ETV Bharat / state

Junagadh Rain: જૂનાગઢ જળબંબોળ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, 3 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ

author img

By

Published : Jul 22, 2023, 5:40 PM IST

Updated : Jul 22, 2023, 10:34 PM IST

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. 3 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર થઈ છે. ભારે વરસાદને પગલે વાહનો તણાયા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. ઉત્તરાખંડમાં જેવી તબાહી મચી હતી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Etv Bharat
Etv Bharat

જૂનાગઢ જળબંબોળ

જૂનાગઢ: જૂનાગઢની હાલત ખૂબ જ ગંભીર બની છે. ત્યારે માત્ર બે કલાકમાં જ મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક કાર-બાઈક, કેબિનો રેકડીઓ તણાઈ રહી છે. લોકોનાં મકાનમાં પણ પાણી ઘૂસી ગયાં છે. જૂનાગઢમાં અતિભારે વરસાદ કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા છે. ભેંસ અને તેના બચ્ચા તણાતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

બે કલાકમાં જ મેઘરાજાએ કહેર વર્તાવ્યો

કેટલો પડ્યો વરસાદ?: આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદને પગલે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હતો. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું ગયું હતું. જેના પગલે જૂનાગઢમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું.

ગિરનાર અને દાતર પર્વત ઉપર વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે

કારો તણખલાની જેમ તણાઇ: ધોધમાર વરસાદને પગલે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે તેમાં અનેક કારો તણખલાની જેમ તણાઇ રહી છે. જેની તસવીરો જોતાં જ જૂનાગઢમાં વરસાદે સર્જેલી સ્થિતિનો કયાસ લગાવી શકાય છે. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જમીન ત્યાં જળ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે વહી રહી છે. ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે.

વાહનોને નુકસાન
વાહનોને નુકસાન

ઘરની બહાર ન નીકળવા સૂચના: જૂનાગઢમાં ભારે વરસાદના પગલે જિલ્લા પોલીસ વડાએ લોકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરી છે. ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે. તેમજ જૂનાગઢ શહેરના રસ્તાઓમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં હોય તો પોલીસનો સંપર્ક કરે તેવું જણાવ્યું છે.

  1. Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા 1982ની હોનારત જેવા દ્રશ્યો સર્જાયા
  2. Cloudburst in Junagadh: જૂનાગઢમાં વરસાદે તોડ્યાં તમામ રેકોર્ડ, જનજીવનને ભારે અસર
Last Updated : Jul 22, 2023, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.