ETV Bharat / state

જામનગર રોગચાળાની ઝપેટમાં આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

author img

By

Published : Oct 22, 2019, 5:06 AM IST

Updated : Oct 22, 2019, 5:36 AM IST

જામનગરઃ જિલ્લાના કાલાવડમાં એક ગામમાં સણસોરા ગામે તાવના 25 કેસ નોંધા હોવાનો અહેવાલ જિલ્લા પંચાયતને મળ્યો હતો. જેના પગલે તંત્ર આરોગ્યલક્ષી પગલાં લેવા માટે મજબૂર થયું છે. વરસાદ બાદ જિલ્લામાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેના કારણે ઠેર-ઠેર લોકો બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. છતાં આરોગ્ય તંત્ર આરોગ્યલક્ષી કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. પરંતુ હવે કથડતાં આરોગ્યની અહેવાલ જિલ્લા પંચાયતમાં જતાં તંત્રને કામગીરી કરવાની ફરજ પડી છે.

જામનગર રોગચાળાની ઝપેટમાં આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

જામનગર જિલ્લા પંચાયતના હેલ્થ કમિટીના ચેરમેન અરવિંદભાઈ ગામમાં વધતાં રોગચાળાનો અહેવાલ મળ્યો હતો. જેમાં 25 દર્દીઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં હોવાની જાણકારી હતી. ત્યારબાદ અરવિંદભાઈએ તાત્કાલિક ધોરણે આરોગ્યની ટીમ લઈ ગામમાં પહોંચ્યાં હતાં અને રોગચાળાને નાથવાની કામગીરી હાથ ધરી હતી.

આરોગ્યની ટીમે લોકોના ઘરોમાં જઈ ડેન્ગ્યુની તપાસ કરી હતી અને તાવના દર્દીઓનું મેડીકલ ચેકઅપ કર્યુ હતું. સાથે વિવિધ મેડીકલ ટેસ્ટ પણ કરાયા હતા. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવને નષ્ટ કરાયો હતો. ત્યારબાદ ગ્રામજનોને સારવાર અર્થે પૂરતી સુવિધા મળી રહે તે માટેના નક્કર આયોજન પણ આ સાથે જ કરવામાં આવ્યું હતું.

જામનગર રોગચાળાની ઝપેટમાં આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

આમ, દર્દીઓની માહિતી મળતાં આરોગ્ય સમિતિના ચેરમેને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની 25 લોકોની ટીમ સણોસરા ગામે આવી પહોંચી હતી. ગામમાં તાત્કાલિક ધોરણે ડૉક્ટરો આરોગ્યલક્ષી કાર્ય હાથ ધર્યુ હતું. ત્યારબાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Intro:

Gj_jmr_villege_dengyu_av_7202728_mansukh

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો ભય...આરોગ્ય ટીમે મકરાણી સણોસરા ગામે કામગીરી કરી


જામનગર શહેર તેમજ જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે એવામાં આરોગ્ય તંત્ર પણ ઊંધે માથે થઈ ધંધે લાગ્યું છે


જામનગર ના કાલાવડ તાલુકામાં આવેલા મકરાણી સણોસરા ગામે તાવના ૨૫ જેટલા દર્દીઓ હોવાનો અહેવાલ જામનગર જિલ્લા પંચાયતના હેલ્થ કમિટીના ચેરમેન અરવિંદભાઈ ગજેરાને મળ્યો હતો આ સાથે જ આ પ્રકારની માહિતી મળતા અરવિંદભાઈ ગજેરાએ આરોગ્યની ટીમ સાથે તાબડતોબ રાત્રિના સમયે જ મકરાણી સણોસરા ગામ માં પહોંચી જઈ રોગચાળાને નાથવા માટે કવાયત શરૂ કરી હતી કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામ માં તાવના દર્દીઓ અંગેની માહિતી ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી માહિતી મળતાં વાર આરોગ્ય સમિતિના ચેરમેને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની 25 લોકોની ટીમ બનાવી હતી અને સમયને વેડફાટ ન કરતા તુરંતજ ડોક્ટરો ફિલ્ડ વર્કર સાથે પોતે જ તે ગામમાં પહોંચી ગયા હતા
તાબડતોબ રાત્રિના સમયે જ ગામમાં પહોંચેલી આરોગ્યની ટીમ દ્વારા ગ્રામજનો ના ઘરોમાં જઈ અને ડેન્ગ્યુ અંગેની તપાસ શરૂ કરી હતી જે પણ તાવના દર્દીઓ હતા તેમનું ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ૨૫ જેટલા દર્દીઓના લોહીના નમૂના આવો લેવામાં આવ્યા હતા સાથે સાથે ગામ લોકોની ઘર તેમજ આજુબાજુના વિસ્તારો પણ ચકાસવામાં આવ્યા હતા અને ડેન્ગ્યુ ના મચ્છર નો ઉપદ્રવ થઈ શકે આશ્રય મળી શકે તેવા સ્થાનોને નષ્ટ કરવામાં આવ્યા હતા અને ઘર તેમજ આજુબાજુના વિસ્તારોમાં બુકિંગ કરવામાં આવ્યું હતું ગ્રામજનોને સારવાર અર્થે પૂરતી સુવિધા મળી રહે તે માટેના નક્કર આયોજન પણ આ સાથે જ કરવામાં આવ્યા છે




Body:મનસુખConclusion:જામનગર
Last Updated : Oct 22, 2019, 5:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.