ETV Bharat / state

ગીર સોમનાથના તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના 17 આંચકા, 7 દિવસમાં 100 આંચકા

author img

By

Published : Dec 7, 2020, 5:34 PM IST

Updated : Dec 7, 2020, 8:10 PM IST

ગીર સોમનાથ જિલ્લાનું તાલાળા સતત ધરતીકંપના આંચકાઓથી ધ્રૂજી રહ્યું છે. ગત રાત્રિથી આજે સવારના સમય દરમિયાન તાલાલા તાલુકાના કેટલાક ગામોમાં મળીને કુલ 17 કરતા વધુ હળવા અને મધ્યમ તેવા ભૂકંપના આંચકા જોવા મળ્યા છે, જેને લઈને લોકો હવે ભયના ઓથાર તળે જીવતા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. એક અઠવાડિયામાં તાલાલા અને આસપાસનો વિસ્તાર 100 કરતા વધુ હળવા અને મધ્યમ કહી શકાય તેવા ભૂકંપના આંચકાથી ધ્રૂજી રહ્યું છે. આ આંચકા વર્ષ 2002ના અતિ ભયાવહ ભૂકંપની યાદ અપાવી રહ્યા છે. આથી લોકોમાં હવે મારે ભય જોવા મળી રહ્યો છે.

ગીર સોમનાથના તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના 17 આંચકા, 7 દિવસમાં 100 આંચકા
ગીર સોમનાથના તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના 17 આંચકા, 7 દિવસમાં 100 આંચકા

  • સતત ધરતીકંપથી તાલાલા અને આસપાસની ધરા ધ્રુજી, લોકોમાં ભય
  • ગત રાત્રિથી લઈને આજે સવાર સુધીમાં 17 કરતાં વધુ આંચકા
  • સતત ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં પણ ભારે ભય
  • આ આંચકા વર્ષ 2002ના ભયાવહ ભૂકંપની યાદ તાજી કરાવી રહ્યા છે

ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાનું તાલાલા શહેર ધરતીકંપના આંચકા ઓને લઈને સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. 30 નવેમ્બર પછી તો તાલાળા અને આસપાસના ગામોમાં 100 કરતાં વધુ હળવા અને મધ્યમ કહી શકાય તેવા ધરતીકંપના આંચકા ઓથી ધ્રુજતું જોવા મળ્યું છે, જેને લઈને આ વિસ્તારના ગામ લોકો પણ મારે ભયની સાથે ઉચાટ ભર્યા સમયમાં જીવન જીવી રહ્યા છે. ગત રાત્રિથી લઈને આજ સવાર સુધીમાં 17 કરતાં વધુ હળવા અને મધ્યમ કહી શકાય તેવા આંચકાઓ તાલાળા શહેર અને આસપાસના ગામોમાં નોંધાયા છે, જેને લઇને પણ હવે લોકો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે.

ગીર સોમનાથના તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના 17 આંચકા, 7 દિવસમાં 100 આંચકા
ગીર સોમનાથના તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના 17 આંચકા, 7 દિવસમાં 100 આંચકા
શા માટે પાછલા એક પખવાડિયાથી ધરતીકંપના આંચકા આવી રહ્યા છે?


તાલાલા પંથક વર્ષ 2002 બાદ ફરી એક વખત ધરતીકંપને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાછલા એક પખવાડિયાથી તાલાળા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં 100 કરતાં વધુ ધરતીકંપના હળવા અને મધ્યમ કહી શકાય તેવા આંચકા આવી રહ્યા છે. સમગ્ર ધરતીકંપને લઈને સિસ્મોલોજિકલ વિભાગના અધિકારીઓ આ વિસ્તારમાં પડેલા વધુ વરસાદને એકમાત્ર કારણ દર્શાવી રહ્યા છે. ગત ચોમાસા દરમિયાન તાલાલા પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં 100 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેને કારણે ધરતીના પેટાળમાં પાણીનો પ્રવાહ જરૂર કરતા વધુ પ્રવાહિત થયો છે. તેને કારણે ધરતીકંપના આંચકા આવી રહ્યા છે વધુમાં સિસ્મોલોજિકલ વિભાગના અધિકારીઓ એવું પણ માની રહ્યા છે કે, સતત હળવા અને મધ્યમ કહી શકાય તેવા આંચકા બાદ કોઈ મોટા ધરતીકંપનો આંચકો આવશે તેવું માનીને ચાલવાની જરા પણ જરૂર નથી. પૃથ્વીના પેટાળમાં જે હલચલ ચાલી રહી છે તે અમુક સમય બાદ સ્થિર થશે અને ધરતીકંપના આંચકા ધીમે ધીમે દૂર થતાં જોવા મળશે.

ગીર સોમનાથના તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના 17 આંચકા, 7 દિવસમાં 100 આંચકા
ગીર સોમનાથના તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના 17 આંચકા, 7 દિવસમાં 100 આંચકા
સામાન્ય ભૂકંપનો આંચકો આજે પણ વર્ષ 20001ની યાદ અપાવે છે


વર્ષ 2001માં કચ્છમાં આવેલા ધરતીકંપનો આચકો સામાન્ય ભૂકંપના આંચકા બાદ આંખો સમક્ષ તરવરી રહે છે. 26 જાન્યુઆરી 2001ના દિવસે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદો સામાન્ય ધરતીકંપનો આંચકો તેની વરવી યાદ અપાવી જાય છે. વર્ષ 2001માં ડિસેમ્બરથી લઈને 26 જાન્યુઆરી 2002 સુધીમાં તાલાળા પંથકમાં આ જ પ્રકારે ધરતીકંપના આંચકા ઓ સતત આવી રહ્યા હતા વર્ષ 2002માં ધરતીકંપના આંચકા ઓ તાલાલા નજીકના હરિપર ગામના એપી સેન્ટર માં સતત નોંધાતા હતા. ત્યારબાદ 26 જાન્યુઆરી 2002ના દિવસે કચ્છમાં આવેલા ભયાવહ ભૂકંપે ગુજરાતને નેસ્ત નાબૂદ કરી દીધું હતું. આવી પરિસ્થિતિમાં ખૂબ મોટા જાનમાલનું નુકસાન પણ થયું હતું ત્યારે ફરી એક વખત તાલાલા અને આસપાસની ધરતી ધ્રૂજી રહી છે, જેના કારણે લોકોમાં વર્ષ 2002ના વરવા ભૂકંપની યાદ પણ તાજી થઇ રહી છે. લોકોમાં હવે સામાન્ય રીતે ભયનું વાતાવરણ પણ જોવા મળી શકે છે.

Last Updated : Dec 7, 2020, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.