ETV Bharat / state

Junagadh News : આપ પ્રદેશ મહિલા અગ્રણીનું ફેસબુક એકાઉન્ટ હેક, ગૃહપ્રધાનને પત્ર લખી કરાઈ રજૂઆત

author img

By

Published : Jul 5, 2023, 4:22 PM IST

Updated : Jul 5, 2023, 4:46 PM IST

આમ આદમી પાર્ટી મહિલા મોરચાના મહિલા અગ્રણીનો facebook એકાઉન્ટ હેક થયાની પોલીસ ફરિયાદ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં કરવામાં આવી છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેમના પેજ પર અભદ્ર અને નગ્ન વિડીયો અને ફોટો અપલોડ થઈ રહ્યા છે.

Junagadh News : આપ પ્રદેશ મહિલા અગ્રણીનું ફેસબુક એકાઉન્ટ હેક, ગૃહપ્રધાનને પત્ર લખી કરાઈ રજૂઆત
Junagadh News : આપ પ્રદેશ મહિલા અગ્રણીનું ફેસબુક એકાઉન્ટ હેક, ગૃહપ્રધાનને પત્ર લખી કરાઈ રજૂઆત

સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયાની ફરિયાદ

જૂનાગઢ : આમ આદમી પાર્ટી મહિલા મોરચાના મહિલા અગ્રણીનો facebook એકાઉન્ટ હેક થયાની પોલીસ ફરિયાદ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં કરવામાં આવી છે. તેમ છતાં હજુ પણ તેમના એફબી પેજ પર અભદ્ર અને નગ્ન વિડીયો અને ફોટો અપલોડ થઈ રહ્યા છે. જેને લઇને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે ગૃહપ્રધાનને પત્ર પાઠવીને તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

જે રીતે સોશિયલ મીડિયાનું facebook એકાઉન્ટ હેક કરીને હેકરો દ્વારા રાજકીય અગ્રણી મહિલાઓને માનસિક રીતે ઉત્પીડીત કરાય છે, તે ખૂબ જ ચિંતાનો વિષય છે. રાજ્યની સરકાર વ્યવસ્થાના બણગાંઓ ફૂકી રહી છે. તો બીજી તરફ મહિલાઓ સોશિયલ સાઇબર ક્રાઈમનો ભોગ પણ બની રહી છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી તાકીદે કાયદાકીય કાર્યવાહી કરે અને કસુરવારોને પકડીને યોગ્ય સજા કરાવે તેવી માંગ કરી છે. રેશમા પટેલ (મહિલા મોરચા અગ્રણી, આમ આદમી પાર્ટી )

મહિલા અગ્રણીનું ફેસબુક એકાઉન્ટ હેક : પાછલા પાંચ દિવસથી પ્રદેશ આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. હેકરો દ્વારા નગ્ન વિડીયો અને ફોટો તેમજ અશ્લીલ સાહિત્ય અપલોડ કરવામાં આવે છે. સમગ્ર મામલાને લઈને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી નહીં થતા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે રાજ્યના ગૃહ વિભાગ પર આક્રોશ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે પાંચ દિવસ પહેલા થયેલી ફરિયાદ બાદ હજુ પણ કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. આજે પણ અશ્લીલ અને નગ્ન સાહિત્ય અપલોડ થઈ રહ્યું છે. જેને તાકીદે રોકીને હેકર્સ સામે પગલા ભરવામાં આવે તેવી પત્ર દ્વારા માંગ કરાઈ છે.

ડિજિટલ ભારત પર સવાલો ઉભા કરતા રેશમા પટેલ : રેશમા પટેલે કેન્દ્ર અને ભારતની સરકાર દ્વારા ડિજિટલ ભારતનો જે પ્રચાર થઈ રહ્યો છે તેના પર ખૂબ જ કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજકીય મહિલા અગ્રણીઓનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આ રીતે હેક થાય છે જેમાં અભદ્ર અને નગ્ન સાહિત્ય અપલોડ કરવામાં આવે છે. જેને કારણે મહિલાઓની માનસિક સ્થિતિ ખૂબ જ ડામાડોળ બની છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર ડિજિટલ ભારતના પ્રચાર પ્રસારને બંધ કરીને વાસ્તવિક રીતે મહિલાઓ સામે જે અપરાધો થઈ રહ્યા છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને તાકીદે પગલા ભરે.

  1. Women Participation In Politics In India: રેશમા પટેલે રાજકીયક્ષેત્રે મહિલાઓ માટે 50 ટકા અનામતની કરી માંગ, આજથી શરૂ કરશે મુહિમ
  2. NCPનો હાથ છોડી રેશમા પટેલે AAPનું ઝાડું પકડ્યું, વિરમગામથી ચૂંટણી લડવાની શક્યતા
  3. Junagadh News: જૂનાગઢમાં મહિલા પહેલવાનોને સમર્થન, કાળા રૂમાલ PM મોદીને મોકલવાનો કાર્યક્રમ કરતાં રેશમા પટેલની અટકાયત
Last Updated : Jul 5, 2023, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.