ETV Bharat / state

Jamnagar News: મહાનગર પાલિકાની એક ટર્મ પૂર્ણ થતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 11:02 AM IST

જામનગર મહાનગરપાલિકાની એક ટર્મ પૂર્ણ થઈ છે. સાથે સાથે જિલ્લા પંચાયત અને જામનગર મહાનગરપાલિકાની સેન્સની પ્રક્રિયા પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી. જોકે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે.

local-politics-heated-up-one-term-of-the-municipality-was-completed
local-politics-heated-up-one-term-of-the-municipality-was-completed

એક ટર્મ પૂર્ણ થતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું

જામનગર: જિલ્લા પંચાયત અને જામનગર મહાનગર પાલિકામાં પદની માંગ સાથે સતવારા સમાજ આગળ આવ્યો છે. જિલ્લા પંચાયતના ચેરમેન, કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ આપવાની માંગ કરી છે. જામનગરમાં સત્તવારા સમાજની રાજકીય ચિંતન બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લામાં સતવારા સમાજની વસ્તી વધુ હોવાથી યોગ્ય ન્યાય આપવા કરી માંગ છે. જામનગર સત્તવારા સમાજના પ્રમુખે તમામ ગામના આગેવાનોને બોલાવી બેઠક યોજી હતી.

સત્તવારા સમાજે પદની કરી માંગ: સત્તવારા સમાજની માંગ છે કે સત્તવારા સમાજની જામનગર જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે. સત્તવારા સમાજ હંમેશા ભાજપ પક્ષ સાથે જોડાયેલો છે તો ભાજપે અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં સત્તવારા સમાજને ધારાસભ્ય કે જિલ્લા પંચાયતમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું નથી. તેના કારણે સત્તવારા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

'અમારો સમાજ લાંબા સમયથી ભાજપ સાથે રહ્યો છે. આવનારા સમયમાં પણ સમાજ ભાજપ સાથે જ રહેશે. અમારી માંગ છે કે સત્તવારા સમાજના જે લોકો ચૂંટાયેલા છે તેને ચેરમેનના પદ આપવામાં આવે. સમાજની લાગણી છે કે આ પદ મળશે તો સમાજને સંતોષ થશે.' -બાબુ ભાઈ, સત્તવારા સમાજના અગ્રણી

સમાજને પ્રતિનિધિત્વ ન મળતા નારાજગી: સત્તવારા સમાજના 95 ટકા લોકો ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં પણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ કોને જિલ્લા પંચાયતના ચેરમેન કે જામનગર મહાનગરપાલિકામાં ચેરમેનના પદો મળતા નથી. સથવારા સમાજે માંગ કરી છે કે જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સથવારા સમાજના કોઈપણ ચૂંટાયેલા કોર્પોરેટરને મળવું જોઈએ. જિલ્લા પંચાયતમાં પણ બાંધકામ સમિતિના ચેરમેન પદે સથવારા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદ મળવું જોઈએ.

  1. Vadodara News: જિલ્લા પંચાયત, 3 નગર પાલિકા અને 8 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી સંદર્ભે ભાજપે સેન્સ લીધી
  2. Police Stations Inauguration: ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ ગ્રામ્યના 5 પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.