ETV Bharat / state

ભારતીય કિસાન સંઘે જૂનાગઢ સહિત રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય કરવાની માગ કરી

author img

By

Published : Aug 28, 2020, 7:10 PM IST

ભારતીય કિસાન સંઘ શુક્રવારે ફરી એક વખત ખેડૂતોની વહારે આવ્યું હતું. જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ અને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પાક ભારે વરસાદને કારણે નષ્ટ થયા છે. જેથી રાજ્યના ખેડૂતોને મદદ કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભારતીય કિસાન સંઘ
ભારતીય કિસાન સંઘ

જૂનાગઢ: ભારતીય કિસાન સંઘ ફરી એક વખત રાજ્યના ખેડૂતોની વહારે આવ્યું છે. જૂનાગઢમાં કિસાન સંઘના પદાધિકારીઓએ મુખ્યપ્રધાનને સંબોધીને લખેલું આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કલેકટરને આપ્યું હતું. જેમાં અતિવૃષ્ટિગ્રસ્ત જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય કરવાની માગ કરવામાં આવી છે. જે પ્રકારે છેલ્લા પંદર દિવસથી સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતોનો ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ થતા ખેડૂતોને સહાય આપવા ભારતીય કિસાન સંઘે માગ કરી છે.

ભારતીય કિસાન સંઘ
ભારતીય કિસાન સંઘ
જૂનાગઢ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં 120 ટકા તો કેટલાક તાલુકામાં 160 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે મગફળી કપાસ અને કેટલાક ચોમાસું કઠોળ પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આ વર્ષે સૌરાષ્ટ્ર અને જૂનાગઢ સહિત રાજ્યના તમામ ખેડૂતોને આવરી લઈને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી તમામ ખેડૂતોને નુકસાનીનું આર્થિક વળતર ચૂકવવાની ભારતીય કિસાન સંઘે આવેદન પત્રના રૂપમાં મુખ્યપ્રધાન સમક્ષ માગ કરી છે.
ભારતીય કિસાન સંઘે જૂનાગઢ સહિત રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય કરવાની માગ કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.