ETV Bharat / state

ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં મહિલાના પેટમાંથી વાળની ગાંઠનું સફળ ઓપરેશન

author img

By

Published : Mar 1, 2021, 3:23 PM IST

દુર્લભ રીતે જોવા મળતી બીમારીઓ ધરાવતા અને અકસ્માતના ગંભીર કેસોમાં સફળ સર્જરીઓ કરી મેડીકલ ક્ષેત્રે નોંધપાત્ર ભાગ ભજવવામાં ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલનું નામ સામેલ છે. તાજેતરમાં જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલના સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા માનસિક અસ્થિર મહિલાના પેટમાંથી 1.5 કિલો વાળની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

મહિલાના પેટમાંથી વાળની ગાંઠનું સફળ ઓપરેશન
મહિલાના પેટમાંથી વાળની ગાંઠનું સફળ ઓપરેશન

  • મહિલાને છેલ્લા સાત વર્ષથી વાળ ખાવાની ટેવ હતી
  • સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં મહિલાનું થયું ઓપરેશન
  • મહિલાના પેટમાંથી 1થી 1.5 કિલો જેટલો વાળને જથ્થો

જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં આવેલ સર્જરી ડીપાર્ટમેન્ટએ સૌરાષ્ટ્રનું સૌથી મોટો સર્જરી વિભાગ છે. જેમાં 8 યુનિટ આવેલા છે. તાજેતરમાં જ હોસ્પિટલમાં ભાગ્યે જ જોવા મળતો કેસ સામે આવ્યો હતો. જામનગર શહેરમાં રહેતી મહિલાને એક છેલ્લા 7 વર્ષથી માનસિક બીમાર હતી. અંદાજે છેલ્લા 7 વર્ષથી માથામાંથી વાળ કાઢીને ખાવાની ટેવ હતી. જેના પરિણામે ધીમે-ધીમે તેણીના પેટમાં વાળનો જથ્થો એકઠો થતો ગયો. પરિણામે તેણીને સ્વાસ્થ્ય સંબંધી અન્ય તકલીફો થવા લાગી હતી.


સર્જરી વિભાગ દ્વારા તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા


મહિલાને સ્વાસ્થ્ય સબંધી તકલીફો થતાં સારવાર અર્થે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા. ત્યારબાદ ખબર પડી કે, આ મહિલાના પેટમાં વાળનો મોટા પ્રમાણમાં જથ્થો એકઠો થઇ ગયો છે અને ઓપરેશન કરવું પડશે.

હોજરીના કદની 1થી 1.5 કિલોની વાળની ગાંઠ

યુનિટ-7માં ડૉ. એ.એલ.પાઠક અને ડૉ.પંકજ ચાવડા દ્વારા સર્જરી વિભાગના વડા ડૉ.સુધીર મહેતાના માર્ગદર્શન હેઠળ માનસિક રીતે બીમાર મહિલાના પેટમાંથી આખી હોજરીના કદની 1થી 1.5 કિલોની વાળની ગાંઠ (TRICHOBEZOAR)નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, અમુક કિસ્સાઓમાં જ આવા કેસ સામે આવતા હોય છે. જામનગરની ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલના ડોકટરોએ વધુ એક સફળ સર્જરી કરીને સિદ્ધિ મેળવી છે.


અલગ લોકોને અમુક કુટેવો હોય છે


વસ્તી દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરે રહેલા ભારત દેશની 140 કરોડ જેટલી અંદાજે વસ્તી છે.તેમાં અનેક પ્રકારના લોકો જોવા મળે છે. તેમજ આ અલગ લોકોને અમુક કુટેવો હોય છે. જેમાં કોઇને પ્લાસ્ટિક ખાવાની, કોઇને ધુળ ખાવાની, કોઇને ભૂતિયા ખાવાની, તો કોઇને માટી ખાવાની ટેવ હોય છે. આવી કુટેવો તો અસંખ્ય જોવા મળે છે.

છેલ્લાં સાત વર્ષથી વાળ ખાવાની કુટેવ હતી

જામનગરમાં એક માનસિક બીમારવાળી મહિલાને વાળ ખાવાની કૂટેવ હતી. આ કૂટેવ છેલ્લાં સાત વર્ષથી રહી હતી. આ સાત વર્ષ દરમિયાન માનસિક બીમાર મહિલાએ અસંખ્ય વાળ ખાધા હતાં. જોકે, આ વાળ ખાવાની કૂટેવને લીધે તેને થોડાં સમય પહેલાં તકલીફ પડવાથી તબીબ પાસે સારવાર માટે લઇ ગયા હતાં.

મહિલાના પેટમાં વાળની કારણે મોટી ગાંઠ થઈ ગઈ હતી

મહિલાને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તથા તમામ પરિક્ષણ કરવામાં આવ્યાં હતાં. અનેક રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટ ચકાસણી કરતા જી. જી. હોસ્પિટલના તબીબો પણ ચોંકી ઉઠયા હતાં. કેમકે, આ મહિલાના પેટમાં તેણે ખાધેલા વાળને કારણે મોટી ગાંઠ થઈ ગઈ હતી. આ વિચિત્ર કૂટેવ ધરાવતી મહિલાની પેટમાં રહેલી વાળની ગાંઠ માટે શસ્ત્રક્રિયા માટે જી.જી.હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત ઉઠાવી આ શસ્ત્રક્રિયાને સફળ પાર પાડી હતી. જે જામનગર અને સૌરાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.