ETV Bharat / state

Cyclone Biparjoy: જામનગર પથકમાં ભારે પવન સાથે વરસાદ, દરિયામાં જોવા મળ્યો કરંટ

author img

By

Published : Jun 10, 2023, 10:18 PM IST

cyclone-biparjoy-rain-with-heavy-wind-in-jamnagar-pathak-saw-current-in-the-sea
cyclone-biparjoy-rain-with-heavy-wind-in-jamnagar-pathak-saw-current-in-the-sea

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે જામનગરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ એકાએક ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

જામનગર પથકમાં ભારે પવન સાથે વરસાદ

જામનગર: રાજ્ય પર બીપરજોય નામના વાવાઝોડા ત્રાટકે તેવી શકયતા છે. જોકે જામનગર જિલ્લાના દરિયામાં આજે કરંટ જોવા મળ્યો છે. શહેરમાં વરસાદ પણ ખાબક્યો છે. જામનગર શહેરમાં આજે બપોરે બાદ વાવાઝોડાની અસર જોવા મળી હતી. સંભવિત વાવાઝોડાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની અસર
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની અસર

ભારે પવન સાથે વરસાદ: જામનગર શહેરમાં બપોરે 4:30 વાગ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. પ્રતિ કલાકના 55થી 60 કી.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે ગાજ વીજ સાથે ધીમીધારે વરસાદ પણ શરૂ થયો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસી ગયા હતા. આ તોફાની પવનના વંટોડીયામાં જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, લાલ બંગલા સર્કલ, હવાઈચોક, કિસાન ચોક, રતનભાઇ મસ્જિદ, પટેલ કોલોની સહિતના જુદા-જુદા ૧૬ વિસ્તારોમાં જુના ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે જેને લઈને મહાનગરપાલિકાના ટેલીફોન રણકયા હતા.

તંત્રની ખુલી પોલ: જામનગરની ફાયર બ્રિગેડ શાખાની જુદી જુદી પાંચ ટુકડીઓ કરવત, રસ્સા, સહિતની સાધન સામગ્રી લઈને તમામ સ્થળો પર પહોંચી ગઈ છે, અને માર્ગ પર પડેલા ઝાડ ની ડાળીઓ કરવત વડે કાપીને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટેની કવાયત હાથ ધરી લેવામાં આવી હતી. શહેરમાં અનેક સ્થળોએ ઝાડ પડવાના અહેવાલની સાથે સાથે વીજવાયરો પણ તૂટ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં અંધાર પટ છવાયો હોવાથી વિજ તંત્રને પણ દોડધામ થઈ છે. જામનગરની મેડિકલ કેમ્પસના એરિયામાં ત્રણ વીજ થાંભલા પડી ગયા હોવાથી વિજતંત્રની ટુકડી તાત્કાલિક દોડી ગઈ હતી.

વરસાદની આગાહી: શહેરમાં પણ અનેક સ્થળોએ વીજવાયરો તૂટ્યા હોવાથી આવા વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક જાહેરાત બોર્ડ તેમજ કોઈ મકાન પરથી સોલાર પેનલ ઉડી ગયાના પણ અહેવાલો મળ્યા છે. જોકે આ અસર થોડો સમય જોવા મળી હતી. વાદળો ખુલ્લા થઈ ગયા પછી વરસાદ અને પવન રોકાઈ ગયા હતા. હજુ હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાવાની તેમ જ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

  1. Biporjoy Cyclone: બિપરજોય વાવાઝોડા સામે તંત્ર સજ્જ, ગુજરાતના તમામ બંદરો પર એલર્ટ, માછીમારોને માછીમારી ન કરવા માટે આદેશ
  2. Devbhumi Dwarka News : દ્વારકાના 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂક્યો, પરમિશન વગર કોઈ જઈ નહીં શકે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.