ETV Bharat / state

આજે જામનગરના 481મો જન્મ દિવસની સાદગીપૂર્ણ રીતે કરાઈ ઉજવણી

author img

By

Published : Jul 27, 2020, 1:21 PM IST

આજે જામનગરનો 481મો જન્મદિવસ છે. જ્યારે દરબારગઢ પાસે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતુ. આ પૂજનમાં મેયર અને સ્ટે.કમિટી ચેરમેન, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ જામનગરના જામ રાજવીઓની પ્રતિમાને ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા. જ્યારે મનપા અને રાજપૂત સમાજ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી.

Jamnagar
જામનગર

જામનગર : શહેરનો આજે 481મો જન્મદિવસ છે. ત્યારે સ્થાપનાદિન નિમિત્તે સાદગીપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દરબારગઢ પાસે રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતુ. તેમજ આ પૂજનના કાર્યક્રમમાં મેયર અને સ્ટે.કમિટી ચેરમેન, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આજે જામનગરનો જન્મ દિવસ, સાદગીપૂર્ણ રીતે કરાઈ ઉજવણી

જ્યારે પ્રજા વત્સલ રાજવી જામરાવળેે કચ્છથી જામનગરમાં આવી વસાવેલા નવાનગર સ્ટેટ વખતના દરબારગઢ, ખંભાળિયા ગેટ, માંડવી ટાવર, રણમલ (લાખોટા) તળાવ, આયુર્વેદ કોલેજો જેવી વિરાસત આપી છે. જેને જામનગરના લોકો આજે પણ યાદ કરે છે.

Jamnagar
આજે જામનગરનો જન્મ દિવસ, સાદગીપૂર્ણ રીતે કરાઈ ઉજવણી
જામરાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા તેમ તેમ રાજ્ય વિસ્તરતું ગયું. જામરાવળે ખંભાળીયા રાજધાની બદલી હતી. રાજધાનીના નવા સ્થળથી જોડીયા, આમરણ અને કાલાવડ જેવા પરગણાઓ દૂર પડતા હતાં, એટલે વહીવટ ચલાવવો મુશ્કેલ પડતો હતો. ત્યારે જામરાવળે પ્રદેશની બરાબર મધ્યમાં હોય તેવી જગ્યા પસંદ કરવાની જરૂરિયાત ઉભી થઈ. આથી નાગમતી અને રંગમતી નદીના કાંઠે વિક્રમ સંવત 1596માં શ્રાવણ સુદ સાતમના બુધવારે નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના કરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.