ETV Bharat / state

Jamnagar Rain: જામનગરનો જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ અદભુત નજારો

author img

By

Published : Jul 20, 2023, 3:36 PM IST

જામનગરનો જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં આજુબાજુના 25થી 30 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે અને પીવાના પાણીની સમસ્યા એક વર્ષ માટે થઈ જશે. જેથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Etv Bharat
Etv Bharat

સસોઈ ડેમ ઓવરફ્લો

જામનગર: જામનગર પથકમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહયો છે. ખાસ કરીને ઉપરવાસના વરસાદના પગલે જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે. સસોઈ ડેમમાં પાણીની ભારે આવક થતા ડેમ ઓવરફ્લો થતા જામનગર શહેરની પાણીની સમસ્યા દૂર થઈ છે. જામનગર શહેરની જીવાદોરી સમાન સસોઇ ડેમ ઓવરફ્લો થતાં શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

પીવાના પાણીની સમસ્યા સમાપ્ત: આગામી એક વર્ષ માટે શહેરને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની સમસ્યા પણ દૂર થઈ છે. ગત વર્ષે પણ રસોઈ ડેમ ઓવરફ્લો થયો હતો. જેના કારણે જામનગરવાસીઓને પીવાના પાણીની સમસ્યા નડી ન હતી. સસોઈ ડેમ જામનગરની જીવાદોરી સમાન ડેમ છે. કારણ કે રસોઈ ડેમનું પાણી જામનગર વાસીઓને આખું વર્ષ પીવા માટે મળે છે.

ડેમ ઓવરફ્લો થતાં લોકો ઉમટ્યાં: ગઈકાલે સસોઈ ડેમમાં પાંચ ફૂટ જેટલાં પાણીની આવક થઈ હતી. 16 ફૂટની સપાટીએ ડેમ ઓવરફ્લો થાય છે. હાલ સસોઈ ડેમ ઉપરથી એક ફૂટ જેટલા પાણીની સપાટીએ ઓવરફ્લો થતો જોવા મળે છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો અદભુત નજારો જોવા માટે ઉમટ્યાં છે. જામનગર જિલ્લા કલેકટર દ્વારા ડેમની નીચાણ વિસ્તારમાં આવતા 15 જેટલા ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

25થી 30 ગામના ખેડૂતોને ફાયદો: આજુબાજુના 25થી 30 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે અને પીવાના પાણીની સમસ્યા એક વર્ષ માટે સમાપ્ત થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ગઈકાલે લાલપુર પંથકમાં અનરાધાર વરસાદ ખાબકયો હતો. જેના કારણે સસોઈ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી.

  1. Junagadh Rain : ગીરની પ્રકૃતિ સોળે કળા ખીલી ઊઠી, લોકોને હૈયે હરખ ન સમાતા પહોંચ્યા દોડીને સ્નાન કરવા
  2. Orange Alert in Surat: એમપી-મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી હથનુર ડેમ ભયજનક સપાટીએ
  3. Ahmedabad Rains : અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ, સાબરમતી નદીમાંથી પાણી છોડાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.