ETV Bharat / state

Vande Bharat Express: સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, પ્રથમવાર અમદાવાદ પહોંચતા કરાયું સ્વાગત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 12:39 PM IST

સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, પ્રથમવાર અમદાવાદ પહોંચતા કરાયું સ્વાગત
સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, પ્રથમવાર અમદાવાદ પહોંચતા કરાયું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દેશમાં સંપૂર્ણ સ્વદેશી અને અદ્યતન એવી 9 'વંદે ભારત' ટ્રેનનું વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવ્યું છે, જે પૈકી જામનગર-અમદાવાદ રેલવે રુટની સૌથી ઝડપી 'વંદે ભારત' ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, પ્રથમવાર અમદાવાદ પહોંચતા કરાયું સ્વાગત

જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરમાં એક સાથે 9 સેમી હાઈ સ્પીડ ટ્રેન ‘વંદે ભારત’એક્સપ્રેસનો વર્ચ્યુઅલ શુભારંભ કરાયો હતો. જે પૈકી જામનગર થી અમદાવાદને જોડતા રેલવે રુટની સૌથી ઝડપી ‘વંદે ભારત’ ટ્રેનને લીલી ઝંડી મળતાં સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. સાથે રાજકોટમાં ઢોલ-નગારાં સાથે રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, તથા મુળુ બેરાએ વંદે ભારત ટ્રેનનું ફૂલોથી સ્વાગત કર્યું હતું.

આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર: આ ટ્રેન રાજકોટ, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં ‘વંદે ભારત’ ટ્રેન ના આગમન ટાણે DRM સુધીરકુમાર શર્મા એ ટ્રેનનું સ્વાગત કર્યું હતું. સાથે અમદાવાદ શહેરના મેયર અને દરિયાપુરના MLA પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સ્ટેશને આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના સ્વાગત બાદ સુધીરકુમાર શર્માએ વંદે ભારત’ ટ્રેન પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેશમાં જ આ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આનંદદાયક મુસાફરી માટે આ ટ્રેનની ચેર 360 ડિગ્રીએ ફરી શકે છે.

ટુરિઝમ ક્ષેત્રે પણ રાજ્યને લાભ: આ ટ્રેનને કારણે મોટા શહેરો સાથે વ્યાપાર સરળ બનશે અને ટુરિઝમ ક્ષેત્રે પણ રાજ્યને લાભ મળશે. આ ટ્રેન જામનગરથી બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ તેમજ અમદાવાદથી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. ત્યારે રેલવે ગ્રાહકો માટે આ ટ્રેન ઉપયોગી બનશે. જામનગરથી અમદાવાદ સુધી ચાલનારી આ ટ્રેનમાં 955 રૂપિયામાં મુસાફરી કરી શકાશે. જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી આ ટ્રેન બપોરના 12:30 વાગ્યે રવાના કરવામાં આવી હતી અને 40 મિનિટમાં રાજકોટ ખાતે પહોંચી ગઈ હતી. ભારતમાં એક બાજુ જુના જમાનાની ટ્રેન ચાલી રહી છે તો બીજી બાજુ આધુનિક અને સુવિધાઓથી સજ્જ ખૂબ સ્પીડ વાળી ટ્રેન પણ હવે સૌરાષ્ટ્રને મળી ચૂકી છે.

ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા: વંદે ભારત ટ્રેન સ્વદેશી ટ્રેન છે. ભારતમાં જ બનાવવામાં આવેલી ટ્રેન છે. આ ટ્રેન આધુનિક સુવિધાથી જ છે. તેમ જ ટ્રેનમાં આગળ પાછળ એન્જિન લગાવેલા છે અને ટ્રેનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો ટ્રેનમાં બેસવા માટેની સીટ પણ કમ્ફર્ટેબલ છે અને મોબાઈલ ચાર્જિંગ ની સુવિધા પણ ટ્રેનમાં આપવામાં આવી છે. વોશરૂમ પણ આધુનિક બનાવવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેન જામનગર થી અમદાવાદ પહોંચતા ચાર કલાકનો સમય લાગે છે. જેવી રીતે બુલેટ ટ્રેનની સ્પીડ છે તેવી રીતે વંદે ભારત ટ્રેનની સ્પીડ પણ ખૂબ છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમ માડમએ આ ટ્રેનમાં સફર કરી હતી. સાથે સાથે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

  1. Vande Bharat Train in Jamnagar : પીએમ મોદી દ્વારા 24મીએ જામનગરથી વંદે ભારત ટ્રેન થશે રવાના, કયા રહેશે સ્ટોપેજ અને ટાઇમિંગ જૂઓ
  2. Ahmedabad-Jamnagar Vande Bharat Train: ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, જાણો કયા રૂટ ઉપર ચલાવવામાં આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.