ETV Bharat / state

Holi Festival 2023: જામનગરમાં વિશ્વની સૌથી મોટી હોલિકાનું દહન, જાણો વિશેષ મહાત્મ્ય

author img

By

Published : Mar 6, 2023, 6:40 PM IST

Updated : Mar 6, 2023, 7:20 PM IST

જામનગરમાં ફરી એક વાર ભોઈ સમાજે હોલિકા દહનનું આયોજન કર્યું છે. આ માટે 25 ફૂટની હોલિકાનું પૂતળું તૈયાર કરાયું છે, જે વિશ્વની સૌથી મોટી હોલિકા હોવાનું સામે આવ્યું છે.

Holi Festival 2023: જામનગરમાં વિશ્વની સૌથી મોટી હોલિકાનું દહન, જાણો વિશેષ મહાત્મ્ય
Holi Festival 2023: જામનગરમાં વિશ્વની સૌથી મોટી હોલિકાનું દહન, જાણો વિશેષ મહાત્મ્ય

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આજે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી મહોત્સવની ઉજવણી થઈ રહી છે

જામનગરઃ શહેરમાં વિશ્વની સૌથી મોટી હોલિકાનું દહન થશે. છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગરમાં આજે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગરમાં ભોઈ સમાજે 25 ફૂટની હોલિકાનું પૂતળું બનાવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આજે (સોમવારે) ભોઈ સમાજે હોલિકાના પૂતળાનું વાજતેગાજતે વિશાળ પ્રોસેસન કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Dakor Holi 2023 : હોળીના પર્વને લઈને મંદિર રોશનીથી ઝળહળ્યું, શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર

સતત 67મા વર્ષે આયોજનઃ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા સતત 67મા વર્ષે હોલિકા દહન કરવામાં આવશે. આ માટે 25 ફૂટની ઊંચાઈનું હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છ. સાથે જ ભક્ત પ્રહલાદનું પણ પૂતળું અલગથી બનાવાયું છે. તેમ જ શહેરના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોળીકા દહનના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. બીજી તરફ આસપાસના વિસ્તારમાં માત્ર શાકમાર્કેટ અને ભોઈવાડા વિસ્તારમાં જ 30 વધુ હોળીઓ પ્રગટાવવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

સમગ્ર શહેરને ધજા-પતાકાથી સજાવાયુંઃ શહેરની વાત કરીએ તો, સમગ્ર શહેરી વિસ્તારમાં 200થી વધુ સ્થળો પર હોલિકા દહનના કાર્યક્રમમાં યોજાઈ રહ્યા છે. તેમ જ છાણા-લાકડાં ગોઠવીને સ્થાનિકો હોલિકા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે સમગ્ર વિસ્તારને ધજા-પતાકાથી સજાવીને તેમ જ હોળીના પ્રસાદ સહિતના આયોજન થઈ રહ્યા છે.

બપોર બાદ પ્રોસેસનની પ્રક્રિયા શરૂ થઈઃ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રોસેસનની પ્રક્રિયા થોડી મોડે શરૂ કરવામાં આવી હતી.આમ, તો સવારે 10 વાગ્યે આ પ્રોસેસરની પ્રક્રિયા ધર્મ આવતી હોય છે, પરંતુ આ વર્ષે શુભ મુહૂર્ત ન હોવાના કારણે બપોર બાદ પ્રોસેસનની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

આ પણ વાંચોઃ Holi Festival 2023: ડાકોર તરફ ભક્તોની આગેકૂચ, અત્ર તત્ર સર્વત્ર ગુંજ્યો 'જય રણછોડ'નો નાદ

રાત્રે 8.30 વાગ્યે થશે હોલિકાદહનઃ તો રાત્રે 8:30 વાગ્યે હોલિકા દહન કરવામાં આવશે. અહીં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ આ હોલિકા દહન કાર્યક્રમમાં જોવા મળશે. તો ગત વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે લોકોની ભીડ ઓછી જોવા મળી હતી. ત્યારે આ વર્ષે સમગ્ર દેશમાં રહેતા ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવમાં જામનગર ખાતે આવ્યા છે.

Last Updated : Mar 6, 2023, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.