ETV Bharat / state

ગીરના જંગલ બહાર સાવજોનું પરિભ્રમણ : જુઓ અત્યાર સુધી જંગલના રાજાની લટાર પર વિશેષ અહેવાલ

author img

By

Published : Dec 11, 2020, 6:40 PM IST

Updated : Dec 11, 2020, 7:13 PM IST

gir
ગીર

ગીરના સિંહો 140 કિ.મી કરતા પણ વધુનું અંતર કાપીને છેક રાજકોટ સુધી પહોંચ્યા છે. ત્યારે ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જના 3 સિંહો આટલું મોટું અંતર કાપીને રાજકોટ જિલ્લામાં જોવા મળી રહ્યા છે. અગાઉના વર્ષમાં ગીરના સિંહો ભાવનગર, દીવ, જામનગર અને પોરબંદર વિસ્તારમાં જોવા મળ્યા હતા. ત્યારે ગીરના સાવજો વધુ એક જિલ્લામાં સમયાંતરે જોવા મળી રહ્યા છે.

  • ગીરના સિંહોના સ્થળાંતરનો વધુ એક કિસ્સો આવ્યો સામે
  • ગીરના સિંહો 140 કિ.મી જેટલું અંતર કાપીને રાજકોટમાં જોવા મળ્યા
  • રાજકોટ પહોંચેલા સિંહોને લઇને તારણ કાઢવું મુશ્કેલીભર્યું

જૂનાગઢ : ગીરના સિંહો 140 કિ.મી કરતા પણ વધુનું અંતર કાપીને છેક રાજકોટ સુધી પહોંચ્યા છે. ત્યારે ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જના 3 સિંહો આટલું મોટું અંતર કાપીને રાજકોટ જિલ્લામાં જોવા મળી રહ્યા છે. અગાઉના વર્ષમાં ગીરના સિંહો ભાવનગર, દીવ, જામનગર અને પોરબંદર વિસ્તારમાં જોવા મળ્યા હતા. ત્યારે ગીરના સાવજો વધુ એક જિલ્લામાં સમયાંતરે જોવા મળી રહ્યા છે.

ગીરના જંગલ બહાર સાવજોનું પરિભ્રમણ : જુઓ અત્યાર સુધી જંગલના રાજાની લટાર પર વિશેષ અહેવાલ

ગીરના સિંહો વટાવી રહ્યા છે, ગીરના સીમાડાઓ, ચોટીલા બાદ રાજકોટ જિલ્લામાં 3 સિંહો જોવા મળ્યા

ગીરના સિંહો ગીરના સીમાડાઓ વટાવીને 140 કિ.મી જેટલું અંતર કાપીને રાજકોટ જિલ્લામાં જોવા મળી રહ્યા છે. રાજકોટ સુધી પહોંચેલા 3 સિંહ ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જના હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલાને લઈને મુખ્ય વન્ય સંરક્ષક પ્રાણી વર્તુળ ડૉ.વસાવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યાં હતાં. તેના પરથી રાજકોટ પહોંચેલા સિંહોની ઓળખ થઇ રહી છે. આ સિંહો અહીં કેટલો સમય વિતાવે તે અધિકારીઓ પણ સમજી શકતા નથી.

ભૂતકાળમાં સિંહો ક્યાં જિલ્લા અને વિસ્તારોમાં જોવા મળ્યા હતા તે વિશે જાણો...

  • સિંહોનું સતત સ્થળાંતર થતું જોવા મળી રહ્યું છે. ત્યારે વર્ષ 1994માં જામવાળા અને ઉના તરફના 3 સિંહો છેક સંઘ પ્રદેશ દીવમાં જોવા મળ્યા હતા. જેને વન વિભાગ દ્વારા પરત તેમની રેન્જમાં લઇ જવામાં આવ્યા હતા.
  • ત્યારબાદ જામનગર જિલ્લામાં પણ સિંહોની હાજરી જોવા મળી હતી. પરંતુ અહીં તેઓ કેટલો સમય રોકાયા હતા, તેને લઈને કોઈ પુરાવાઓ મળતા નથી.
  • બે મહિના પહેલા પણ ગીરનો એક સાવજ છેક ચોટીલા નજીક જોવા મળ્યો હતો. જેની વન વિભાગના કર્મચારીઓ સતત હાજર રહીને સિંહના સ્થળતરને લઈને માહિતી એકત્ર કરી રહ્યા હતા. બાદમાં આ સિંહ ફરીથી તેના લોકેશન તરફ પરત ફર્યો હતો.
  • થોડા દિવસો પહેલા પોરબંદરના માધવપુરમાં પણ સિંહો જોવા મળ્યા હતા.
  • આ પહેલા કેશોદ નજીક પણ સિંહોએ દેખા દીધી હતી
  • ત્યારે રાજકોટ જિલ્લાના વિસ્તરોમાં પણ જંગલના રાજાએ લટાર મારી હતી.

સ્થળાંતર કરી રહેલા સિંહો ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જના

ગીર પૂર્વની સરસીયા રેન્જ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી જોવા મળે છે. જેને કારણે આ રેન્જમાં સિંહોની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. થોડા વર્ષ પૂર્વે લીલીયાને સરસીયા રેન્જમાંથી દૂર કરીને પાલીતાણા રેન્જમાં મુકવામાં આવ્યું હતું. લીલીયા બીટમાં પણ સિંહોની સંખ્યા સતત વધી રહી છે. પાછલાં કેટલાંક વર્ષોમાં જે સિંહોએ સ્થળાંતર કર્યું છે, તે મોટા ભાગે ગીર પૂર્વની સરસીયા રેન્જના હોવાનું બહાર આવ્યું છે.

સિંહોનું સ્થળાંતર કુદરતી અને તેના જીવનચક્રનો એક ભાગ

આ સિંહો સમયાંતરે સ્થાળાંત્તર કરતા જોવા મળ્યા છે. હાલ ગીર વિસ્તારોમાં સિંહો જોવા મળી રહ્યા છે, તે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળતા હતા. પરંતુ ગીરનું જંગલ અને અહીંની વ્યસ્થાઓ સિંહોને વધુ અનુકૂળ આવતા એશિયામાં માત્ર ગીરમાં જ સિંહોની વસ્તી જોવા મળે છે. જે સિંહો રાજકોટ તરફ જોવા મળ્યા છે. ત્યારે તેના કારણોને લઈને વન વિભાગ અભ્યાસ કરશે. પરંતુ કેટલાંક કિસ્સાઓમાં બે થી વધારે સિંહોનું કોઈ ચોક્કસ વિસ્તારમાં વર્ચસ્વ જોવા મળતું હોય છે. ત્યારે રાજકોટમાં જોવા મળેલા સિંહો ક્યાં કારણોસર અહીં સુધી પહોંચ્યા, તેને લઈને કોઈ તારણ કાઢવું ખુબ મુશ્કેલી ભર્યું બની શકે તેમ છે.

આ પણ વાંચો : રાજકોટ: જેતપુરના થાનાગાલોળ ગામમાં 7 જેટલા સિંહના ધામા, જૂઓ CCTV

આ પણ વાંચો : ભાવનગરમાં જંગલનો રાજા વાડી વિસ્તારમાં ફસાયો, વનવિભાગે રેસ્ક્યૂ કર્યું

આ પણ વાંચો : જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે 2 સિંહ ઘૂસ્યા, પશુનું કર્યું મારણ

આ પણ વાંચો : રાજુલાની અલ્ટ્રાટેક કંપનીમાં સિંહએ મારી "જોખમી" લટાર

આ પણ વાંચો : રાજુલાના કોસ્ટલ વિસ્તારમાં એશિયાઇ સિંહોની લટાર, વીડિયો વાઈરલ

આ પણ વાંચો : ગોંડલના કેશવાળા ગામમાં માલધારી આધેડ પર સિંહે કર્યો હુમલો

આ પણ વાંચો : ગોંડલના દેરડીમાં સિંહ પરિવારના ધામા, દેવગામમાં વાછરડાનું મારણ કર્યું

આ પણ વાંચો : ધારીથી નીકળેલી સિંહણ અને તેનું બચ્ચું ચોટીલાથી મળ્યું

Last Updated :Dec 11, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.