ETV Bharat / state

જામનગરમાં આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું આયોજન

author img

By

Published : Mar 25, 2019, 1:15 PM IST

જામનગરઃ ભારત સરકારના આયુષ મંત્રાલય અને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે બે દિવસીય આયુર્વેદિક સ્વાથ્ય મેળાનુ્ં આયોજન ધન્વનતરી મેદાન ખાતે કરવામાં આવ્યુ હતું.

સ્પોટ ફોટો


અત્યારના સમયમાં લોકો એલોપેથિક દવાઓનોઉપયોગ દિનપ્રતિદિન ઓછોકરતા જાય છે. હઠીલા દર્દો તથા બદલાતી જતી લાઈફ સ્ટાઇલના કારણેબ્લડપ્રેશર, ડાયાબિટીસ પેરાલીસીસ તથા અન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે. આ કારણથી લોકો હવે આયુર્વેદ તરફ વળ્યા છે. આયુર્વેદિક, નૈસર્ગિક તથા યોગિક સારવાર દ્વારા કોઈપણ પ્રકારની આડઅસર ન થતી હોવાથીલોકો લાંબો સમય સુધી આ પ્રકારની સારવાર મેળવી તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવતા થયા છે. ભારત સરકાર દ્વારા આયુષ મંત્રાલય નામનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે.

Jamnagar
સ્પોટ ફોટો

આયુષ મંત્રાલય તથા જામનગરની ગુલાબકુવંરબા આયુર્વેદિક યુનિવર્સિટી આઈ. પી. જી. ટી. એન્ડ આર.એ તથા તેના 12 જેટલા અલગ-અલગ વિભાગો, મહર્ષિ પતંજલિ યોગ ઇન્સ્ટિટયૂટ તથા આયુર્વેદિક ફાર્મસીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદીય સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્વાસ્થ્ય મેળાની લગભગ 15 હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી હતી.

આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે સ્વાસ્થ્ય મેળાનું આયોજન

સ્વાસ્થ્ય મેળામાં આયુર્વેદના તમામ વિભાગના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ 7 દિવસ સુધીની નિ:શુલ્ક દવા પણ આપવામાં હતી. આ કેમ્પનો આશરે 3 હજારથી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ આયુર્વેદીય સ્વાસ્થ્ય મેળામાં લોકોએ તંદુરસ્ત કેવી રીતે રહેવું તે બાબતે પણ તજજ્ઞો દ્વારા તેમનું પ્રકૃતિ પરીક્ષણ કરી માર્ગદર્શન મેળવ્યુંહતું. આયુર્વેદના બોટનિકલ ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના 6500થી પણ વધુ રોપાઓ લોકોને નિ:શુલ્ક આપવામાં આવ્યા હતાં.

Intro:Body:

R-GJ-JMR-01-25MAR-AYURVED MELO





જામનગર આવેલા ધન્વન્તરી મેદાન ખાતે ભારત સરકારના આયુષ મંત્રાલય તથા જામનગરના આયુર્વેદિક યુનિવર્સિટીના વિવિધ વિભાગો દ્વારા બે દિવસીય આયુર્વેદિય સ્વાસ્થ્ય મેળા નું લોકો માટે આયોજન કરવામાં આવ્યું હતું







હાલના સમયમાં લોકો એલોપેથિક દવાઓ ના વધુ પડતા ઉપયોગ કરવાનું દિનપ્રતિદિન ઓછું કરતા જાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હઠીલા દર્દો તથા લોકોમાં થતાં લાઈફ સ્ટાઇલ રોગો જેવાકે બીપી ડાયાબિટીસ પેરાલીસીસ જેવા રોગો માટે લોકો આયુર્વેદની સારવાર મેળવવા તરફ વળ્યા છે આયુર્વેદિક નૈસર્ગિક તથા યોગિક સારવાર દ્વારા કોઈપણ પ્રકારની આડઅસર ન થતી હોય જેથી લોકો લાંબો સમય સુધી આ પ્રકારની સારવાર મેળવી અને તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવતા થયા છે જે માટે ભારત સરકાર દ્વારા પણ એક અલગથી જ આયુષ મંત્રાલય નામનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે





ભારત સરકારના આયુષ મંત્રાલય તથા જામનગરની ગુલાબકુવરબા આયુર્વેદિક યુનિવર્સિટી આઈ પી જી ટી એન્ડ આર.એ તથા તેના 12 જેટલા અલગ-અલગ વિભાગો મહર્ષિ પતંજલિ યોગ ઇન્સ્ટિટયૂટ તથા આયુર્વેદિક ફાર્મસી ના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં આવેલ ધનવંતરી મેદાન ખાતે લોકો માટે બે દિવસીય આયુર્વેદીય સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વાસ્થ્ય મેળા ની લગભગ ૧૫ હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી હતી સ્વાસ્થ્ય મેળામાં આયુર્વેદના તમામ વિભાગના ડોક્ટરો દ્વારા ત્યાં આવતા દરદીઓ હું નું નિશુલ્ક નિદાન કર્યું હતું અને સાત દિવસ સુધી ની નિશુલ્ક દવા આપી હતી જેનો આશરે ત્રણ હજારથી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ આયુર્વેદીય સ્વાસ્થ્ય મેળામાં દર્દીઓના નિદાન અને સારવારની સાથે સાથે હવે લોકોને તંદુરસ્ત કઈ રીતે રહેવું એ બાબતે પણ તજજ્ઞો દ્વારા તેમનું પ્રકૃતિ પરીક્ષણ કરી માર્ગદર્શન અપાયું હતું આયુર્વેદના બોટનિકલ ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના 6500 થી પણ વધુ રોપાવો પણ લોકોને નિશુલ્ક આપવામાં આવ્યા હતાં





Attachments area


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.