ETV Bharat / state

Jamnagar News: 36 મહિલાઓએ મિલેટ્સથી બનાવી ચટાકેદાર વાનગી, રિવાબા જાડેજાએ માણી લિજ્જત

author img

By

Published : Jul 16, 2023, 4:02 PM IST

સેજા લેવલે આંગણવાડી કાર્યક્રમની હરીફાઈમાં મીલેટ્સની વાનગીઓ દ્વારા કુપોષણને નાથવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ અને અન્ય મહાનુભાવોએ લિજ્જત માણી હતી. કુલ 36 બેનો દ્વારા આજરોજ પૌષ્ટિક વાનગી બનાવી વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

jamnagar-news-36-women-made-a-delicious-dish-of-millets-rivaba-jadeja-enjoyed
jamnagar-news-36-women-made-a-delicious-dish-of-millets-rivaba-jadeja-enjoyed

રિવાબા જાડેજાએ માણી લિજ્જત

જામનગર: દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુનો સમક્ષ મિલેટ્સના ફાયદા વિશે આગાઉ કરેલી રજૂઆતને પગલે ચાલુ વર્ષમાં એટલે કે 2023માં યુનોએ મિલેટ્સ યર તરીકે જાહેર કર્યું છે. મિલેટસમાં કેટલા ધાન્યનો સમાવેશ થયા છે. મિલેટસમાં કુલ 9 પ્રકારના ધાન્ય પાકનો સમાવેશ થયા છે જેમાંના મોટા ભાગના ધાન્ય પાક ગુજરાત અને સૌરાષ્ટ્ર ખેડૂતો વાવેતર કરી અને સારું ઉત્પાદન પણ કરે છે.

મીલેટ્સની વાનગીઓ: 'શ્રી અન્ન' મીલેટ્સ મતલબ વિવિધ પોષણયુક્ત અનાજમાંથી બનતી વિવિધ વાનગી અને જેના દ્વારા વ્યક્તિગત સર્વાંગી વિકાસનું મહત્વ જે અંતર્ગત સેજા લેવલે આંગણવાડી કાર્યક્રમની હરીફાઈ યોજવામાં આવેલ જેમાંથી વિજેતા બનેલા કુલ 36 બેનો દ્વારા આજરોજ પૌષ્ટિક વાનગી બનાવી વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિવાબા જાડેજાએ વાનગીની લિજ્જત માણી: ઉપસ્થિત 78 વિધાનસભા ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા દરેકને માહિતગાર કરવામાં આવ્યા કે 2023 આખા રાષ્ટ્રમાં મીલેટ્સ વર્ષ તરીકે ઉજવાય છે. જેના ફાયદા વિશે પણ સમજ આપી હતી. જા.મ.પા. મેયર બીનાબેન કોઠારી દ્વારા પણ દરેક આંગણવાડીમાં મિલેટ્સની વિવિધ વાનગી બનાવીને લોકોને જાગૃત કરવા અને તેઓ દ્વારા આ પ્રકારની પોષણયુક્ત વાનગી બનાવે તે માટે સૂચિત કરવામાં આવ્યા હતા. જેથી કુપોષણમાં ઘટાડો આવી શકે. વધુમાં કાર્યક્રમમાં વિજેતાને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા છે.

'દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનોમાં જે પ્રકારે મિલેટ્સના ફાયદા વિશે પ્રસ્તાવ રાખવામાં આવ્યો ત્યારે અનેક દેશોએ આ પ્રસ્તાવને સહહર્ષ સ્વીકારી લીધો હતો અને 2023 ના વર્ષને આંતરરાષ્ટ્રીય યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને લોકો ફાસ્ટ ફૂડના વધુ પડતા ઉપયોગ કરતા હોય છે જેના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડતી હોય છે. જોકે વર્ષોથી લોકો મીલેટ્સનો ઉપયોગ ભોજનમાં કરતા આવે છે.' -કે.પી બારીયા, કૃષિ વૈજ્ઞાનિક

ખેડૂતો મીલેટ્સની ખેતી તરફ વળ્યાં: તેમને વધુમાં જણાવ્યું હતું કે જામનગરમાં બાજરા સંશોધન કેન્દ્ર ખાતે તમામ પ્રકારના મીલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે અને અહીં મુલાકાતે આવતા ખેડૂતોને આ મિલેટ્સ વિશે તમામ પ્રકારની માહિતી પણ આપવામાં આવે છે. જોકે જામનગર પંથકના ઘણા બધા ખેડૂતો આધુનિક ખેતી કરી રહ્યા છે અને ખેડૂતો હવે બાજરાના સંશોધિત બિયારણોનું વાવેતર કરી અને મબલક ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં તમામ પ્રકારના મીલેટ્સનું વાવેતર થાય છે અને સારું એવું ઉત્પાદન પણ ખેડૂતો કરી રહ્યા છે.

  1. Jamnagar News: 2023 આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર..જામનગરમાં 9 પ્રકારના મિલેટ્સનું કરવામાં આવ્યું છે વાવેતર
  2. shelf life of millets-based products : બાજરી-આધારિત ઉત્પાદનોની શેલ્ફ લાઇફ વધારવા માટે કામ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.