ETV Bharat / state

જૂનાગઢની કેશોદ બેઠક પર દેવાભાઈ માલમ ફરી જીત્યા, ભાજપનો ગઢ અકબંધ

author img

By

Published : Dec 10, 2022, 11:39 AM IST

જૂનાગઢમાં કેશોદ બેઠક (Keshod Assembly Constituency) પરથી ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમનો ફરી એક વાર વિજય (BJP Candidate Devabhai Malam win) થયો છે. આ સાથે જ ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે. એટલે અહીંની જનતાએ આ વખતે પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તન કરી બતાવ્યું છે.

જૂનાગઢની કેશોદ બેઠક પર દેવાભાઈ માલમ ફરી જીત્યા, ભાજપનો ગઢ અકબંધ
જૂનાગઢની કેશોદ બેઠક પર દેવાભાઈ માલમ ફરી જીત્યા, ભાજપનો ગઢ અકબંધ

જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક (Keshod Assembly Constituency) એ ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે અહીંથી ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ (BJP Candidate Devabhai Malam win) ફરી એક વાર વિજયી થયા છે. આ બેઠક પર છેલ્લી ઘડી સુધી ભાજપ અને કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર વચ્ચે રસાકસી ચાલી હતી. ત્યારબાદ છેલ્લા તબક્કામાં ભાજપના ઉમેદવાર અને ગુજરાત રાજ્ય સરકારનાં પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન દેવાભાઈ માલમનો 4,208 મતે વિજય થયો છે.

રસાકસી વચ્ચે થયો વિજય

રસાકસી વચ્ચે થયો વિજય કેશોદ બેઠક પર (Keshod Assembly Constituency) કુલ મતદાન 1,54,097 થયું હતું, જેમાંથી ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમને 55,802 મતો મળ્યા હતા. તો કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર હિરાભાઈ જોટવાને 51,594 મત મળતાં ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ ચુડાસમાને 24,497 મત અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને 19,274 મત મળ્યા છે. કેશોદ ધારાસભાની બેઠક (BJP Candidate Devabhai Malam win) આ વખતે યોજાયેલી ચુંટણીમાં ચોતરફી ચુંટણી જંગમાં સમગ્ર જિલ્લામાં હોટ સીટ બની ગઈ હતી.

CMએ કર્યો હતો રોડ શૉ આ બેઠક પર (Keshod Assembly Constituency) ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવતા પ્રદેશ ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર લોકસંપર્ક પૂરજોશમાં કરવામાં આવ્યો હતો. તેમ જ કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા (Mansukh Mandavia Union Minister) અને પરસોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રોડ શો (CM Bhupendra Patel Road Show) યોજાયો હતો.

મોટા નેતાઓનો પ્રચાર ફળ્યો તદ્ઉપરાંત હિતુ કનોડિયા ઉતરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાનની જાહેરસભા યોજાઇ હતી. કેશોદ બેઠક (Keshod Assembly Constituency) પર ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમનો વિજય થયો હોવાનાં સમાચાર સાથે કેશોદમાં ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ ધારાસભાની બેઠક પર રીપીટ થયેલાં ગુજરાત રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ વિજેતા બની બપોરે કેશોદ ખાતે આવી પહોંચતા પાનદેવ સમાજ પાસેથી શહેરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે નીકળ્યા હતા. તો જંગી વાહનોનો કાફલો સાથે ખૂલ્લાં વાહનમાં વિજેતા ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમે શહેરીજનોનું (BJP Candidate Devabhai Malam win) અભિવાદન ઝિલ્યું હતું.

હોદ્દેદારોએ કરી ઉજવણી કેશોદ ધારાસભાની ચૂંટણીમાં (Keshod Assembly Constituency) ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવતા કારમો પરાજય થયો હતો. તેના કારણે કાર્યકરો ચુંટણી ચિહ્ન માટલું ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. કેશોદ શહેરનાં મુખ્ય માર્ગો પર નીકળેલી રેલીમાં જૂનાગઢ જિલ્લા ભાજપના આગેવાનો અને શહેર તાલુકાનાં ભાજપના આગેવાનો હોદ્દેદારો અને પદાધિકારીઓ સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતાં અને બે અઢી કિલોમીટર લાંબી રેલી યોજી હતી.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી. બી.કોળી રાહબરી હેઠળ પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેશોદ ધારાસભાની બેઠક (BJP Candidate Devabhai Malam win) પર ભાજપના પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરોએ ભાજપ વિરોધી કામગીરી કરી છે ત્યારે જુનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કયારે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. ક્રિકેટ ની રમત માં ભારત પાકિસ્તાન નો મેચ રસપ્રદ હોય છે એવી જ રીતે આ વખતે યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે છેલ્લી ઘડી સુધી રસાકસી જામી હતી. કેશોદના બીજી વખત ચૂંટાયેલા ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા મતદારો આગેવાનો અને કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.