ્યા છે કે રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા પર જે કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. તે ભારતના કાયદા અને બંધારણની વિરુદ્ધનું કૃત્ય (An act against the laws and constitution of India) પણ માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.