ETV Bharat / state

કોરોનાની મહામારી વચ્ચે જામનગરના સખીમંડળોની પહેલ, ઘર બેઠા માસ્કનું ઉત્પાદન

author img

By

Published : Apr 1, 2020, 4:27 PM IST

કોરોના વાઇરસની મહામારીએ વૈશ્વિક ગંભીરરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે ગુજરાતમાં પણ હાલમાં તેના અનેક કેસ સામે ચૂક્યા છે. આવા સમયમાં આ મહામારીમાં માસ્ક અને સેનિટાઈઝરની અછતનું નિર્માણ થયું છે. સમયાંતરે તંત્ર દ્વારા આ વસ્તુઓની અછત નિવારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં જામનગર જિલ્લાના જુદા-જુદા સખીમંડળોએ માસ્કની માંગને પૂરી કરવા નેમ લીધી છે અને માસ્કનું ઘર બેઠા ઉત્પાદન શરૂ કર્યું છે.

Jamnagar Sakhi Mandal initiative, production of home-made masks
કોરોનાની મહામારી વચ્ચે જામનગરના સખીમંડળોની પહેલ, ઘર બેઠા માસ્કનું ઉત્પાદન

જામનગર: કોરોના વાયરસની મહામારીએ વૈશ્વિક ગંભીરરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે ગુજરાતમાં પણ હાલમાં તેના અનેક કેસ સામે ચૂક્યા છે. આવા સમયમાં આ મહામારીમાં માસ્ક અને સેનિટાઈઝરની અછતનું નિર્માણ થયું છે. સમયાંતરે તંત્ર દ્વારા આ વસ્તુઓની અછત નિવારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં જામનગર જિલ્લાના જુદા-જુદા સખીમંડળોએ માસ્કની માંગને પૂરી કરવા નેમ લીધી છે અને માસ્કનું ઘર બેઠા ઉત્પાદન શરૂ કર્યું છે.

Jamnagar Sakhi Mandal initiative, production of home-made masks
કોરોનાની મહામારી વચ્ચે જામનગરના સખીમંડળોની પહેલ, ઘર બેઠા માસ્કનું ઉત્પાદન


જિલ્લા નેશનલ રૂરલ લાઈવલીહુડના માર્ગદર્શન તળે જામનગર જિલ્લાની કાલાવડ તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા ઘરે જ માસ્ક બનાવી જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સીને હાલ સુધીમાં 700 માસ્ક આપવામાં આવ્યાં છે. આ સખી મંડળની બહેનો દ્વારા હાલ સુધીમાં બે લાખ જેટલા માસ્ક બનાવી લોકોને આપવામાં આવેલ છે. આ સખીમંડળના સભ્ય ચંદ્રાબા જાડેજા કહે છે કે, "કોરોના મહામારીમાં જ્યારે લોકો પોતાનો રોજગાર છોડીને ઘરે બેઠા છે, ત્યારે અમારા સખીમંડળોની બહેનો ઘરે બેઠા માસ્ક બનાવવાની પ્રવૃત્તિ દ્વારા આજીવિકા મેળવી રહી છે અને આ પ્રવૃત્તિ દ્વારા રાષ્ટ્રસેવામાં સહભાગી બનવાની અમુલ્ય તક મળેલ છે. જે માટે અમે ગર્વ અનુભવીએ છીએ."

Jamnagar Sakhi Mandal initiative, production of home-made masks
કોરોનાની મહામારી વચ્ચે જામનગરના સખીમંડળોની પહેલ, ઘર બેઠા માસ્કનું ઉત્પાદન
આ માસ્ક બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ સખીમંડળના સભ્ય ઉમાબા જાડેજાએ કહ્યું કે, "અત્યારે અમે ઘરકામ છોડીને પણ માસ્ક બનાવવાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત છીએ. જેથી જરૂરિયાતમંદ લોકો સુધી માસ્ક પહોંચાડી શકીએ અને સેવાકાર્યમાં સહભાગી થઇ શકીએ." આ માસ્ક બનાવવાની પ્રવૃત્તિથી આ બહેનો એક દિવસના 300 થી 500 જેટલી આજીવિકા પણ મેળવી રહી છે. આ થ્રી લેયર માસ્કની ગુણવત્તા પણ લેબોરેટરી દ્વારા ચકાસવામાં આવેલી છે. આ પ્રકારના ઉચ્ચ ગુણવત્તાના માસ્કની કિંમત 8 રૂપિયા રાખી આ બહેનો જામનગર જિલ્લામાં માસ્કની અછતને નિવારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યાં છે.
Jamnagar Sakhi Mandal initiative, production of home-made masks
કોરોનાની મહામારી વચ્ચે જામનગરના સખીમંડળોની પહેલ, ઘર બેઠા માસ્કનું ઉત્પાદન
કાલાવડ તાલુકાના 16 સખીમંડળોની 75 બહેનો દ્વારા આ થ્રી લેયર માસ્ક બનાવવાની પ્રવૃત્તિ કુલ 10 ગામમાં ચાલુ છે. એક દિવસમાં એક બહેન દ્વારા 800 થી 1000 માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે. માસ્ક બનાવવા માટે આ બહેનોને કાપડ અને રબર પૂરા પાડવામાં આવે છે, જેનું રો-મટીરીયલ રાજકોટથી લાવવામાં આવે છે. માસ્ક બનાવવાની રૂ 2ની મજૂરી પણ આ સખીમંડળની બહેનોને તેમની કામગીરી સામે ચૂકવવામાં આવે છે.

આજે કોરોનાની મહામારીના સમયમાં મોં દ્વારા તેના વાયરસનો ચેપ ન લાગે તેમજ શ્વાસોચ્છવાસ દ્વારા વાયરસ ફેલાય નહીં તેની તકેદારી રાખવા માસ્કનો ઉપયોગ વધ્યો છે. જો કે, સ્વસ્થ વ્યક્તિને માસ્કની આવશ્યકતા નથી, પણ જેમને શરદી-ખાંસી કે તાવ જેવા રોગો થયા હોય તેમણે માસ્ક પહેરવું હિતાવહ છે. આવનારા દિવસોમાં કાલાવડના તાલુકા વિકાસ અધિકારી જયદિપસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સખી મંડળોની બહેનો દ્વારા નિર્મિત માસ્ક કાલાવડ તાલુકાના દરેક ગામના પરિવારોમાં વહેંચવામાં આવશે, તેમજ સાથે પરિવાર દીઠ એક સેનિટાઈઝરની બોટલ પણ આપવામાં આવશે. તેમ લાઈવલીહુડના કાલાવડ તાલુકાના આસી. પ્રોજેક્ટ મેનેજર ડિમ્પલ ગોરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.