ETV Bharat / state

કેશોદ બેઠક પર જામશે ચતુષ્કોણીય જંગ, ભાજપના જ પૂર્વ MLAએ ભાજપ સામે મોરચો માંડ્યો

author img

By

Published : Nov 28, 2022, 9:26 AM IST

જૂનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભા બેઠક (Keshod Assembly Constituency) પર આ વખતે ચતુષ્કોણીય જંગ જોવા મળશે. આ બેઠક પર ભાજપે પોતાના ઉમેદવારને રિપીટ કર્યા છે. જ્યારે અહીંના જ ભાજપના પૂર્વ ધારાસભ્ય હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પહેલી વખત ચૂંટણી (Gujarat Election 2022) લડી રહ્યા છે. તેમ જ કૉંગ્રેસે પણ પોતાના મજબૂત ઉમેદવારને ટિકીટ આપી છે.

કેશોદ બેઠક પર જામશે ચતુષ્કોણીય જંગ, ભાજપના જ પૂર્વ MLAએ ભાજપ સામે મોરચો માંડ્યો
કેશોદ બેઠક પર જામશે ચતુષ્કોણીય જંગ, ભાજપના જ પૂર્વ MLAએ ભાજપ સામે મોરચો માંડ્યો

જૂનાગઢ રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં (Gujarat Election 2022) અનેક બેઠકો એવી છે, જ્યાં ત્રિપાંખિયો નહીં પરંતુ ચતુષ્કોણીય જંગ જામશે. આવી જ એક બેઠક છે કેશોદ વિધાનસભા (Keshod Assembly Constituency) બેઠક. અહીંથી વર્તમાન ધારાસભ્ય ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તો અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના પૂર્વ ધારાસભ્ય ચૂંટણી જંગમાં જોવા મળે છે. પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારની સાથે કૉંગ્રેસના હીરાભાઈ જોટવાએ (Hirabhai Jotwa Congress Candidate For Keshod) દાવેદારી નોંધાવી છે. ત્યારે ઘણા વર્ષો બાદ આ બેઠક રાજકીય યુદ્ધમાં ચતુષ્કોણીય જંગ તરીકે ઓળખાઈ રહી છે.

કેશોદ બેઠકના તમામ 4 ઉમેદવારો જીતને લઈને આશાવાદી

કેશોદ બેઠકના તમામ 4 ઉમેદવારો જીતને લઈને આશાવાદી જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી કેશોદ વિધાનસભા બેઠક (Keshod Assembly Constituency) પર રાજકીય ચતુષ્કોણ સમો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. કેશોદ બેઠક પરથી ભાજપના દેવાભાઈ માલમ (Junagadh Devabhai Malam BJP Candidate), કૉંગ્રેસના હીરાભાઇ જોટવા (Hirabhai Jotwa Congress Candidate For Keshod) આમ આદમી પાર્ટીના રામજીભાઈ ચુડાસમા (Ramjibhai Chudasama AAP Candidate For Keshod) અને અહીંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતરેલા અરવિંદ લાડાણી કેશોદ બેઠક (Keshod Assembly Constituency) જીતવાને લઈને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ઉમેદવારો રણનીતિ બનાવવામાં વ્યસ્ત તો આગામી પહેલી તારીખે મતદાન હાથ ધરાશે. ત્યારે ચારેય ઉમેદવારો તેમના તરફથી મતદારોને આકર્ષિત કરવા ચૂંટણી રણનીતિમાં વ્યસ્ત બન્યા છે. અહીંથી રાજ્ય સરકારના પ્રધાન દેવાભાઈ માલમ (Junagadh Devabhai Malam BJP Candidate) સાથે ભાજપનું કદ પણ પરિણામો બાદ સામે આવશે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતાને કેટલા કદાવર સાબિત કરી શકશે. તે ચૂંટણી પરિણામો બાદ મતદારો જાણી શકશે. સૌની વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ ચુડાસમા (Ramjibhai Chudasama AAP Candidate For Keshod) અને કોંગ્રેસના હીરાભાઇ જોટવા પોતે ધારાસભા નો જંગ જીતશે તેવો આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે

તમામ ઉમેદવારો તેમના કરેલા કામોને લઈને મતદારોની વચ્ચે કેશોદ બેઠકના (Keshod Assembly Constituency) વર્તમાન ધારાસભ્ય અને સરકારમાં રાજ્યપ્રધાન દેવાભાઈ માલમ (Junagadh Devabhai Malam BJP Candidate) કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે પાછલા 5 વર્ષમાં તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામો ને લઈને મતદારોની વચ્ચે જઈ રહ્યા છે. બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આઝાદી બાદ કૉંગ્રેસ દ્વારા દેશમાં કરવામાં આવેલા કામોને લઈને મતદારોની વચ્ચે જોવા મળે છે.

AAPના ઉમેદવાર ભાજપ-કૉંગ્રેસની નિષ્ફળતા બતાવશે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ ચુડાસમા (Ramjibhai Chudasama AAP Candidate For Keshod) ભાજપ અને કોંગ્રેસની સરકારો એ ગુજરાતને આપેલી નિષ્ફળતા તેમજ પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સફળતાને મતદારો સમક્ષ મૂકીને મત ની માંગ કરી રહ્યા છે તો અહીંથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા અરવિંદ લાડાણી વર્ષ 2012 થી 17 દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને લઈને મતદારો વચ્ચે જતા જોવા મળે છે

જ્ઞાતિ-જાતિ નું સમીકરણ એકમાત્ર જીતનો મંત્ર જ્ઞાતિ-જાતિનું સમીકરણ આ વખતે કેશોદ વિધાનસભાના (Keshod Assembly Constituency) પરિણામો પર એક માત્ર અસરકારક પરિબળ તરીકે ઉભરી રહ્યું છે. કોળી બહુલીક મતદારો ધરાવતી કેશોદ વિધાનસભા બેઠક પર પાટીદાર, દલિત, લઘુમતી અને આહીર મતોના ધ્રુવીકરણને કારણે કોઈ પણ રાજકીય પક્ષને આંચકાજનક પરિણામ માટે તૈયાર રહેવું પડશે તેવું રાજકીય ચતુષ્કોણના જંગ સમયે સામે આવી રહ્યું છે.

સમીકરણો ભાગ ભજવશે પ્રથમ વખત આહીર, પાટીદાર અને કોળી ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, જેના કારણે કોઈ પણ પક્ષના ઉમેદવાર પોતાની જીત ચોક્કસ થશે તેવો આત્મવિશ્વાસ અને ખુમારી સાથે દાવો કરી શકે તેમ નથી. આના કારણે કેશોદ વિધાનસભા બેઠકનું (Keshod Assembly Constituency) પરિણામ જાહેર થયા બાદ રાજકીય ચોગઠાંને ઉલટાપૂલટા કરનારા પરિણામોનું પોસ્ટમોર્ટમ ચોક્કસ થશે. હાર અને જીત પાછળ વર્તમાન ઉમેદવારોના જ્ઞાતિજાતિના સમીકરણો પણ ચોક્કસ અને નક્કર ભાગ પણ ભજવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.