ETV Bharat / state

કપરાડા નજીક હાઇવે પરથી કન્ટેનરમાંથી 50 મૃત ગૌવંશ મળી આવતા ચકચાર

author img

By

Published : Sep 2, 2022, 6:16 AM IST

વલસાડ બુધવાર રાત્રી દરમ્યાન પોલીસ ચેકપોસ્ટ કપરાડા પાસે વાહન ચેકિંગ થઇ રહ્યું હતું. તે દરમિયાન હોટલ અકસા પાસે રવિ ઓટો ગેરેજ સામે એક કન્ટેનર આવતા પોલીસને જોઈને એક કન્ટેનર ચાલક વાહન ચાલુ રાખીને ફરાર થઇ ગયો હતો. પોલીસે બંધ કન્ટેનર ખોલતા અંદર 50 જેટલા ગૌવંશ મૃત હાલતમાં મળી આવ્યા હતા. Dead Cow Container Caught, Police Checkpost Kaprada, Vehicle checking post near Kaprada

કપરાડા નજીક હાઇવે પરથી કન્ટેનરમાંથી 50 મૃત ગૌવંશ મળી આવતા ચકચાર
કપરાડા નજીક હાઇવે પરથી કન્ટેનરમાંથી 50 મૃત ગૌવંશ મળી આવતા ચકચાર

વલસાડ બુધવાર રાત્રી દરમ્યાન પોલીસ ચેકપોસ્ટ કપરાડા પાસે (Police Checkpost Kaprada) વાહન ચેકિંગમાં હતી ત્યારે પોલીસને જોઈ એક કન્ટેનર ચાલક વાહન ચાલુ રાખીને ફરાર થઈ જતા પોલીસની શંકા વધી પ્રબળ બની અને વાહનમાં તપાસ કરતા અત્યંત દુર્ગંધ મારતા 50 જેટલા મૃત ગૌવંશ કન્ટેનરમાંથી (Dead cattle found in container near Kaprada) મળી આવ્યા હતા.

ગેરકાનૂની પ્રવૃત્તિ કપરાડા નાસિક હાઇવે

કપરાડા નાસિક રોડ પર ચેકપોસ્ટ પર રાત્રે પોલીસ ચેકિંગમાં હતી સામાન્ય રીતે રાત્રી દરમ્યાન ગેરકાનૂની પ્રવૃત્તિ કપરાડા નાસિક હાઇવે (Illegal activity near Kaprada Nashik Highway) પર વધુ જોવા મળે છે. જેને ડામવા માટે મુકવામાં આવેલી ચેક પોસ્ટ પર રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા આવતા જતા વાહનો ઉપર વાહન ચેકીંગ (Vehicle checking post near Kaprada) કરવામાં આવે છે, ત્યારે બુધવારે રાત્રે હોટલ અકસા પાસે રવિ ઓટો ગેરેજ સામે એક કન્ટેનર આવતા પોલીસને જોઈ કન્ટેનર ચાલક કન્ટેનર મૂકી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો ઉપલેટામાં લમ્પી વાયરસના 50 કરતા વધારે કેસ, વેક્સીનની વ્યવસ્થા અંગે તંત્ર ગયું ખાડે

ચેકપોસ્ટ પર હાજર પોલીસ કર્મીઓ ચોંકી ઉઠ્યા રાત્રે 12 વાગ્યાની આસપાસમાં ચેકપોસ્ટ પર હાજર ASI પ્રવીણભાઈ, અમરતભાઈ, હેડ કોન્સ્ટેબલ હરિભાઈ, તેમજ PSIએ એચ ગામીતની હાજરીમાં અચાનક કન્ટેનર ચેકપોસ્ટ નજીક આવી ચાલક કન્ટેનર ચાલુ હાલતમાં છોડીને મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે બંધ કન્ટેનર ખોલતા અંદર 50 જેટલા ગૌવંશ મૃત હાલતમાં મળી (Dead Cow Container Caught by the Police) આવ્યા હતા. જેને જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.

50 બળદ ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા મૃત ગૌવંશને ક્રૂરતા પૂર્વક ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા તેમજ ઘણા દિવસો થઈ ચૂક્યા હોય. બળદો મૃત હાલતમાં (Cows and bulls in dead condition) હોવાથી કન્ટેનર નજીક અસહ્ય દુર્ગંધ પણ આવતી હતી. જોકે તેમ છતા પોલીસ કર્મચારીઓએ તમામને ગણતરી કરવા બહાર કાઢી ગણતરી કરી હતી. આ સાથે જ વેટરનીટી ડોકટરો બોલાવી સ્થળ પોસ્ટમોર્ટમ (Veterinary doctors to perform Post Mortems) કરવામાં આવ્યું હતું. જેને લઈને અંતિમ વિધિ હાથ ધરાઈ હતી.

50 મૃત ગૌવંશ ભરેલી કન્ટેનર અહીં સુધી પહોંચ્યું કઈ રીતે તે મોટો સવાલ રાજસ્થાન પાસિંગનું કન્ટેનરમાં 50 મૃત ગૌવંશ ભરેલ હોય જે અહીં સુધી પહોંચ્યું કઈ રીતે? માર્ગમાં અનેક પોલીસ ચેકપોસ્ટ, અનેક ટોલ નાકા આવે છે. છતાં તે ક્યાંય કોઈના હાથમાં કેમ ન આવ્યું? વળી તે આ ગૌવંશ લઈને ક્યાં જઈ રહ્યું હતું. તે અંગે હજુ પણ સવાલો અકબંધ છે.

પોલીસે તપાસ કરતા નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું પોલીસે સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા પ્રાથમિક તપાસ કરતા કન્ટેનરની બન્ને નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે કન્ટેનર ચાલક કન્ટેનર માલિક સામે પણ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો લમ્પીનો કાળો કહેર : હજારો પશુઓ સારવાર હેઠળ, 49,000થી વધુ પશુઓની કરાઈ સારવાર

હોમગાર્ડ અને GRDના જવાનો મૃત ગૌ વંશને કન્ટેનરમાંથી બહાર કાઢવા કોઈ સામાજિક કાર્યકરો આગળ ન આવતા આખરે હોમગાર્ડના જવાનો આગળ આવ્યા કન્ટેનરમાંથી મળી આવેલા 50 જેટલા મૃત ગૌવંશની બહાર કાઢવા માટે કોઈ તૈયાર ન હતું. કારણ કે અસહ્ય દુર્ગંધ આવતી હોવાને લઈને ત્યાં નજીક જવું પણ ખૂબ દુષ્કર બની ગયું હતું. જેના કારણે કોઈ વ્યક્તિ કન્ટેનરમાંથી 50 જેટલા મૃત બળદોને બહાર કાઢવા આગળ ન આવતા આખરે હોમગાર્ડ અને GRDના જવાનો દ્વારા આગળ આવીને આ કામગીરી કરવામાં આવી હતી. હાલ તો પોલીસે IPCની કલમો 429, 465,468,467,471,120(બી) અને પ્રાણી ક્રૂરતા નિવારણ અંગેની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.