ETV Bharat / state

જામનગર: લાખબાવળ નજીક પુલ પરથી 2 વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાયા

author img

By

Published : Sep 16, 2020, 7:41 PM IST

જામનગર નજીક જીઆઇડીસીમાં મજૂરી કામ કરી પરત ઘરે જતા સમયે રસ્તામાં આવતા કોઝ-વે પરના પાણીના પ્રવાહમાં બે વ્યક્તિઓ તણાયા બાદ એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ડૂબતા વ્યક્તિની મદદે આવેલા અન્ય એક વ્યક્તિ લાપતા છે. ફાયર અને ગ્રામજનો દ્વારા મોડી રાત સુધી લાપતા વ્યકિતની શોધખોળ કરવામાં આવી હતી.

etv bharat
જામનગર: લાખબાવળ નજીક પુલ પરથી બે વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાયા

જામનગર: પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જામનગરની નજીક લાખબાવળ વિસ્તારમાં આવેલી નદીનાળા બેકાઠે થયા હતા. ત્યારે જીઆઈડીસી વિસ્તારમાંથી મજૂરી કામ કરી પોતાના ઘરે જતા બે ભાઈઓ જેમાં અબ્બાસ વલીમામદ અને ઓસમાણ વલીમામદ પુલ પરથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા હતા. તે દરમિયાન સેવાળના કારણે પગ લપસતાં બંને ભાઈઓ પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તે સમયે લાખાબાવળ તરફથી આવી રહેલા હાજી હુસેનભાઈ નામના ત્રીસ વર્ષીય યુવાને આ બંને ભાઈને તણાતાં જોઈ તેઓને બચાવવા પાણીના પ્રવાહમાં બાથભીડી હતી.

etv bharat
જામનગર: લાખબાવળ નજીક પુલ પરથી બે વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાયા
સદનસીબે બે ભાઈઓમાંથી ઓસમાણભાઈ સામે કાંઠે સહી સલામત પહોચી ગયા હતા. પરંતુ અન્ય બે યુવકો આ પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ બનાવની જાણ થતા કનસુમરા અને લાખાબાવળના ગ્રામજનો દ્વારા બચાવકાર્ય માટે મેહનત આરંભી હતી. આ ઘટનાની જામનગર ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કાર્ય આરંભાયું હતું.
etv bharat
જામનગર: લાખબાવળ નજીક પુલ પરથી બે વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાયા

ચાર કલાકની જહેમત બાદ પણ લાપતા બન્ને વ્યક્તિઓનો કોઈ સંપર્ક થયો ન હતો. તો રાત્રીનો સમય હોવાથી આ બચાવ કાર્યવાહીને પૂર્ણ કરી ફરી સવારે જામનગર ફાયરની ટીમ દ્વારા શોધખોળમાં શરૂ કરવામાં આવી હતી.

etv bharat
જામનગર: લાખબાવળ નજીક પુલ પરથી બે વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.