ETV Bharat / state

Devotee Padyatra: અવરોધોનો સામનો કરી વૃદ્ધ ઊલટા પગે કરી રહ્યા છે યાત્રા, પહેલા દ્વારકા ને પછી જશે સોમનાથ

author img

By

Published : Mar 13, 2023, 7:00 PM IST

પંચમહાલના 66 વર્ષીય વાલાભાઈએ સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. તેનું કારણ તે તેમની યાત્રા. જી હાં, તેઓ છેલ્લા 24 દિવસથી ઊલટા પગે ચાલીને દ્વારકા જવા નીકળ્યા છે. ત્યારે જામનગરમાં તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તો શા માટે તેઓ ઊલટા પગે આ યાત્રા કરી રહ્યા છે આવો જાણીએ.

Devotee Padyatra: અવરોધોનો સામનો કરી વૃદ્ધ ઊલટા પગે કરી રહ્યા છે યાત્રા, પહેલા દ્વારકા ને પછી જશે સોમનાથ
Devotee Padyatra: અવરોધોનો સામનો કરી વૃદ્ધ ઊલટા પગે કરી રહ્યા છે યાત્રા, પહેલા દ્વારકા ને પછી જશે સોમનાથ

400 કિમીનું અંતર કાપ્યું

ગોધરાઃ સામાન્ય રીતે લોકો માનતા માનવા માટે પગપાળા કોઈકને કોઈક મંદિરે જતા હોય છે, પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે, કોઈ ઊલટા પગે ચાલીને યાત્રા કરતો હોય. તમારો જવાબ ના જ હશે, પરંતુ આવી યાત્રા કરી રહ્યા છે જામનગરના 66 વર્ષીય વાલાભાઈ ગઠવી. તેઓ ઊલટા પગે ચાલીને દ્વારકા જઈ રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ચાલતા ચાલતા તેઓ જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Ahimsa Yatra: અહિંસા અને આત્મકલ્યાણ માટે લોકોને જાગૃત કરવા જૈનાચાર્ય 55 હજાર કિમીની યાત્રા કરી અમદાવાદ પહોંચ્યા

દ્વારકાથી તેઓ સોમનાથ જશેઃ મહત્વનું છે કે, તેઓ પંચમહાલના નસીરપૂરથી ઊલટા પગે ચાલીને નીકળ્યા છે. તેઓ છેલ્લા 24 દિવસથી આ જ રીતે ચાલીને દ્વારકા પહોંચી રહ્યા છે. ત્યારે જામનગર ચારણ સમાજે ખીજડિયા પાટીયા પાસે વાલાભાઈ ગઢવીનું સન્માન કર્યું હતું. તો હવે દ્વારકામાં ધ્વજા આરોહણ કર્યા બાદ ઊલટા પગે ચાલી તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. તેઓ કુલ 900 કિલોમીટરની લાંબી યાત્રા ઊલટા પગે ચાલીને કરી રહ્યા છે.

વૃદ્ધ પદયાત્રીનું સન્માન
વૃદ્ધ પદયાત્રીનું સન્માન

યાત્રાનો ઉદ્દેશઃ લમ્પી વાઈરસથી ગાયોના મોત, શહીદ જવાનો, દેશમાં એકતા જળવાય રહે તેવા ઉદ્દેશથી તેઓ ઊલટા પગે ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અહીંં દ્વારકાધીશને ધ્વજા આરોહણ કર્યા બાદ તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે જશે.

શા માટે નિસ્વાર્થ ભાવે કરી પદયાત્રા?: આ અંગે વાલાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 24 દિવસથી ઊલટા પગે ચાલીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જોકે, તેમને થાક લાગતો નથી. તેમ જ શરીરમાં કોઈ પણ જાતની નબળાઈ પણ આવતી નથી અને તેઓ વહેલી સવારે જ ચાલવાનું શરૂ કરે છે. કોરોના કાળમાં અનેક લોકોના જીવ ગયા છે તો લમ્પી વાઈરસથી અનેક ગાયોના મોતની નીપજ્યા છે. કોરોનાના મૃતક અને લમ્પી વાઈરસના મૃતકની આત્માને શાંતિ મળે તે માટે વાલાભાઈ ગઢવી નિઃસ્વાર્થ ભાવે પદયાત્રા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Dakor Temple : 50 વર્ષથી રથ લઈને આ સંઘ જાય છે રાજા રણછોડજીને શીશ ઝુકાવા

400 કિમીનું અંતર કાપ્યુંઃ આમ, પણ અત્યારના ફાસ્ટ યુગમાં લોકો ચાલવાનું છોડી રહ્યા છે. ત્યારે 66 વર્ષીય વાલાભાઈ ગઢવી ઊલટા પગે ચાલીને યુવાનોને શરમાવે તેવું કામ કરી રહ્યા છે. તેમ જ તેઓ અત્યાર સુધીમાં 400 કિલોમીટર જેટલું અંતર પણ કાપી ચૂક્યા છે. ગોધરાના પંચમહાલથી દ્વારકા અને ત્યારબાદ સોમનાથ એમ કુલ 900 કિલોમીટરની લાંબી પદયાત્રા ઊલટા પગે ચાલીને વાલાભાઈ ગઢવી કરી રહ્યા છે. તેવામાં આજે તેઓ જામનગર પહોંચતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.