ETV Bharat / state

Crime Conference in Jamnagar : ડીજીપી વિકાસ સહાયની જામનગરમાં બેઠક, કોસ્ટલ સિક્યુરિટી અને દરિયાઈ પટ્ટી પર દબાણ મુદ્દે થઈ ચર્ચા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 7:29 PM IST

જામનગરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. પાંચ જિલ્લાના પોલીસ વડા સાથેની આ બેઠકમાં ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા અને દરિયાકાંઠા પર અતિક્રમણના મુજ્જાઓ સહિતના સુરક્ષાને લગતી બાબતો વિશે ચર્ચા યોજાઇ હતી.

Crime Conference in Jamnagar : ડીજીપી વિકાસ સહાયની જામનગરમાં બેઠક, કોસ્ટલ સિક્યુરિટી અને દરિયાઈ પટ્ટી પર દબાણ મુદ્દે થઈ ચર્ચા
Crime Conference in Jamnagar : ડીજીપી વિકાસ સહાયની જામનગરમાં બેઠક, કોસ્ટલ સિક્યુરિટી અને દરિયાઈ પટ્ટી પર દબાણ મુદ્દે થઈ ચર્ચા

સુરક્ષાને લગતી બાબતો વિશે ચર્ચા

જામનગર : જામનગરમાં ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપી વિકાસ સહાયની રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પાંચ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સુરક્ષાને લગતા મહત્ત્વની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

ડીજીપી દ્વારા નિર્દેશ અપાયાં : રાજયના પોલીસવડા વિકાસ સહાયે આજે જામનગરની મુલાકાત લઇ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને પાંચ જિલ્લાના એસપી સાથે બેઠક કરી અને બપોર બાદ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેન્જના જિલ્લાઓની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિગતો જાણી સાથી અધિકારીઓને ડીજીપી દ્વારા કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા્ં હતાં. જામનગર-દ્વારકા જિલ્લો કોસ્ટલ સરહદી દરિયાકાંઠો એરીયા ધરાવતો હોવાથી આ બાબતે કેટલીક ખાસ માર્ગદર્શિકા ડીજીપી તરફથી આપવામાં આવી છે.

બેઠકમાં કયા મુદ્દે ચર્ચા : ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોસ્ટલ સિક્યુરિટી મુદ્દે પાંચ એસપી સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી પર દબાણો દૂર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. જોકે અગાઉ દેવભૂમિ દ્વારકા અને જામનગરના દરિયા કિનારે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી થઇ ચૂકી છે તે વિશે પણ જાણકારી મેળવવામાં આવી હતી.

પાંચ જિલ્લાના એસપીની હાજરી : ગુજરાત રાજયના પોલીસવડા વિકાસ સહાયની હાજરીમાં જામનગર એસપી કચેરી ખાતે જનરલ ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. રાજયના ડીજીપી મુલાકાતે આવનાર હોઇ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ બપોરે જામનગર આવી પહોચ્યા હતા અને જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સાથે આ બાબતે વાતચીત કરી હતી, આ કોન્ફરન્સ બપોરે 3 વાગ્યે યોજાઇ હતી, જેમાં જામનગર એસપી ઉપરાંત દ્વારકા એસપી નિતેશ પાંડેય, રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના જીલ્લા પોલીસવડા, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી ઉપસ્થિ્ત રહ્યાં હતાં.

ગાર્ડ ઓફ ઓનર અપાયું : બપોરે ડીજીપી વિકાસ સહાયનું જામનગર ખાતે આગમન થયું હતું ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ડીજીપી વિકાસ સહાયની અઘ્યક્ષતા હેઠળ જનરલ ક્રાઇમ બેઠક યોજીને પોલીસ કામગીરી, સાયબર ક્રાઇમના ગુના, અપરાધો પર અંકુશ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને લઇને સજાગતા તથા તેને ડામવા માટેના પગલા લેવાં અને જામનગર તથા દ્વારકા જિલ્લો મોટો દરીયાઇ કાંઠો ધરાવે છે, સરહદી જિલ્લો હોઇી આ બાબતે ખાસ નિર્દેશ આપ્યાં છે..ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સમાં વિવિધ મુદાઓ અંગે ચર્ચા વિચારણા કરીને પણ કેટલાક નિર્દેશ આપવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

જામનગર પોલીસ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત : અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના પોલીસવડા વિકાસ સહાય ગત 1લી મેના રોજ જામનગર ખાતે થયેલી ઉજવણી અંતર્ગત અહીં આવ્યા હતાં અને જે તે વખતે પણ એક જનરલ ક્રાઇમ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું, રાજયના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આજરોજ બીજી વખત જામગનરની મુલાકાતે આવી આવ્યાં હતાં. બેઠકમાં રેન્જના આઇજી ઉપરાંત પાંચ જિલ્લાના પોલીસવડા ઉપરાંત જામનગરના ડીવાયએસપી, સીપીઆઇ, એલસીબી, એસઓજીના પીઆઇ, ઉપરાંત સિટી એ, બી, સીના પીઆઇ તેમજ પીએસઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. Crime Conference in Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત પોલીસને સંદેશ, વીઆઈપી કલ્ચર છોડો સારું કામ કરશો તો સરકાર તમારી જોડે છે
  2. Western Zonal Council meeting: 28મીએ મળશે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક, અમિત શાહ ફરી લેશે અધિકારીઓના ક્લાસ?
  3. Police follow traffic rules : સામાન્ય જનતાની જેમ હવે પોલીસે પણ ફોલો કરવા પડશે ટ્રાફિક રૂલ્સ, નહિતર થશે દંડ : DGP વિકાસ સહાય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.