ETV Bharat / state

GSEB SSC Result 2022: ધોરણ 10નું પરિણામ જાહેર, આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં સર્વોત્તમ પરિણામ મેળવ્યું

author img

By

Published : Jun 6, 2022, 5:05 PM IST

GSEB SSC Result 2022: ધોરણ 10નું પરિણામ જાહેર, આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં સર્વોત્તમ પરિણામ મેળવ્યું
GSEB SSC Result 2022: ધોરણ 10નું પરિણામ જાહેર, આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં સર્વોત્તમ પરિણામ મેળવ્યું

આજે ધોરણ 10નું પરિણામ જાહેર (GSEB SSC Result 2022)થયું છે. જેમાં જૂનાગઢ શહેરની ખાનગી શાળાના 10 કરતા વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં ફ્રુટ વેચીને ઘરનું ગુજરાન કરતા લાખાણી પરિવારની આસ્તા A1 ગ્રેડ મેળવવાની સાથે સંસ્કૃત વિષયમાં 100 માંથી 99 ગુણ પ્રાપ્ત કર્યા છે.

જૂનાગઢઃ આજે ધોરણ 10 શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર (Standard 10 result declared)થયું છે. પરિણામમાં જૂનાગઢની ખાનગી સ્કૂલના દસ કરતાં વધુ વિદ્યાર્થીઓને A વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન સહીત મોટાભાગના વિષયોમાં ખૂબ સારા ગુણાકો પ્રાપ્ત કર્યા છે. સરસ્વતિ સ્કૂલમાં અભ્યાસ કરતા મોટા ભાગના સામાન્ય અને (SSC 10th Result 2022)ગરીબ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓએ ખૂબ ઉજ્જવળ દેખાવ કર્યો છે.

પરિણામ

આ પણ વાંચોઃ GSEB SSC Result 2022: ધોરણ 10માં સમિધા પટેલ સાયકલિંગ સાથે ઉત્કૃષ્ટ પરિણામ

10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં આવ્યા - આર્થિક રીતે સદ્ધરતા તેમજ સાધન-સંપન્ન ન હોવા છતાં પરિણામમાં યોગ્ય અને સચોટ મહેનત કરવાથી ધાર્યું અને સર્વોત્તમ પરિણામ મેળવી શકાય છે તેવું આદર્શ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. આ 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ એક પણ પ્રકારના ખાનગી ટ્યુશનમાં જોડાયા વગર શાળાના શૈક્ષણિક કાર્ય અને ઘરે તેમનાથી થતી મહેનત કરીને પરિક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. શાળાના સંચાલક પ્રદિપ ખીમાણીએ પણ ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ GSEB SSC Result 2022: ધોરણ 10નું પરિણામ જાહેર, આ વર્ષના પરિણામમાં છે, પહેલાના પરિણામ કરતા તફાવત

આસ્તાએ મેળવ્યા સંસ્કૃતમાં 99 ગુણ - આ ધોરણ 10ના પરિણામમાં જ્વલંત સફળતા મેળવનાર લાખાણી આસ્તાએ સંસ્કૃત વિષયમાં 99 ગુણાંક મેળવ્યા છે. આસ્તાના પિતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફ્રુટનો વેપાર કરે છે. સામાન્ય પરિવારમાંથી આવતી આસ્તાએ સંસ્કૃતમાં 99 ગુણાક મેળવવાની સાથે સમગ્ર પરિણામમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આટલું સારું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ મોટાભાગે સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવીને તેમના જીવનમાં ઉપયોગી વિષય પસંદ કરીને ધોરણ 11 માં પ્રવેશ મેળવશે પરંતુ જે પ્રકારે સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ ફરી એક વખત કોઈ પણ પ્રકારના ખાનગી ટ્યૂશન વગર જે ઉજ્જવળ દેખાવ કર્યો છે તે ધન્યવાદને પાત્ર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.