ETV Bharat / state

Gujarat Monsoon: જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણ ટાઢુ થયુ

author img

By

Published : Jun 26, 2023, 7:02 AM IST

Updated : Jun 26, 2023, 9:45 AM IST

Gujarat Monsoon: જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણ ટાઢુ થયુ
Gujarat Monsoon: જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણ ટાઢુ થયુ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. મેઘાનો અષાઢી રંગ જોવા મળ્યો છે. રવિવારથી વરસાદી માહોલ બંધાવવાનું શરૂ થઈ ગયું હતું. જેના ભાગરૂપે તાપમાન નીચું ઊતર્યું હતું. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતો ખુશખશાલ જોવા મળ્યા હતા. જામનગર જિલ્લામાં તથા શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો.

Gujarat Monsoon: જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણ ટાઢુ થયુ

જામનગરઃ જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ બપોર બાદ જોવા મળ્યો હતો. જામનગરના મતવા સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જામનગરના ગ્રામ્ય પંથક મતવા મોડપર સહિતના ગામોમાં ભારે વરસાદથી ગામમાં નદીઓ વહી છે. જ્યારે શહેરમાં પણ બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે. જામનગરના કાલાવડ અને ધ્રોલમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે.

ગ્રામ્ય પંથકમાં મેઘમહેરઃ ધ્રોલ તાલુકાનાં ઈટાળા, હમાપર, રોજીયા, રાજપર સહિતના ગામડાઓમાં ભારે વરસ્યો વરસાદ પડ્યો છે. મોટા ઈટાળા ગામે કપાસનો ભરેલો ટ્રક પાણીના વોકળામા ફસાયો હતો. કાલાવડના બેરાજા, બાંગા, ભલસાણ, ખાનકોટડા, લલોઈ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જામનગર તાલુકાના ચેલા ચંગા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. રવિવારે બપોર બાદ જામનગરના વાતાવરણમાં એક પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. એકાએક વરસાદ શરૂ થયો હતો.

નદીમાં ઘોડાપૂરઃ ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કંકાવટી ડેમમાં વરસાદી પાણીની આવક શરૂ થઈ છે. તો મતવા ગામમાં નદીમાં ઘોડાપૂર આવ્યા છે. મોડ ગામ ખાતે પણ નદીમાં ભારે પૂર આવ્યું છે. મતવા ગામે નદીમાં પૂર આવતા ચાર લોકો મંદિરમાં ફસાયા હતા. જોકે ચારે લોકોને રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા છે. જામનગર પંથકમાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં સોમવારથી ચા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

Last Updated :Jun 26, 2023, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.