ETV Bharat / state

જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષની પ્રથમ કારોબારી બેઠકમાં 9 ઠરાવ મંજૂર

author img

By

Published : Jul 25, 2019, 11:52 AM IST

જામનગરઃ જિલ્લા પંચાયતની 2019-20ની પ્રથમ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કારોબારી સમિતિની સામાન્ય સભામાં નવ ઠરાવ પાસ કરાયા હતા. આ બેઠકમાં તમામ કરોબારી સભ્ય મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. જેમણે જનતાના હિતને ધ્યાનમાં રાખી બહુમતી સાથે ઠરાવ પાસ કર્યા હતા.

જામનગરમાં જી.પ.ની વર્ષ 2019-20ની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ

જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2019-20ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં નવ ઠરાવ પસાર કરાયાં હતા. આ બેઠકમાં ખેતી, પાણી, સ્ત્રી ભૃણ હત્યા અને શિક્ષણ લઇ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ કારોબારી સભ્યોની બહુમતિ મેળવી નવ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતાં.

જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષની પ્રથમ કારોબારી બેઠકમાં 9 ઠરાવ મંજૂર

ઉલ્લેખનીય છે કે પાંચમી કારોબારી સમિતિની બેઠકમાં ખાસ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેને અમલવારીમાં મુકવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગના જુદા-જુદા કામોને પણ મંજૂરી અપાઇ છે. ધ્રોલના માવપર ગામે આવેલા બિયારણ વૃદ્ધિ કેન્દ્રને ભાડા પેટે આપવાની પણ મજૂરી આપવામાં આવી છે. સાથે જામજોધપુરના વનાણા ગામે આવેલી વેણું નાની સિંચાઈ યોજનામાં મરાતમનું ટેન્ડર મંજૂર કરાયું હતું. આમ, વર્ષ 2019-20ની કારોબારી બેઠકમાં ઠરાવમાંથી કેટલાં ઠરાવ અમલમાં મૂકવામાં આવે છે તે જાણવું રસપ્રદ રહેશે.

Intro:
Gj_jmr_04_karobari_bethak_7202728_mansukh

જામનગરમાં જી.પ.ની વર્ષ 2019-20ની પ્રથમ કારોબારી બેઠક મળી...નવ ઠરાવ પાસ

બાઈટ:ગીતાબહેન ગઢિયા,અધ્યક્ષ કારોબારી સમિતિ

જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2019-20ની પ્રથમ કારોબારી સમિતિની બેઠક આજે મળી હતી...કારોબારી સમિતિની બેઠકમાં નવ જેટલા ઠરાવો સામાન્ય સભામાં પાસ કરવામાં આવ્યા છે..

ઉલ્લેખનીય છે કે પાંચમી કારોબારી સમિતિની બેઠકમાં ખાસ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા તેને અમલવારીમાં મુકવામાં આવ્યા છે....તો સિંચાઈ વિભાગના જુદા જુદા કામોને પણ મંજૂરી આપવામાં આવી છે...ધ્રોલના માવપર ગામે આવેલ બિયારણ વૃદ્ધિ કેન્દ્રને ભાડા પેટે આપવાની પણ મજૂરી આપવામાં આવી છે....

મહત્વનું છે કે જામજોધપુરના વનાણા ગામે આવેલ વેણું નાની સિંચાઈ યોજનામાં મરાતમનું ટેન્ડર મજૂર કરવામાં આવ્યું છે...આ બેઠકમાં વગેરે નવ જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા .. બાદમાં તમામ સભ્યો ની મંજૂરી અને કારોબારી સમિતિના અધ્યક્ષની મજૂરીથી ઠરાવો પાસ કરવામાં આવ્યા છે.....


Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.