ETV Bharat / state

રાજ્યમાં આગનો સીલસીલો યથાવત, ગૌશાળામાં ઘાસના ગોડાઉનમાં લાગી ભિષણ આગ

author img

By

Published : May 29, 2019, 8:59 PM IST

ગૌશાળામાં ઘાસના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

જામનગર: જિલ્લાના મોટી ખાવડી ગામે ગૌશાળાના ઘાસ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બાજૂમાં મોટી ખાવડી ગામે ગૌશાળાના ગોડાઉનમાં અચાનક આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યું હતું.

મળતી માહીતી અનુસાર જામનગરના મોટી ખાવડી ગામે ગૌશાળામાં રહેલા ઘાસના જથ્થમાં અચાનક આગ લાગી હતી, જેથી ગૌશાળામાં રહેલી ઘાસ બળીને ખાખ થયું હતું. જો કે ફાઇર વિભાગને જાણકારી આપતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી.

ગૌશાળામાં ઘાસના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાયર-ફાઇટરને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જો કે ત્યાં સુધીમાં મોટાભાગનો ઘાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આમ જામનગરમાં છેલ્લા બે દિવસથી આગના બનાવો વધી રહ્યા છે. આ ઘટનામાં અંદાજે પાંચ લાખનું નુકસાન થયું હોવાની આશંકા છે તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

GJ_JMR_02_29MAY_AAG_7202728
જામનગર:મોટી ખાવડીના ગૌશાળામાં ઘાસના ગોડાઉનમાં લાગી આગ, ઘાસચારો બળીને ખાખ
Feed ftp
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે ગૌશાળાના ઘાસ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી માહોલ સર્જાયો હતો... રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં મોટી ખાવડી ગામે ગોંશાળાના ગોડાઉનમાં આગ લગતા તાત્કાલિક ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યું હતું....

હાલાર પંથકમાં એક તો નહિવત વરસાદ જેના કારણે સારોનું પ્રમાણ ઓછું છે..તો બીજી બાજુ આગજનીના બનાવના કારણે મોટી ખાવડી ગામે ગૌશાળામાં રહેલોનો ઘાસનો જથ્થો બળી ગયો છે..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાયર-ફાઇટર ને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.... જોકે ત્યાં સુધીમાં મોટાભાગનું ઘાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો...આમ જામનગરમાં છેલ્લા બે દિવસથી આગના બનાવો વધ્યા છે...અંદાજે પાંચ લાખનું નુકશાન થયું હોવાની આશંકા છે.... તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.