ETV Bharat / state

કોર ગૃપની બેઠકમાં લોકડાઉન અંગે લેવાશે નિર્ણય - મુખ્યપ્રધાન રૂપાણી

author img

By

Published : May 4, 2021, 4:41 PM IST

મુખ્યપ્રધાને વિજય રૂપાણી મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. સૌપ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રૂપાણીને મુલાકાત કરી હતી, જ્યાં તેમણે દર્દીઓને તેમના પરિજનો સાથે સંવાદ કર્યો હતો. બીજા તબક્કામાં મુખ્યપ્રધાને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોના સંક્રમણને લઈને તમામ તકેદારી અને તૈયારી તેમજ રસીકરણ ટેસ્ટ અને ઓક્સિજનની પરિસ્થિતિને લઈને અધિકારીઓ સાથે પરામર્શ બેઠક કરીને કેટલાક આદેશો પણ આપ્યા હતા. આ સાથે વિજય રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન કરવા અંગે મંગળવારની સાંજે મળનારી કોર ગૃપની બેઠકમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન રૂપાણી

  • કોર ગૃપની બેઠક( core group meeting )માં લોકડાઉન અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા
  • મુખ્યપ્રધાને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી
  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેના પરિવારજનો સાથે રૂપાણીએ કરી મુલાકાત
  • મુખ્યપ્રધાન રૂપાણી - ગુજરાતમાં લોકડાઉનને લઈને કોર ગૃપની બેઠક બાદ લેવાશે નિર્ણય

જૂનાગઢ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતના પ્રથમ તબક્કામાં વિજય રૂપાણી સીધા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને સારવાર લઈ રહેલા દર્દીના પરિજનો અને દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓ તેમજ સિવિલ હોસ્પિટલમાં થઈ રહેલી સારવારને અંગે પરિવારજનો અને દર્દીઓના પ્રતિભાવો જાણ્યા હતા. જેનાથી રૂપાણી ખૂબ જ સંતુષ્ટ થયેલા જોવા મળતા હતા.

કોર ગૃપની બેઠકમાં લોકડાઉન અંગે લેવાશે નિર્ણય - મુખ્યપ્રધાન રૂપાણી

આ પણ વાંચો - દામોદર કુંડમાં ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો આવ્યા સામે

વિજય રૂપાણીએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી

જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અન્ય સુવિધાઓ અંગે પણ રૂપાણીએ જાત તપાસ કરી હતી. જ્યાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાઓ અંગે નિરીક્ષણ કર્યું હતું. જેમાં ક્ષતિઓ જોવા મળતા તેને સુધારવા માટે રૂપાણીએ અધિકારીને આદેશ પણ કર્યા હતા. વિજય રૂપાણીએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી.

આ પણ વાંચો - વ્યાપારિક સંકુલોને બંધ કરવાના સરકારના નિર્ણયને જૂનાગઢના વેપારીઓએ આપ્યું સમર્થન

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને કોરોના સંક્રમણને લઈને તમામ તકેદારી રાખવા મુખ્યપ્રધાને કર્યો આદેશ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત પૂર્ણ કર્યા બાદ જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણને લઈને જિલ્લા કલેક્ટરે મુખ્યપ્રધાને રૂપાણીને અત્યાર સુધી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અંગે માહિતી પૂરી પાડી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પણ જોડાયા હતા. વહીવટી તેમજ આરોગ્યલક્ષી જે કંઈ પણ ઉણપ છે, તેને પૂરી કરવા માટે જૂનાગઢ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આદેશ કર્યો હતો અને કોઈ પણ ખૂટતી કડી માટે રાજ્ય સરકાર તેમની મદદે સતત જોવા મળશે, એવો ભરોસો પણ જિલ્લાના અધિકારીઓને અપાવ્યો હતો.

મુખ્યપ્રધાન રૂપાણી
કોર ગૃપની બેઠક( core group meeting )માં લોકડાઉન અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા

આ પણ વાંચો - જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડની પ્રશંસનીય કામગીરી, 47 સગર્ભાઓને કરી કોરોનામુક્ત

મુખ્યપ્રધાન રૂપાણીએ યોજી પ્રેસ કોન્ફરન્સ

મુખ્યપ્રધાન રૂપાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ કર્યા બાદ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં રૂપાણીએ ઓક્સિજનથી લઈને તમામ દવાઓ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંકલનમાં કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના રસીકરણને લઈને અભિયાન વધુ વેગવંતુ બનાવવામાં આવશે. રાજ્ય સરકારે કેટલીક રસીનો ઓર્ડર પણ આપી દીધો છે કે, આગામી દિવસોમાં પૂર્ણ થશે, ત્યારે રસીકરણની પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.

આ પણ વાંચો - કંઈક તો શરમ કરો, ઓક્સિજન સેન્ટરની શરૂઆત પ્રસંગે ભાજપ નેતાએ વેચી મીઠાઈ

આપણે ખૂબ ઓછા સમયમાં કાબૂ મેળવવા માટે સમર્થ બની શકીશું - રૂપાણી

આ સાથે ઓક્સિજનની કોઈ કમી ન રહે તે માટે જરૂરી વ્યવસ્થા તંત્ર ઊભું કરી દેવામાં આવ્યું છે. તેના પર જિલ્લાના અધિકારીઓ સતત નજર પણ રાખી રહ્યા છે. રૂપાણીએ આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના 18 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે રસીકરણની પ્રક્રિયા ખૂબ જ થોડા સમયમાં શરૂ કરવામાં આવશે, તેવી વાત પણ કરી હતી. વિજય રૂપાણીએ ગુજરાતના ગામડાઓમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગામનો પ્રત્યેક સરપંચ આ જવાબદારી નિભાવે અને ગામના પ્રત્યેક શંકાસ્પદ કેસને અલગ તારવીને તેમનું ટેસ્ટિંગ કરાવે, જેથી કોરોના સંક્રમણ ગામની બહાર જતું અટકે અને ગામના લોકોને તાકીદે સારવાર મળી શકે. જેથી કોરોના સંક્રમણ પર આપણે ખૂબ ઓછા સમયમાં કાબૂ મેળવવા માટે સમર્થ બની શકીશું.

મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી

આ પણ વાંચો - કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.