ETV Bharat / state

જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને લોક પ્રશ્નોના નિવારણ માટે લોક દરબાર યોજ્યો

author img

By

Published : Dec 6, 2019, 4:42 PM IST

જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોક પ્રશ્નોના નિવારણ અર્થે વોર્ડ નંબર-1 અને 6માં લોક દરબાર યોજયો.

etv bharat
અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને લોક પ્રશ્નોના નિવારણ માટે લોક દરબાર યોજયો

જામનગર અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકપ્રશ્નોના નિવારણ અર્થે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6માં લોક દરબાર યોજયો હતો. જેમાં વોર્ડ નંબર-1માં રામ મંદિર, મજૂર કલ્યાણ કેન્દ્રની બાજુમાં, ધરારનગર-1 ખાતે સાંજે 05:00 કલાકથી 06:00 કલાક દરમિયાન અને વોર્ડ નંબર-6માં પ્રજાપતિ જ્ઞાતિની વાડી, મયુર નગર ખાતે સાંજે 6:00 થી 08:00 દરમિયાન લોકોને મળી તેમના પ્રશ્નો જાણી અને નિવારણ અર્થે તંત્રને અને જરૂરી વ્યવસ્થાપકોને સૂચનો કર્યા હતા.

અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને લોક પ્રશ્નોના નિવારણ માટે લોક દરબાર યોજયો

વડાપ્રધાન નરેન્દ્વભાઈ મોદીના પ્લાસ્ટિક મુકત ભારતના સ્વપ્ન અંતર્ગત ધર્મેન્દ્વસિંહ જાડેજાએ વોર્ડના લોકોને કાગળની થેલી વિતરણ કરી હતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા સુચન કર્યુ હતુ. આ સમયે પ્રધાને લોકોને તેમના પ્રશ્નો સરળતાથી અને સુચારૂ રીતે ઉકેલી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, વિમલ કગથરા તે વિસ્તારના કોર્પોરેટરો અને સ્થાનિક નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.

Intro:
Gj_jmr_01_lokdarbar_mla_av_7202728_mansukh

જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોક પ્રશ્નોના નિવારણ અર્થે વોર્ડ નંબર ૧ અને ૬માં લોક દરબાર યોજયો

જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકપ્રશ્નોના નિવારણ અર્થે વોર્ડ નંબર ૧ અને વોર્ડ નંબર ૬માં લોક દરબાર યોજયો હતો. જેમાં વોર્ડ નં.૧માં રામ મંદિર, મજુર કલ્યાણ કેન્દ્રની બાજુમાં, ધરારનગર-૧ ખાતે સાંજે ૦૫:૦૦ કલાકથી ૦૬:૦૦ કલાક દરમિયાન અને વોર્ડ નં.૬માં પ્રજાપતિ જ્ઞાતિની વાડી, મયુર નગર ખાતે સાંજે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન લોકોને મળી તેમના પ્રશ્નો જાણી અને નિવારણ અર્થે તંત્રને અને જરૂરી વ્યવસ્થાપકોને સૂચનો કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્વભાઈ મોદીના પ્લાસ્ટિક મુકત ભારતના સ્વપ્ન અંતર્ગત ધર્મેન્દ્વસિંહ જાડેજાએ વોર્ડના લોકોને કાગળની થેલી વિતરણ કરી હતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા સુચન કર્યુ હતુ. આ સમયે પ્રધાને દ્વારા લોકોને તેમના પ્રશ્નો સરળતાથી અને સુચારૂ રીતે ઉકેલી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી.

આ લોક દરબારમાં મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, વિમલ કગથરા તે વિસ્તારના કોર્પોરેટરો અને સ્થાનિક નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.