ETV Bharat / state

જામનગરમાં મહેસુલ કચેરીમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા

author img

By

Published : Jul 30, 2020, 1:52 PM IST

જામનગરમાં કલેકટર કચેરી ખાતે આવેલ મહેસુલ કચેરીમાં પ્રવેશતા જ એક પણ સેનેટાઈઝરની બોટલ રાખવામાં આવી નથી. તેમજ કચેરીમાં હરતા-ફરતા મોટાભાગના લોકો પણ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા.કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓ પણ માસ્ક પહેર્યા વિના પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા હતા.

Jamnagar
જામનગર

જામનગર : આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મહેસૂલ વિભાગે પહોંચ્યા હતા. ત્યાં તેમને સેનેટાઈઝર બોટલ જોવા ન મળતાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જામનગરમાં એક બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ લોકો માસ્ક પહેરી અને ઘરની બહાર નીકળે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. જોકે, ખુદ જિલ્લા કલેકટર કચેરીએ જ મોટા ભાગના કર્મચારીઓ તેમજ લોકો માસ્ક પહેર્યા વિના જોવા મળતાં આશ્ચર્ય સર્જાયું હતું.

જામનગર મહેસુલ કચેરીમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા
જો ખુદ કલેક્ટર કચેરીમાં જ માસ્ક અને સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. તો અન્ય કચેરીમાં કેવી સ્થિતિ હશે, તે આપ અંદાજ લગાવી શકો છો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.