ETV Bharat / state

જામનગર જિલ્લા પંચાયતમાં બે યુવકો આત્મવિલોપન કરે તે પહેલાં પોલીસની અટકાયત

author img

By

Published : Feb 27, 2020, 1:57 PM IST

જામનગર જિલ્લા પંચાયતમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના બે યુવકો આત્મવિલોપન કરે તે પહેલાં પોલીસે તેની અટકાયત કરી હતી.

jamnagar
જામનગર

જામનગર: 2017ની ભરતીમાં વેઈટિંગ લિસ્ટમાં નામ હોવાથી બંને યુવકોએ નોકરી મેળવવા માટે અવાર નવાર રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં જે લોકો વેઇટિંગ લિસ્ટમાં છે તેમને નોકરી આપવી.

જામનગર જિલ્લા પચાયતમાં બે યુવકો આત્મવિલોપન કરે તે પહેલાં પોલીસે કરી અટકાયત

જો કે, જામનગરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર યુવકો વેટિંગ લિસ્ટમાં હોવા છતાં પણ તેમને નોકરી આપવામાં ન આવતા બંને યુવકો આત્મવિલોપનની ચિમકી સાથે જિલ્લા પંચાયતમાં પ્રવેશ્યા હતાં. જ્યાં પોલીસે બંને યુવકોની અટકાયત કરી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.