ETV Bharat / state

Guru Purnima 2022: ભજન, ભોજન અને ભક્તિ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી

author img

By

Published : Jul 13, 2022, 1:52 PM IST

ભવનાથની ગીરી તળેટીમાં ગુરુ પૂનમના પાવન(Guru Purnima 2022 ) અવસરે ખૂબ મોટી સંખ્યામાં સેવકો ભક્તોએ ગુરુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. ગુરુ ગોરખનાથ આશ્રમમાં પણ સેવકો(happy guru purnima 2022 )અને ભક્તોએ ગાદીપતિ શેરનાથ બાપુના દર્શન અને પૂજા કરીને ગુરુ પૂનમના તહેવારની ઉજવણી કરી હતી.

Guru Purnima 2022: ભજન, ભોજન અને ભક્તિ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી
Guru Purnima 2022: ભજન, ભોજન અને ભક્તિ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી

જૂનાગઢઃ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન(Guru Purnima 2022 ) ગિરનારની તળેટીમાં ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી થઈ રહી છે. આજે સમગ્ર દિવસ દરમિયાન ભવનાથ તળેટીમાં ખૂબ મોટી સંખ્યામાં સેવકો હાજર રહીને ગુરુ પુજન સાથે ભવનાથની પરંપરા મુજબ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંઘમાં ડૂબકી લગાવતા જોવા મળશે.

ગુરુ પૂર્ણિમાની ઉજવણી

આ પણ વાંચોઃ Guru Purnima 2022: ભારતી આશ્રમમાં ગુરૂ પૂર્ણીમાની ઉજવણી

ગુરુ પુનમની ભવનાથમાં કરાય ઉજવણી - વૈશાખ સુદ પૂર્ણિમા એટલે કે આજે ગુરુ અને શિષ્યની પરંપરાને(happy guru purnima 2022 ) ઉજાગર કરતા ધાર્મિક તહેવાર ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભવનાથની ગીરી તળેટીમાં ગુરુ પૂનમના પાવન (Guru Gorakhnath Ashram)અવસરે ખૂબ મોટી સંખ્યામાં સેવકો ભક્તોએ તેમના ગુરુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રાચીન ભારતની સનાતન ધાર્મિક પરંપરા મુજબ ગુરુના આશીર્વાદ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી ધાર્મિક આસ્થા સાથે આજે ગુરુ પુનમના તહેવારની ખૂબ જ હર્ષોલાષ સાથે ઉજવણી કરી હતી. આજે ભવનાથની તળેટીમાં આવેલા ગુરુ ગોરખનાથ આશ્રમમાં પણ સેવકો અને ભક્તોએ ગાદીપતિ શેરનાથ બાપુના દર્શન અને પૂજા કરીને સનાતન હિન્દુ ધર્મની ગુરુ શિષ્યની ધાર્મિક પરંપરા મુજબ ગુરુ પૂનમના તહેવારની ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ Guru Purnima 2022: ગુરુ જગત અને જીવનને ઉજાળનાર છે, જાણો પાંચ ગુરૂઓને

ગુરુ પૂનમે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ - ગુરુ પૂનમના પાવન પર્વે ભવનાથની ગીરી તળેટીમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં સેવકોને ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભવનાથના તમામ અન્નક્ષેત્રમાં 24 કલાક અને 365 દિવસ વિનામૂલ્ય ભોજન પ્રસાદ ભક્તોને પૂરું પાડવામાં આવે છે ,પરંતુ આજે ગુરુ પુનમના તહેવાર નિમિત્તે ખાસ અને વિશેષ પ્રકારે ભોજન પ્રસાદ તૈયાર કરાયો હતો. જેમાં બાપુના સેવકોએ સ્વયમ શ્રમદાન કરીને અહીં આવતા પ્રત્યેક સેવકો માટે ભોજન પ્રસાદ બનાવવાની સાથે તેમને ગ્રહણ કરાવવા સુધીની તમામ જવાબદારીઓ સ્વયં ઉઠાવી હતી અને આજે ગુરુ પુનમના પાવન તહેવારની ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ઉજવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.